રવિવાર, 10 ઑગસ્ટ, 2025

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુરી, સક્કરપારા એ ય પાછા ખારા ને મીઠા બે-બે વેરાયટીના, ચેવડો, ચવાણું, તીખા ગાંઠિયા, સેવ આટલું તો હોય જ. સાથે સાથે ઘરમાં જો બા-બાપા હોય તો મીઠી પુરી ને મીઠા થેપલા પણ બને. દાંત ના હોય એટલે તેમને ખાવામાં સહેલા પડે. આટલા ઉપર મોહનથાળ પાછો લટકા નો. 



મોટો તાવડો અને મોટો જારો ૨ દિવસ પહેલા ઘસી ઘસીને સાફ કરી લીધા હોય. તેલના ડબ્બા, ચણાનો લોટ, મેંદાનો લોટ, ઘી, ગોળ, ખાંડ વગેરે ઓસરીના ખૂણામાં ગોઠવાઇ ગયું હોય. તીખા ગાંઠીયા અને સેવનો સંચો તો પાછો કોઈક પાસે જ હોય એટલે તેનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હોય. જેમની પાસે હોય તે પાછા એક વેંત ઉંચા હાલતાં હોય. એ સંચો હાથમા આપે ત્યારે 2 વાર બતાવે કે જો આ સેવ ને ગાઠીયાની જારી આમા છે એટલે ખોવાઇના જાય એ જોજો.એમની ભલામણ પણ સાચી હોય, કેટલા બધા ઘર વચ્ચે એક સંચો હોય ને જો કોઇ ખોઇ નાખે તો બધા રખડી પડે. 



બા, ભાભુ, કાકી અને મમ્મી તો સવાર પડતાની સાથે એક પછી એક લોટ બાંધવા લાગે. લોટ એ ય કિલોના હીસાબે. મોટો મોટા કુટુંબ હોય, દીકરી ને જમાઇને સાતમ આઠમ કરવા આવ્યા હોય એટલે quantity તો જોઈએ ને.

   

આટલી વેરાયટી અને જથ્થો બનાવતા હોય એટલે વચ્ચે કંઈક ઘટે પણ ખરી. કાઇ ઘટે એટલે છોકરાવને દોડાવે.. જા.. દુકાનેથી આ લેતો આવ અને એને કેજે ખાતે લખી લે. ૮-૧૦ વરસનો છોકરો હુકમ મળતાં જ થેલી ઉડાડતો જાય દીધે. જતા જતા પૂછતો ય જાય દુકાનેથી હું એક પીપર લવ? પુરીના અત્યાર સુધીના ઘાણવા સારા ઉતરયા હોય તો એના બા હા પડે અને જો કાઇક રસોઇમા ગડબડ થઇ હોય તો કે આ ઘરે આટલું રાંધીએ છીએ તોય તારે હજી પીપર ખાવી છે. જા કીધું એ લઇ આવ, ને જલ્દી આવજે ચોકમાં રમવા ના માંડતો. 



આ ઘર ઘરની કહાની જેવું હતું. સાતમ આઠમની રાહ તો હોય જ, સાથે સાથે રાંધણ છઠ્ઠની રાહ તો દાંત વાળા ને દાંત વગરના બધા જોતા હોય. ત્યારે વાર તહેવાર જ આવી રસોઈ બનતી. રાંધણ છઠ્ઠના દીવસે એટલું બધુ રાંધે કે આગળ ૧૫- ૨૦ દિવસ ચાલે.



આ બધુ ફકત ઘરના માટે જ બનતુ એવુ પણ નહોતુ. જો કોઈ સગાવહાલા ને થોડું નબળું હોય તો તેને ત્યાં પણ ડબ્બો ભરી ને મોકલી. જેટલા માંગવા વાળા આવતા હોય તે બધા માટે પણ થોડું થોડું બને. 

સાતમ અને આઠમ વરસના આ બે જ દિવસો હોય જયારે ગામડાની મહિલાઓ રસોઈ કરવાની ના હોય . બાકીના ૩૬૩ એ દિવસ રાંધવાનું. હા , રાંધણ છઠ્ઠના દિવસે ૧૫ દિવસનુ રાંધે એ જુદું...એક આનંદ થાય કે અમે એ પેઢી છેલ્લી એ આનંદમય યુગ માં જીવ અને બાળપણ વ્યતીત કર્યું છે. આજના આ ફાસ્ટ ટેક્નોલોજી ઝડપી યુગ માં આપણે એક લાગણીસભર જીવન આનંદમય તહેવાર એક બિજા ને સુખ દુઃખ માં સાથે મળી ને તહેવાર ને એક યાદગાર પ્રસંગ બનાવતા આજે દેખાવ પાછળ એનો આનંદ નથી લઈ શકતાં માત્ર અન્યથી કંઈક અલગ દેખાવ કરવો અને મનોરંજન માધ્યમ બનાવવું એ આપણો તહેવાર બની ગયો બાકી ઈ ઉદારતા લાગણીસભર જીવન આપણાથી વિસરાય ગયું અન્ય પ્રત્યે ભાવના નથી રહી. મદદ કરી એ તો સેલ્ફી લઈ જાણે ઘણું બધું આપણા થી પુણ્ય નું કામ થયું હોય એવી રીતે હરખાય પણ સામેના વ્યક્તિ ના સ્વમાન ને ઠેસ પહોચાડી આપણે શું મળશે! મદદ તેવી રીતે કરો તેનું હતું અને તેને આપીને આનંદ વ્યતીત કરવો જોઈએ. પણ ઠેર હરી ઇચ્છા 



તમારા બચપણમા રાંધણ છઠ્ઠનો દિવસ કેવો હોતો? _પરમાર ક્રિપાલ સિહ ખોડુભા 


રાંધણ છઠ્ઠ

જય માતાજી રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુરી, સક્કરપારા એ ય પાછા ખારા ને મીઠા બે-બે વેરાયટીના, ચેવડો, ચવાણું, તીખા ગાંઠિયા, સેવ આટલું તો હોય જ. સાથે સાથે ઘરમાં જો બા-બાપા હોય તો મીઠી પુરી ને મીઠા થેપલા પણ બને. દાંત ના હોય એટલે તેમને ખાવામાં સહેલા પડે. આટલા ઉપર મોહનથાળ પાછો લટકા નો. 

મોટો તાવડો અને મોટો જારો ૨ દિવસ પહેલા ઘસી ઘસીને સાફ કરી લીધા હોય. તેલના ડબ્બા, ચણાનો લોટ, મેંદાનો લોટ, ઘી, ગોળ, ખાંડ વગેરે ઓસરીના ખૂણામાં ગોઠવાઇ ગયું હોય. તીખા ગાંઠીયા અને સેવનો સંચો તો પાછો કોઈક પાસે જ હોય એટલે તેનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હોય. જેમની પાસે હોય તે પાછા એક વેંત ઉંચા હાલતાં હોય. એ સંચો હાથમા આપે ત્યારે 2 વાર બતાવે કે જો આ સેવ ને ગાઠીયાની જારી આમા છે એટલે ખોવાઇના જાય એ જોજો.એમની ભલામણ પણ સાચી હોય, કેટલા બધા ઘર વચ્ચે એક સંચો હોય ને જો કોઇ ખોઇ નાખે તો બધા રખડી પડે. 

બા, ભાભુ, કાકી અને મમ્મી તો સવાર પડતાની સાથે એક પછી એક લોટ બાંધવા લાગે. લોટ એ ય કિલોના હીસાબે. મોટો મોટા કુટુંબ હોય, દીકરી ને જમાઇને સાતમ આઠમ કરવા આવ્યા હોય એટલે quantity તો જોઈએ ને.
   
આટલી વેરાયટી અને જથ્થો બનાવતા હોય એટલે વચ્ચે કંઈક ઘટે પણ ખરી. કાઇ ઘટે એટલે છોકરાવને દોડાવે.. જા.. દુકાનેથી આ લેતો આવ અને એને કેજે ખાતે લખી લે. ૮-૧૦ વરસનો છોકરો હુકમ મળતાં જ થેલી ઉડાડતો જાય દીધે. જતા જતા પૂછતો ય જાય દુકાનેથી હું એક પીપર લવ? પુરીના અત્યાર સુધીના ઘાણવા સારા ઉતરયા હોય તો એના બા હા પડે અને જો કાઇક રસોઇમા ગડબડ થઇ હોય તો કે આ ઘરે આટલું રાંધીએ છીએ તોય તારે હજી પીપર ખાવી છે. જા કીધું એ લઇ આવ, ને જલ્દી આવજે ચોકમાં રમવા ના માંડતો. 

આ ઘર ઘરની કહાની જેવું હતું. સાતમ આઠમની રાહ તો હોય જ, સાથે સાથે રાંધણ છઠ્ઠની રાહ તો દાંત વાળા ને દાંત વગરના બધા જોતા હોય. ત્યારે વાર તહેવાર જ આવી રસોઈ બનતી. રાંધણ છઠ્ઠના દીવસે એટલું બધુ રાંધે કે આગળ ૧૫- ૨૦ દિવસ ચાલે.

આ બધુ ફકત ઘરના માટે જ બનતુ એવુ પણ નહોતુ. જો કોઈ સગાવહાલા ને થોડું નબળું હોય તો તેને ત્યાં પણ ડબ્બો ભરી ને મોકલી. જેટલા માંગવા વાળા આવતા હોય તે બધા માટે પણ થોડું થોડું બને. 
સાતમ અને આઠમ વરસના આ બે જ દિવસો હોય જયારે ગામડાની મહિલાઓ રસોઈ કરવાની ના હોય . બાકીના ૩૬૩ એ દિવસ રાંધવાનું. હા , રાંધણ છઠ્ઠના દિવસે ૧૫ દિવસનુ રાંધે એ જુદું...

તમારા બચપણમા રાંધણ છઠ્ઠનો દિવસ કેવો હોતો? 

મંગળવાર, 8 ઑક્ટોબર, 2024

ઈશ્વરીય શક્તિ ભાગ_5

ઈશ્વરીય શક્તિ ભાગ 5
જય માતાજી ઈશ્વરીય શક્તિ ઘણા બધા તર્કવિતર્કો. ખંડન મંડન. પુજા પાઠ. વિધી વિધાન. મંત્ર. તંત્ર. જંત્ર. સાધના. હોમ. હવન. સેવા. ભક્તિ. પાપ .પુણ્ય. સર્વગ. નર્ક .મોક્ષ. ઘણા ઘણા બધા પ્રશ્નોના જવાબ શોધવા શું આપણે પ્રયત્ન કર્યો છે? ઈશ્વર શક્તિ ના રહસ્ય જાણવા આપણે સમર્થ છીએ પણ ખરા!! એના માટે ઘણા બધા લોકો એકાંત જંગલ ઘરબાર પરીવાર છોડી નિકળી ગયા છે.. ઘણા બધા સેવા પુજા પાઠ કરે છે. તો ઘણાબધા મંત્ર જાપ મંદિર હોમ હવન કરતા હોય છે. ઘણા ખરા આશ્રમ ગુરુ ધારણ કરે સેવા પુજા કરે. ઘણા સર્વગ નર્ક મોક્ષ આધ્યાત્મિક શાત્ નું વાંચન પણ કરતા હોય છે. તો શું આપણને ઈશ્વરીય શક્તિ ને પામી શકાય એના આશિર્વાદ મેળવી શકાય? શું પરીવાર નો ત્યાગ કરી સંસાર પુત્ર પરીવાર છોડી એકાંત માં ઈસ્વર મળી જવાનો એની કૃપા ત્યાં વિશેષ હોય ખરા! તેના રહસ્ય જાણી શકાય! કર્મ માંથી મુક્તિ કેમ મેળવવી આપણે આ શ્વાસ પણ આપણી ઈચ્છા થી નથી લઈ શકતા. તો એની કૃપા એની ઈચ્છા વિન આ શક્ય છે ખરા!! હું આગળ શું લખવાનો બોલવાનો કરવાનો શું એ મને પણ ખ્યાલ નથી. અને એ આ બધું લખાવે બોલાવે કરાવે છે. સમય મહાન છે સમય નું એક નામ કાળ છે. સમય નું ગ્રક અતી ગહન છે. સમય નું એક નામ પરમાત્મા પણ

તેની શક્તિ જાણવા એજ સમર્થ છે. આપણે તેના જવાનું કહ્યું ગીતાજી ના અઢાર માં અધ્યાય માં કહ્યું છે ભગવાને ગીતાજીનો મર્મ એટલો જ છે કે "ધર્મનું પાલન કરો" અને "બધા જ ધર્મો છોડી ને કૃષ્ણનું (પરમેશ્વરનું) શરણું લો". કેમકે ગીતાના અંતમાં છેક ૧૮મા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે કે,

सर्वधर्म परित्यज्य मामेकं शरणं व्रजः।

अहं त्वां सर्व पापेभ्यो मोक्ष यिष्यामी मा शुचः ।।

અર્થાત, હે અર્જુન "તું બધા જ ધર્મો છોડી ને ફક્ત મારા શરણે આવી જા. હું તને બધા જ પાપોમાંથી મુક્તિ અપાવીશ, તેમાં તું શંકા ન રાખ". પરંતુ એ પહેલાના ૧૭ અધ્યાયો ભગવાને ફક્ત અને ફક્ત ધર્મનું પાલન કરવાનો ઇન્કાર કરી રહેલા અર્જુનને એનો ધર્મ નિભાવવા માટે તૈયાર કરવા માટે જ કહ્યા છે.

અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે ગીતામાં જે ધર્મની વાત થાય છે તે સનાતન/હિંદુ કે ઇસ્લામ કે ખ્રિસ્તી કે જૈન કે યહુદી કે બૌદ્ધ એ ધર્મની વાત નથી. ધર્મ અહીં ગુણ, ફરજ તરીકે જોવાનો છે. અર્જુન ક્ષત્રિય છે અને ક્ષત્રિયધર્મ છે સત્યનું, પ્રજાનું અને રાજ્યનું રક્ષણ કરવું. અર્જુન હક્ક માટે રચાયેલું યુદ્ધ લડવાની ના પાડે છે કેમકે સામે પક્ષે એના પરિવારજનો, ગુરુ અને મિત્રો છે. ત્યારે ભગવાન કહે છે કે તું તારો ધર્મ નિભાવ, क्षत्रियधर्म निभाव, तस्मात् उत्तिष्ठ कौन्तेय, भाटे કુંતિપુત્ર તું ઊભો થા, આ આખી ગીતાનું હાર્દ છે.

અને અંતે ભગવાન કહે છે કે તું પુત્રધર્મ, પરિવારધર્મ, શિષ્યધર્મ, મિત્રધર્મ, વગેરે છોડ, મારામાં ભરોસો મૂક અને હું કહું છું તેમ કર, હું કહું છું કે તું ક્ષત્રિયધર્મ નિભાવ અને આયુધ ઉપાડી ને અસત્યના પક્ષે રહેલા સાથે લડ. એટલે આપણો ધર્મ આપણને ખ્યાલ છે ખરા?? કચ્છ ના જેસલ જાડેજાએ સતી તોરલ ને કહ્યું મૃત્યું નો ભય તમને નથી લાગતો સતી આ રસ્તો મને બતાવો ત્યારે સતીએ માત્ર એક જ શબ્દો કહ્યાં જેસલજી તમારો ધર્મ સંભાળી લ્યો. એટલે આપણે માણસ છીએ આપણો ધર્મ આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે શા માટે આવ્યાં છીએ માત્ર કામ ક્રિડા ક્રોધ મદ લોભ ભોગ વિલાસ માટે આપણો માનવ જન્મ નથી આપ્યો ઈશ્વરે એના પાછળ કંઈક વિજ્ઞાન સંયોગ છે. રુણાબંધન વિના કોઈ કોઈના સંપર્ક માં નથી આવતું આ તેનો ખેલ છે. મારનાર માં પણ એ બેઠો છે તો સામે મરનાર માં પણ પણ શું માર્યું અને શું મરી ગયું એ એક તર્ક નો વિષય છે. અગાધ એની શક્તિ એના રહસ્ય જાણવા હું અસમર્થ છું પણ એક કલ્પના એક જિજ્ઞાસુ એક તાલાવેલી જાગી છે. અને આ નવરાત્રિ ના છઠા દિવસે તા8-10-24ના પ્રભાતે થોડી મિનિટો એક મંથન અંતર આત્મા થી વલોવેલું બહાર આવ્યું છે. જય માતાજી

ઈશ્વરીય શક્તિ ભાગ 3

ઈશ્વરીય શક્તિ - ભાગ 3

 

જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્નેહીજનો. માત્ર શાંત ચિત્તે વિવિધ પ્રશ્નો આપણો અંતરાત્મા પોકાર કરતો હોય છે. કે આ જીવનનું લક્ષ્ય શું છે? આ ટેક્નોલોજી માણસ પાસે છે. ઘણીબધી પણ શાંતી અને સમય છે? અને જે સમયને નથી સમજી શકતું પછી તેને સમય પસાર કરી જાય છે. આપણ ને આ અમુલ્ય માણસ નો દેહ મળ્યો છે શું આ ભાગદોડ ભરી જીંદગી સારા કપડા.ગાડી બંગલા સારુ બેન્ક બેલેન્સ સંતાનો માટે જ સીમીત છે! વ્યવહારીક સંસાર માટે જરુરી પણ છે પણ એવું જીવન તો પોતાના બાળકો પરીવાર માટે જાનવર પણ સારી રીતે જીવતું જ હોય છે. ભલા પછી જીવન ના છેલ્લા પડાવ માં આપણી પાસે સમય છે પણ ખરા ? તમે જેવું વાવ્યું એવું તમને ફળ મળશે ઈસ્વર તરફ ની ગતી અને એના માટે સમય કાઢ્યો હસે તો તમને સમય સમજાશે પણ કેટ કેટલાય નુ અનિતીથી છેતરીને ધન ભેગું કર્યું એનો હિસાબ પણ આપવો પડશે ? એવો વિચાર ક્યારેક કરવો પડે. પણ અને આવે પણ ખરા પણ માયા ના મદ માં એટલા બધા ભોગવિલાસ માં આપણું. ભલું બુરું નથી વિચારી શકતાં અંતે પિડા ભોગવવાનું એકલાને જ ને? હજુ પણ પ્રશ્ન તો ઉભો જ જીવનનો ઉદેશ્ય શું!!! શું પરત્માની પ્રાપ્તિ! કે પછી સત સેવા કરવી જીવન નિર્વાહ કરવો નિતી ધર્મમાં રહી જીવન નિર્વાહ કરવો એ! લક્ષ્ય વગરનું જીવન પશુ સમાન છે. નથી લાગતું એવું! આ જીવન માં લક્ષ્ય તો હોવું જ જોઈએ જીવન માં અંતિમ પડાવ પણ આવશે. એ ના ભુલવું જોઈએ જીવન માત્ર કામ ક્રોધ માદક પદાર્થ નું ભોગ વિલાસ માટે નથી આપ્યું ઘણા એવા વ્યક્તિ જોયા જે જાનવર થી પણ નિચવૃતિનું જીવન જીવી રહી. રહ્યા છે . માટે ઈશ્વરીય શક્તિ એના ગુણો ને સમજવાનો અને પ્રકૃતીની નજીક રહી આપણો ધર્મ સંભાળવો જોઈએ એ દરેક માણસ ની નૈતિક જવાબદારી છે. અને આ માણસ નો દેહ મળ્યો તો આપણે વધારે કંઈ નહી પણ માણસ બનવાની જરુર છે. જાનવર ને નથી કહેવું પડતું તું જાનવર થા પણ માણસ નું જીવન એટલું નિન્મ કક્ષાનું હલકું બની ગયું છે કે તેને કહેવું પડે ભાય માણસ થા. એટલે ઈશ્વરીય શક્તિ પરમાત્મા આ જીવન આપ્યું એક વ્યવસ્થા આપણા જન્મ પહેલા આપણી માંના ઉદર માં કરી આપી કલ્પના તો કરો આપણી સમતા નથી. જમવાની કમાવવાની ચાલવાની ત્યારે તેને માના ઉદર માં વ્યવસ્થા કરી આપી પણ આપણને તો બધુ ભેગું કરી ને જવાની ફુરસદ ક્યાં અન્ય વિચાર કરવાની પણ? એના પર ભરોસો નથી એના તત્વો ને જાણતા નથી નથી સાથે લઈ જવાની વ્યવસ્થા નથી લાવવાની વ્યવસ્થા તો પણ માણસ આટલું જાણવા છતા એટલો ભોગવિલાસ માં અંધ બની જાય છે એને ભુલી જાય છે પરમ તેજ માં ભળવાની કોશીશ નથી કરતો. ઈશ્વરીય શક્તિ અદ્ભુત એની રચના છે અદ્ભુત એનો કોઈ પાર નથી સીમા નથી. કંઈ કરવાની પણ ના પાડે છે કંઈ ના કર માત્ર મારા શરણે આવી જા મારો છું મારો બની જા પણ આપણે ભુલી જઈએ આ જન્મ મરણ ના ફેરા માંથી છુંટવાનો એકજ અવસર તેનું શરણ ગ્રહી લેવું એના વિના ઉધ્ધાર નથી  આપણો. કર્તા નો ભાવ છોડવો પડે કર્તા પરમ પિતા પરમેશ્વર એકજ છે. એ કર્તા છે તેના સંકલ્પ માત્ર થી અનંત બ્રંહાડ નું સર્જન થયું છે માત્ર સંકલ્પ થી તો એના સંકલ્પ થી લય પણ થશે. આ દેહને વ્યર્થ ના ગુમાવવો જોઈએ 

પરમાર ક્રીપાલ સિંહ તા7_10_24

ઈશ્વરીય શક્તિ ભાગ _1

ઈશ્વરીય શક્તિ _1
જય માતાજી લખવા બેસીએ તો દિવસો ના દિવસ વર્ષો લાગે. ઘણાબધા પ્રશ્નો થયા કરે શું ઈશ્વર માણસ જેવો હશે. ઘણીબધી કલ્પના થાય. માણસ જેવો હશે તો પછી પશું પંખી જાનવર નો ઈશ્વર તેના જેવો હશે? ઈશ્વર ને સ્ત્રી અને પુરૂષ સાથે સરખાવી શકાય ખરા? ઘણાબધા સવાલો મન માં થયા કરે આપણો ઈસ્વર (પરમાત્મા) અલગ અન્ય વર્ગ નો અલગ વિદેશી લોકો નો અલગ હોય શકે! પરમાત્મા એક છે. રસ્તો એક છે. તો પછી એના નામ પર પ્રપંચ દંભ વિરોધ કેમ? અણું અણું માં પરમાણું માં એ આપણી નરીઆંખ થી ના જોઈ શકાય એમા પણ એ રહેલો છે. સર્વ વ્યાપક તો પછી એને ક્યાં ક્યાં શોધવા જવો!એ ક્યાં નથી? ઘણા પ્રશ્નો એવા પણ થાય કે જ્યાં નિર્દોષ ને સજા થતી હોય. તો એ કેમ તેને બચાવી નથી લેતો! ઘણીવાર રોડ થી દુર રહેલા વ્યક્તિ ને વાહન અકસ્માત થી મૃત્યુ પામતો હોય છે તો ઘણી વખત રોડ ઉપર ચાલતો હોય એ વ્યક્તિ ના ઉપર મોટું વાહન પસાર થઈ જાય તો પણ એ વ્યક્તિ જીવીત હોય છે. ધનવાન વ્યક્તિ હોય એ અમુંક વર્ષ પછી ભિખ માંગતો થઈ જાય જ્યારે રોડપર રહેનાર પણ ધનવાન બની જતો હોય છે. સુક્ષ્મ મચ્છર કિડી એના દેહ ની રચના એના એન્જીન બનાવનાર એન્જીનીયર કેવડો હશે તેનો ડોક્ટર હશે ખરા! એટલે ઈશ્વરીય શક્તિ એની રચના એનો તાગ નથી કોઈ પામી શક્યું આજ સુધી અનેક ખોપડી નું મગજ એક સાથે લગાવીએ તો પણ એના રહસ્ય એનો કોઈ પાર નથી. એની શક્તિ ને આપણે ઓળખી શકતા નથી આપણે પણ આપણી જેમ તેને વાણિજ્ય વ્યાપાર બનાવી દિધો હોય એવું નથી લાગતું એક શ્રીફળ ઘણું બધું માંગી લઈએ. અને એ માનતા પુરી ના થાય તો ઉલ્ટાનું એને દોષ આપીએ અને દેવ પણ બદલી લઈએ. એ તત્વ ને પામવાનું હોય માપવાનું નહી તેનો કોઈ છેડો નથી. એની શક્તિ એની રચના નો કોઈ પાર નથી. એના વિન આપણુ અસ્તિત્વ નથી. જીવન મરણ. સંયોગ વિયોગ. લાભ હાની. દુખ સુખ. જશ અપજશ. પ્રેમ નફરત. રાગ વૈરાગ. હસવું રડવું. કામ ક્રોધ. મદ લોભ. ઘણાબધા એવા પરિબળો જેના થકી અનેક રહસ્યો દટાયેલા છે.. ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. ઘણીબધી કલ્પનાઓ વાહ વાહી તર્ક વિતર્કો. ઘણાને સારુ લાગે ઘણા ધૃણા કરશે. અને રહસ્યમય પ્રશ્ન આપણા અંતર આત્મા ને પોકારી ને કહેછે આના જવાબ ક્યાં મળે! તેનું શરણ સ્વીકારી તેના મય બની જવું પડે?પણ આપણને કર્તા પણાનો હું કરું છું એવો અહંમ છે જ્યાં સુધી કર્તા પણાનો અહમ છે ત્યાં સુધી પરમાત્મા એના ગુણો એના રહસ્ય નહી સમજાય ત્યાં સુધી આપણી ખોપડી ની બહારની વાત છે. ઈસ્વર ને બહાર ક્યાં શોધવા જશું? અને તેની હાજરી વિના આ અનંત બ્રહાડ નું અસ્તિત્વ છે પણ ખરા? અનંત બ્રહાડ ના સર્જનાત્મક ને કઈ રીતે જોઈ શકાય? એની પ્રકૃતી અણુ અણું માં એનો તત્વો છે. પણ કામ ક્રોધ મદ લોભ અભિમાન જેવા આપણા દુરવ્યસનો અને માયાથી ભરેલી રચનાથી એમાાંથી બહાર નિકળવાનો સમય ક્યાં છે કોઈને આ સ્માર્ટ યુગ માં? પરમાત્મા સુધી પહોંોંચવાના ત્રણ માર્ગ સત્ય ચિત અને આનંદ અત્યારના સમય માં સત્ય ક્યાં છે! કપટકરિને કરોડો કમાવનાર ને સમજદાર અને મહાન વ્યક્તિ સમજવામાં આવે છે. અને ક્યા કોઈનું એક જગ્યાએ ચિત લાગે છે. અને આનંદ તો છે નહી ભલા મોજ છે ક્ષણીય ની બાકી પિડા દુખ છે ત્યાં જીવન પુરુ છેલ્લા શ્વાસ વિચાર આવે સમજાય ત્યાં મોડું થઈ જાય લાકડીના ટેકે ચાલવાની ઉંમર માં ઈસ્વર યાદ આવે છે. જુવાની માં કામ ધન કમાવવાની મોજ શોક કરવાની ઉંમર સમજવામાં આવે છે. માણસ એટલો બધો અંધ બની જાય છે. કોઈક એ ઉંમર માં સત કાર્ય આધ્યાત્મિક માર્ગ પર ચાલતો હોય તો એને અલગ નજરીએ જોવામાં આવે જાણે તેને કોઈખરાબ કાર્ય કર્યુ હોય ભિડ એને નહી છોડે. એને એનામય થાય તો સારુ લાગશે ઘેટા ચાલ જેવું એક પાછળ અનેક જાય પણ ઈસ્વર ની શક્તિ એના હશે એજ માણશે આઠે પહોરમાં આનંદ જ આનંદ રહેશે જય માતાજી પરમાર ક્રિપાલસિંહ ખોડુભા

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...