રવિવાર, 18 ડિસેમ્બર, 2022

જીવન ના અનુભવો

પહેલીવાર આજે મને કાંઈક મારા વિચારો મારા વિશે લખવાનું મન થયું શું લખું? પહેલા એ વિચાર આવ્યો ઘણા બધા પુસ્તક વાંચ્યા પણ આખરે મારા જીવન નું પુસ્તક વાંચ્યું જ નહી. મારા જીવન ના અનુભવો મારા જીવન ના સુખ દુઃખ ના અનેક પ્રશંગો  એનુ અનુકરણ કર્યું જ નહી. મે ક્યારેય મારા તરફ પ્રયાણ કર્યું જ નહી. ઘણુ બધુ વિતી ચુક્યાં પછી સમજાય આ ભાગ આ રોલ આપણે ક્યાંક નિભાવી ચુક્યા છીએ અત્યારે આ રિપીટ કરવામાં આવ્યું એવું લાગે આપણે અમુંક પ્રશંગો વિત્યા પછી એમ લાગે આપણે આ પહેલા જાણતા શું જાણતા હતા? અમુંક પ્રશંગો  જે બનવાના છે એ પણ જાણીએ છીએ  એવું લાગી રહ્યું છે પણ કોઈને કહી નથી શકતાં..!  અનેક પ્રકારના માણસો જીવો આપણ ને જીવન ની આ મુસાફરી દરમિયાન મળે ક્યાંક આપણ ને રાહત મળે તો ક્યાંક એમના દ્વારા પિડા એમાં પણ ક્યારેક આપણ ને એમ લાગે આપણો આ એક જન્મ નો સબંધ નથી વરસોથી જાણતા હોઈએ.. કયાંક આપણે રુણાબંધન થઈ જોડાયેલા છીએ જે આપણે જાણતા નથી. કોઈક ને મદદ કરીએ ત્યારે એમ મન માં થાય આજે મદદ કરી પુણ્ય કમાયું પણ એ નથી જાણતા કે આપણે એનું રુણ ચુકવવા મદદ રુપ અને નિમિત્ત બન્યાં છીએ શું ખબર આગળ નું એનું રુણ ચુંકવવીએ છીએ તો ક્યાંક હાની થાય ત્યારે એને દોષી જાહેર કરીએ પણ ક્યાંક એ પણ આપણું કાંઈક  લેણ દેણ અસંખ્ય જીવો માંથી કેમ બધાય જીવો સાથે આપણે નથી મળવાનું થતું? કયાંક આપણે રુણાબંધન થી એક બિજાના સંપર્ક માં આવીએ છીએ. જીવન ને જાણવા કરતાં માણી લઈએ.  જીવન ને એક યાદગાર પ્રવાસ બનાવી લઈ એ અહિંયા લાભ હાની સુખ દુઃખ આવશે એને કર્મ અને આપણો રુણાબંધન નો કાંઈક લેણ દેણ પુરી કરી લઈએ.. 

શુક્રવાર, 2 ડિસેમ્બર, 2022

સ્ત્રી ચરીત્ર એટલે શું??

સ્ત્રી ચરીત્ર એટલે શું??
એક વ્યક્તિ ને જિજ્ઞાસા જાગી સ્ત્રી ચરીત્ર એટલે શું? તે એક ગામ માં જાય છે ત્યાં ગામ ના પાદર માં એક કુંવો ત્યા પનીહારી પાણી ભરે છે ત્યાં એક સ્ત્રી છેલ્લે રહી પાણી ભરતી હતી ત્યાં તે પુરુષે જઈ સવાલ કર્યો કે બહેન સ્ત્રી ચરીત્ર એટલે શું મારે જાણવું છે? ત્યારે તે સ્ત્રી એ કહ્યું થોડીવાર થોભો કહું એટલા માં તેણે એક બેડું પાણી પોતાના પર રેડ્યું અને જોર જોર થી ચિંશો પાડી બચાવો બચાવો ગામ નજીક હતું ત્યાં ગામ ના લોકો એ હાથ માં લાકડીયું લઈ દોટ મુકી. જ્યાં ગામ લોકો નજીક આવવાની તૈયારી હતી. ત્યાં પેલી સ્ત્રી એ પેલા પુરુષ પર પણ એક બેડું પાણી નાખ્યું જ્યાં ગામ લોકો આવ્યા ત્યાં પેલી સ્ત્રી એ કહ્યું હું કુંવા માં પડી ગઈ હતી અને આ ભાય એ મને બચાવી લીધી. પછી પેલા પુરુષ નું સ્વાગત કર્યું ગામ લોકો એ અને ખુબ આદરભાવ આપ્યો. ત્યાં પેલી સ્ત્રી એ પેલા પુરુષ ને કહ્યું ભાય આ સ્ત્રી ચરીત્ર ધારે તો સ્વાગત કરાવે ધારે તો માર પણ ખવડાવે.
નારી ના અનેક સ્વરૂપ
લિ. ક્રિપાલ સિંહ કેકે પરમાર

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...