ગુરુવાર, 25 નવેમ્બર, 2021

સંત મસ્તરામ

🙏🏻🚩 સંત શ્રી મસ્તરામ બાપુ
    ભાવનગર શહેર માં ચિત્ર મા આ બાપુ નો આશ્રમ આવેલું છે..
    બાપુ હયાત હતા ત્યારે, કોઈ દર્શને જતા ત્યારે, ગોહિલવાડમાં થી કે પોરબંદર કચ્છ કેશોદ બાજુ થી આવતા લોકો દર્શને આવતા ત્યારે કહેતા કે અહીં શું આવ્યા છો, મારો બાપ તો જુનાગઢ ગોદડીયા બાપ બેઠો છે અને બગદાણામાં બજરંગદાસ બાપા બેઠા છે.. એમ કહેતા,
   જ્યારે કોઈ અમદાવાદ બાજુથી જુનાગઢ બાજુથી કચ્છ-કાઠિયાવાડ બાજુથી બજરંગદાસ બાપાની દર્શનની લોકો જતા ત્યારે બજરંગદાસ બાપા કહેતા કે મારો બાપ તો રસ્તા મસ્તરામ બાપુ અને ગોદડીયા બાપુ બેઠા છે અહીં શું આવ્યો છું..
    અને જ્યારે ગોદડીયા બાપુના આશ્રમે કોઈ ભાવનગર કે ગોહિલવાડમાં થી અમદાવાદ બાજુથી દર્શને જતા ત્યારે ગોદડીયા બાપુ કહેતા કે. અહીં શું આવ્યા છો મારો બાપ તો બગદાણામાં અને ચિત્રા માં બેઠો છે... સંતો એકબીજાને ખૂબ મહત્વ આપતા..
    આ સંસાર જગતમાં મનુષ્ય ની એક ઉપદેશ મળી છે કે તમે જો કોઈ ઉત્તમ મનુષ્ય ને મહત્વ આપતા થશો ત્યારે જ પરમાત્માને પામી શકશો.. અને તો તમારી અંદર શક્તિઓ જાગશે. અને હું પણું દૂર થશે. આવું સંદેશ સાધુ-સંતોના અંદરથી જીવન માંથી મળતો, પરંતુ દરેક મનુષ્ય આવી બાબતો સમજી શકતા નથી...🙏🏻🚩 સૌને વાલા બાપા સીતારામ

મંગળવાર, 16 નવેમ્બર, 2021

modhera

Modhera's iconic Sun Temple.

Built about 1000 years back but the magnificent Temple is still standing with all its glory.
If this is the view after the destruction by Mahmud Ghazni, imagine the original grandeur!
Dedicated to Surya Devta, the Temple located in Modhera village, Mehsana district of Gujarat on the banks of the river Pushpavati. Built during the Reign of Chaulukya Raja Bhima 1.

#modherasuntemple
# incredibleindia🇮🇳
#hindutemple
#Gujarat
#india

રવિવાર, 14 નવેમ્બર, 2021

કવિ દાદબાપુ

તુ હાલ ને ઝટ હોય ત્યાંથી કોઇ વહાલું નહિ કરે.
વાતો વિહોણા વાવડે માં તલખતા છોરુ તને

ઉભી ન રહેજે એક ઘડીએ ધાબળી લઇ દોડજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે

ભુલા પડયા ભવસાગરે અમ ગળા લગ ડુબી ગયા
છેટા થયા તુજથી જનેતા તારી આંખથી અળગા રહ્યા

હવે કર વધારી કર લોબળીયાળી કાંઠે બધાને કાઢજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે

જે આંગણા જોવા નહોતા ત્યાં યાચવા જાવુ પડયુ
જે કરમ નહોતું પૂર્વજો નું તેજ આ કરવુ પડયુ

હવે અકરમ ને અવિચાર માંથી માવડી મુકાવજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે

મોહ સોડ તાણી સુઈ ગઇ કે તુ ઘેન માં ઘેરાઈ ગઇ
પાંપણે ચડયા પડોળે હવે ઘડપણે લેવાઇ ગઈ

તોય લાકડી ટેકો લઇ ઉતાવળી ઝટ આવજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે

સાગર ભલે શોષાય માં પણ અમી ઝરણાં ખુટશો નહી
હવે બાંય ઝાલી બાવડી મઝધાર માં મુકશો નહી 

કહે ' દાદ ' છોરુ માત ના સબંધ ને સંભાળજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે

બુધવાર, 10 નવેમ્બર, 2021

क्षत्रिय

-क्षत्रिय कभी अधर्मी नहीं हो सकते,
 -क्षत्रिय शरारती नहीं हो सकते,
 -क्षत्रिय (क्रूर) निर्दयी नहीं हो सकते,
 -क्षत्रिय प्रेमपूर्ण और दयालु हो सकते हैं,
 -जब तक क्षत्रिय दान, धर्म और कर्म में विश्वास रखने वाला है, दानेश्वरी स्थिति के अनुसार नहीं हो सकता है लेकिन वह पाखंडी नहीं हो सकता है,
 -क्षत्रिय देशद्रोही नहीं हो सकता,
 -क्षत्रिय गलती कर सकते हैं लेकिन गलती बार-बार नहीं दोहरा सकते,
 -क्षत्रिय खिलाड़ी की जरूरत हो सकती है लेकिन खेल के मैदान में नहीं खेल सकते समाज,
 - क्षत्रिय शिव-शक्ति नो उपासक होय ने होय,
 -क्षत्रिय झूठ नहीं हो सकता,
 -क्षत्रिय स्वार्थी नहीं हो सकते, अपने स्वार्थ के लिए किसी को गड्ढे में नहीं फेंक सकते,
 -क्षत्रिय चतुर, चतुर, बुद्धिमान और मजबूत मनोबल वाला होता है लेकिन इन सबके बावजूद वह पाखंडी नहीं हो सकता।
 साथ ही जो लोग समय को समझते हैं और चलते हैं, (जैसे राजा हरिश्चंद्र, राजा विक्रम)
 -क्षत्रिय कुलीन, बलवान, करुणामय, साहसी, साहसी, विचारशील, धार्मिक (आध्यात्मिक) ही चाहिए
 परंतु
 - उसके पास इतने गुण होते हुए भी जोशीला होना चाहिए..
 क्योंकि यही क्षत्रिय जीवन का कर्तव्य है...
 और इसलिए दुनिया क्षत्रिय में आस्था और भय दोनों देखती है....
 जय भवानी
 जय माताजी।

રવિવાર, 7 નવેમ્બર, 2021

સંત પુનિત

 માં બાપ ને ભુલશો નહી....

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી
 
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!
 
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!
 
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,
એ અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!
 
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,
એ કોડના પુરનારના, કોડ પુરવા ભૂલશો નહી..!
 
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!
 
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!
 
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!
 
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!
 
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!
 
સંત પુનિત

શુક્રવાર, 5 નવેમ્બર, 2021

હળવદ પાળિયા

 બ્રહ્મ ભૂમિ હળવદ એક સમયે સમરાંગણ હતું,,,

રાજા રજવાડાના સમયમાં હળવદ ઝાલાવાડનું પાટનગર ગણાતું હતું. રાજાશાહી સમયે હળવદની લાલ ભૂમી ઉપર ઝાલાવાડના સૌથી વધુ યુધ્ધો થયાના પુરાવા મોજુદ છે અને આ યુધ્ધોમાં ખપી ગયેલા ૩૭૫થી વધુ યોધ્ધાઓના શૌર્યની ગવાહી પુરતા પાળીયા આજે પણ હળવદમાં મોજૂદ છે.
હળવદ એક સમયનું સમરાંગણ ગણાતું હતું.

‘ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળીયા થઇ પુજાવુ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ એ પંક્તિને યથાર્થતા હળવદે બક્ષી છે. ઐતિહાસીક ગણાતી હળવદ નગરીની એક ગણતરી પ્રમાણે ૧૯મી સદીના ઉતરાર્ધમાં હળવદના પાદરમાં ૩૭૫થી વધુ પાળીયાઓ મોજુદ છે અને આવા હળવદના મરદ પાછળ સતી થયેલી સ્ત્રીઓની ત્રણસોથી વધુ દેરીઓ આવેલી છે એ સતી સ્ત્રીઓને તેના કુટુંબીજનો દેવી ગણી આજે પણ તેની પૂજા કરે છે.

સિંદુરના કેશરીયા થાપાઓથી નાની-નાની ડેરીઓમાં કે ક્યાંક ખુલ્લા મેદાનમાં ઉભેલા આ પાળીયાઓ જોઇને ખરેખર આ ભૂમી વિશે ગૌરવ થઇ આવે છે અને હળવદનાં શુરાઓની મર્દાનગીને વંદન કરવાનું મન થાય છે.

શૂરવીરતાની ઐતિહાસીક વાતોથી ધબકતા હળવદ શહેરની ચારે-ચાર દિશાઓમાં જ્યાં નજર કરો ત્યાં પાળીયા તો છે જ પણ શહેરની ચારેય દિશાઓમાં શિવજીના શીખરબંધી પુરાણા શિવમંદિરો છે. ત્યારે શિવજી અને પાળીયા હળવદને ક્યારે પણ ઉની આંચ ન આવે તેમ રક્ષણ કરી રહ્યા છે. અંદાજે શહેરમાં પચાસથી વધુ શિવ મંદિરો છે.હળવદની ચારે દિશાઓમાં પાળીયા અને શિવજીનું રક્ષણ છે.

osho

ओशो 12 दिन अमेरिका की जेल में थे ना कोई आधार ना वारंट ना सबूत कुछ नही फिर भी राष्ट्रपति रोनाल्ड रीगन ने उन्हें जेल भिजवा दिया और कहा कि हम आपको बिना सबूतों के भी अंदर रखेंगे ट्रायल के रूप में और कहेंगे कि आपने देश विदेश से अपने शिष्यों को बिना वीजा के अमेरिका लाकर अमेरिकी कानून का उल्लंघन किया है। आपको ये साबित करने में कि आप निर्दोष हो 10 साल लग जायेंगे और तब तक आपका कम्यून आपके बिना नष्ट हो जायेगा या हम उसे तबाह कर देंगे और फिर हम आपको बाइज्जत आपके मुल्क भारत भेज देंगे।

वह ऐसा इसलिए कर रहा था क्योंकि ओशो का कम्यून 100 एकड़ से ज्यादा में फैला हुआ था उसमें खुद का airport हॉस्पिटल स्कूल कॉलेज सब था और वहाँ कोई भी मुद्रा नही चलती थी निःशुल्क था सब सभी राजनीति से हटकर अपना सुखी जीवन जी रहे थे लोगों की संख्या में लगातार बढ़ोत्तरी हो रही थी जिससे रोनाल्ड रीगन डर गया।
 
ओशो के शिष्यों को जब यह पता चला तो उन्होंने फूल भेजे जेल में भी और राष्ट्रपति भवन में भी जिस जेल में ओशो बंद थे वहाँ के जेलर ने अपनी आत्मकथा में लिखा है कि मैंने पहली बार देखा जब किसी असंवैधानिक गिरफ्तारी का विरोध बिना हिंसा या उग्र प्रदर्शन के हुआ हो उसने लिखा है कि वो 12 दिन मेरी जेल चर्च में बदल गई थी अमेरिका के कोने कोने से ढेरों फूल गुलदस्ते गमले आ रहे थे जब भी ओशो जेल से कोर्ट जाते लोग उन्हें फूल भेंट करते पूरा न्यायालय परिसर फूलों से भर गया था जज हैरान थे पूरे पुलिस कर्मी हैरान थे।

तब जजों ने ओशो से कहा हम सभी असामान्य रूप से चकित हैं हमने स्पेशल फोर्सेस बुलवा कर रखी थीं क्योंकि आपके शिष्य लाखों में हैं प्रदर्शन उग्र हो सकता था पर यहाँ तो सब उम्मीद के विपरीत हो रहा है यह कैसा विरोध है? तब ओशो ने कहा यही मेरी दी हुई शिक्षा है वो जैसा प्रदर्शन करेंगे असल में वह मुझे मेरे आचरण और मेरी शिक्षा को ही व्यक्त करेंगे।

ओशो ने भारत में रहते हुए इंदिरा नेहरू हिन्दू मुस्लिम ईसाई एवं अन्य सभी धर्मों में व्याप्त कुरीतियों का खुलेआम विरोध किया पर ना इंदिरा ने उन्हें जेल भेजा नाजे मोरारजी ने ना चरण सिंह ना नेहरू ना अन्य किसी ने क्योंकि सभी ये बात जानते थे कि ये आदमी इतना तर्कपूर्ण और अर्थपूर्ण है कि ये हमारे राजनैतिक शिकंजों में ना आ सकेगा ना हम इसका कभी विरोध कर सकेंगे क्योंकि हम आधारहीन हैं। और अंततः CIA ने थैलियम नाम का धीमा ज़हर देकर उन्हें मार दिया 1985 में देना देना शुरू किया और 5 सालों में 1990 में उनकी मृत्यु हो गई।

क्योंकि जिसका तुम जवाब नही दे सकते उसे मारना ही बेहतर लगता है लेकिन शिष्यों ने तो फिर भी कोई विरोध नही किया नाच गाकर नृत्य में डूबकर ओशो को विदा किया कोई रोया नही ना किसी ने किसी पर दोषारोपण किया ना कोई विरोध ना चक्काजाम ना लोग मरे ना शहर जलाए गए। एक गुरु को इससे अधिक क्या चाहिए शिष्य ही गुरु का प्रतिबिंब होते हैं जैसा शिष्य करेंगे दरअसल वही गुरु की दी हुई शिक्षा होगी

વિક્રમાદિત્ય

આ એ રાજા છે જેને ઇતિહાસ ભૂલી ગયો છે.જેમણે ભારતને બનાવ્યું." સોને કી ચીડિયા ".

ભારતનાં ઇતિહાસમાં એવું ઘણું બધુ છૂટી ગયું છે .જેને લોકો ક્યારેય જાણી નહીં શકે.કારણકે આમનાં સન્માનમાં બહુ ઓછી જગ્યાએ વર્ણન કર્યુ છે.એ બાબતમાં આપણે કહી શકીએ કે આ બહુ શરમજનક વાત છે.કે જેણે દેશને " સોને કી ચીડિયા " બનાવ્યું. 

આઓ આ બાબતે આજે એમના વિશે કંઈક જાણીએ અને લોકોને જણાવીએ.

આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે લોકોને બહુ ઓછા લોકોને ગ્યાન હશે.આમના જ શાસનકાળમાં ભારત " સોને કી ચિડીયા "બન્યુ હતુ .આ કાળ દેશનો સુવર્ણકાળ માનવામાં આવે છે.

મહારાજ વિક્રમાદિત્ય કોણ હતાં:-

આગળ રાજા ભરથરીના ઇતિહાસમાં આપણે જોઇ ગયા તેમ ઉજ્જૈનના રાજા ગન્ધર્વસેનનું રાજ હતુ.એમને ત્રણ સંતાનો હતા જેમાં પ્રથમ દિકરી મેનાવતી હતાં,બીજા નંબરમાં રાજા ભરથરી અને સૌથી નાના હતાં વિક્રમાદિત્ય. બહેન મેનાવતીનાં લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યા.જેમનાથી એક છોકરો થયો જેનું નામ હતુ " ગોપીચંદ ".આગળ જઈને ગોપીચંદે શ્રી જ્વાલેન્દરનાથથી યોગદિક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયાં હતાં.એ પછી માતા મેનાવતીએ પણ ગુરુ ગોરખનાથજીથી દિક્ષા લઈ લીધી.
આમ ગંધર્વસેનનાં જ્યેષ્ઠપુત્ર હતા ભરથરી તેથી ભરથરીને રાજગાદી સોંપવામાં આવી.રાજા ભરથરી પોતાની રાણી પિંગળાના વિશ્વાસઘાતથી તેમણે પણ રાજપાટ નાના ભાઇ વિક્રમાદિત્યને આપી ગુરુ ગોરખનાથથી યોગદિક્ષા લઈ લીધી.તેમ રાજા વિક્રમાદિત્યે ગુરુ ગોરખનાથ પાસેથી " યોગદિક્ષા " નહીં પરંતુ " ગુરુદિક્ષા " લઈને રાજપાટ સંભાળી લીધો જેના કારણે સનાતન ધર્મની રક્ષા થઈ શકી છે.

રાજા વિક્રમાદિત્યને તે સમયે બહુજ પરાક્રમી,બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે માનવામાં આવતા.રાજા વિક્રમાદિત્ય પોતાનું શાસન ખૂબ સુઆયોજીત રીતે ચલાવતાં હતાં. તેમના શાસનકાળમાં ભારતનું કાપડ વિદેશી વહેપારીઓ સોનાનાં વજનથી ખરીદતાં હતાં.આમ વિક્રમાદિત્યની વેપારનીતિથી ભારતમાં એટલું સોનુ આવ્યું કે ભારતમાં સોનાનાં સિક્કા ચલણમાં ચાલતા હતાં.એવી એમની વેપારનીતિ હતી.અને પ્રજા પ્રત્યેનુ પોતાનુ સમર્પણ.એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતાં.ન્યાય,રાજ,પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતાં હતા.વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

રાજા વિક્રમાદિત્યને યાદ કરવાં કેમ જરુરી છે :-

આજ ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજ વિક્રમાદિત્યના કારણેજ અસ્તિત્વમાં છે.ચક્રવર્તી અશોક સમ્રાટના(મૌર્ય) એ બુદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.અને બુદ્ધધર્મ અપનાવી લીધા પછી સમ્રાટ અશોકે આશરે ૨૫ વર્ષ રાજ કર્યા બાદ ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો.

જે સમયે રાજા ભરથરીનું રાજ ચાલતુ અને પિંગળાના મોહમાં રાજપાટ પર ધ્યાન નહીં હોવાથી તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ના આપ્યુ. કદાચ જ કોઇને ખબર હશે કે રામાયણ અને મહાભારતનાં ગ્રંથો ખોવાઈ ગયા હતા.અથવા એવું કહી શકાય કે બૌદ્ધધર્મના લીધે કોઇકે ગાયબ કરી દીધા હતાં.મહારાજ વિક્રમાદિત્યએ આ ગ્રંથોની શોધખોળ ચાલુ કરાવી અને શોધી કાઢ્યા આ ગ્રંથોને પોતાના જ રાજગ્રંથાલયમાં સ્થાપિત કરાવ્યાં.અને નિશ્ચય કર્યો કે ભગવાન રામની જેમ રાજ ચલાવવું .તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવનાં મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી.

મહારાજ વિક્રમાદિત્યના ૯ રત્નોમાંના એક એવા કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી " અભિગ્યાન શાકુન્તલમ્ " નામનો ગ્રંથ લખ્યો.જેમાં મહાન ભારતનો ઇતિહાસ વર્ણવ્યો નહીંતર ભારતના ઇતિહાસની વાત તો દૂર પણ આજે આપણે ભગવાન રામ અને ક્રુષ્ણને પણ ખોઇ બેઠા હોત.અને આમ આપણી સંસ્કૃતિની રક્ષા થઈ.
મહારાજ વિક્રમાદિત્યએ ઘણાં ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઊભા હતાં.આમ પોતાના આ સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી.જેમાં આજે આપણે હિન્દુધર્મમાં જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે.હિન્દી સંવત્સર, વાર, તિથિ, રાશિ,નક્ષત્ર અને ગોચર જે આપણે આજે પંચાંગમાં સહેલાઈથી જોઇ શકીએ છીએ જે લુપ્ત થવાની તૈયારીમાં હતાં તેને પોતાના સંરક્ષણમાં લઈ લીધા.

આટલા સક્ષમ અને શક્તિશાળી રાજા વિક્રમાદિત્ય પરમારનાં વિશે આજે આપણે કંઈ જાણતાં જ નથી.લોકોને માહિતગાર કરો અને આપણો ઇતિહાસ આપણી પેઢીને બતાવો,વંચાવો અને અમલ કરાવો કારણ કે જે સભ્યતા પોતાના ઇતિહાસને નથી જાણતી તે ઇતિહાસ નથી બનાવી શકતી અને નષ્ટ થઈ જાય છે.

ગુરુવાર, 4 નવેમ્બર, 2021

શુભ દિપાવલી

🔥

દિવડાની જ્યોત હવે ક્યાં લગી તરવળશે,
ભીતરથી ઝળહળવાની વાત છે દિવાળી.

શુભ દિવાળી💐🤝🏻

બુધવાર, 3 નવેમ્બર, 2021

આઈ સોનબાઈ માં

કાળી અંધારી કાંઈ સૂઝે નહીં, એવી વર્ણ માથે પડી રાત;
જાગતી જ્યોતું મઢડા ટીંબે, આઈ ઊગી પ્રભાત
લાખ હર લોબડિયાળી, ભજું તુંને ભેડિયાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી

ચારણોનાં સત છૂટવા લાગ્યા, ને પાપે કર્યો પેસાર;
કારવાં સામા કળિયુગ સામે, સિંહ સમો એ હુંકાર
ઊભી આખા જુગ ને ખાળી, પોતાવટ પાળવાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી  

મઢડા ટીંબે નોતર્યા માડી, ચારણો શાખ પ્રશાખ;
રજ ઊડી અને આભ ઢંકાણું, એની સૂરજ પૂરે છે શાખ
ઉગમણા ઓરડાવાળી, ભજું તુંને ભેડિયાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી

કાગ બાપુ

કવિ કાગ ને ભગતબાપુ નામ કેવી રીતે મળ્યું તેનો એક પ્રસંગ..
આઈમા સોનલમાને કાને ઊડતી ઊડતી વાત આવી કે,
કવિ કાગ એમના ઘરેથી—એમનાં પત્નીને
બોલાવતા નથી.
સોનલમાને મનમાં ખૂબ જ રીસ ચડી કે
‘આંગણિયાં પૂછીને
કોઈ આવે રે આવકારો મીઠો આપજે…!’ જેવા રૂડા સંસ્કાર,
સભ્યતા, સંસ્કૃતિ અને સમજણનાં ભજનો, ગીતો, દુહા-છંદને
સમાજ-સાહિત્યને ચરણે ધરનારો લોકકવિ- લોકગાયક
દુલા ભાયા કાગ એમના પારિવારિક
જીવનમાં પોતાના ધર્મપત્ની સાથે આવું
અન્યાયી વલણ
કાં અપનાવે..? રેડિયો ઉપર ‘ગાતા સરવણ’નો ગાયક,
લોકરામાયણનો જાણતલ આવડી મોટી ભૂલ
કાં અદરી બેઠો…? આવો હળહળતો અન્યાય…?
રામભાઇ
કાગ જેવો પનોતો પુત્રરત્ન દેનારી એમની જીવન-
સંગિનીને જાતી ઉંમરે કેમ તરછોડી હશે?
એ સમયે સમગ્ર ચારણસમાજના સાડા ત્રણ
પહાડા (વિભાગો)ના એકીકરણનો મંત્ર લઈને
સમાજોત્થાન માટે લોબડિયાળી આઈ સોનબાઈ
નીકળેલાં … ‘ ચારણ એક ધારણ’ ‘કન્યા કેળવણી’ અને
‘સમાજમાંથી વ્યસન નાબૂદી’-આવાં ત્રણ વ્રતનું ત્રિશૂળ
મનમાં ધારીને આઈમા સોનલમા ગુજરાત, કચ્છ,
કાઠિયાવાડમાં ચારણોના નેસડે નેસડે—ગામોગામ
ઘૂમી રહ્યાં હતાં તે વખતની આ સત્ય ઘટના છે.
પૂજ્ય આઈમા સોનબાઈની સાથે કવિકાગ, પિંગળશીપાયક,
નવરંગપુરાવાળા સામંતસંગ બાપુ વરસડા વગેરે
પૂરા સહયોગથી સમર્થનમાં જોડાયેલા હતા., તે
સમયની આ વાત છે.
આઈમા સોનલ આઈ એટલે કર્મઠ સમાજ સેવિકા… ન ધૂણવું, ન
પરચા બતાવવા , ન ખોટા ઠઠારા કે ન ચમત્કાર … બસ
માત્ર ને માત્ર સાદગીભર્યા જીવનથી ઋષિ અને
કૃષિ સંસ્કૃતિનું જતન કરીને ગૌરવવંત ચારણ સમાજનું નવ
ઉત્થાન કરવું. આઝાદી કાળના બીબામાં,
લોકજાગૃતિના માહોલમાં ચારણને ચરિતાર્થ
કરી સ્થાપવો. આવાં નેકટેક ધારી આઈ મા ગરીબ-
નેહાઈ
ચારણો ઉપર ખૂબ ભાવ રાખતાં.
આવાં આઈમાને અજંપો જાગ્યો કે દુલો કાગ આવું બેધારું જીવન
શીદને જીવતો હશે? એનું તો જીવન ને કવન એક
હોય ! પણ,
ક્યારે મજાદર જવાનું થાય…? અને ખરી હકીકત જાણું…
એવે
તાતેટાણે જ સામાજિક કામ અર્થે આઈમાને મજાદર –
કવિ કાગના ગામ જવાનું થયું. કવિ કાગનાં પત્નીને
એકાંતમાં મળ્યાં અને હકીકત જાણી . ‘હા, માડી હા, સાવ
સાચી વાત જાણી છે… કવિરાજ મારી સાથે
બોલતા તો નથી પણ મને આડી ઊતરવા દેતા પણ
નથી, અને
બોલવાનાં તો જાણે કે નીમ લીધાં છે?…
આઈમાએ નિશ્ચય કર્યો કે કવિ દુલા કાગના મોઢેથી જ આ
વાતનો ખુલાસો કરી લેવો.કવિ કાગ આઈમાને મળ્યા ને
સોનલમાની બિરદાવલી શરૂ કરી… .
‘બ્રહ્મચારિણી રે..ભેળિયા વાળી રે…સતવ્રત
ધારિણી રે… આઈ સોનબાઈ તારાં ભામણાં..!’’આઈમાએ
આંખનો ભાવ બદલ્યો ને કીધું કે, ‘બસ કરો કવિરાજ…
રે’વા દ્યો, ખોટાં વખાણ કરો મા..? તમે મહાન
કવિ તો છો જ પણ વ્યવહારે ભૂલા કાં પડ્યા…?
ખુલાસો કરો કે મને જે હકીકત મળી છે તે સાચી છે કે
ખોટી…?’
મા બોલ્યાં… ‘કવિરાજ તમે તમારા ઘરેથી આઈને
બોલાવતા નથી એ વાત ખુદ
તમારાં ધર્મપત્ની પાસેથી જાણી છે..
એનો ખુલાસો કરો… ’કવિ કાગને
ચેતા તો પો’ગી ગયો’તો.. માના સન્મુખ બેસીને એ મહાન
ચારણ કવિએ ખુલાસો કર્યો કે, ‘હે મા, તું તો ઘટઘટના ભવ
ઘાટ જાણનારી છે… તારી સન્મુખ અસત્ય શા માટે
બોલવું..? વાત સાચી છે… અમારે બે માણસને મળવાની કે
બોલવાની મજા હવે મરી ગઈ છે.
હે મા, મારા ઘરમાં દીકરી દુખાઈને આવી છે
દુખાણેલી દીકરી ફરતી હોય
(વિધવા દીકરી) અને હું
મારાં ઘરવાળાં હારે સાંસારિક વાત કરતો ભૂંડો લાગું…?
એટલે માડી, મારી દીકરી દુ:ખાઈને પિયર
આવી તંયનાં મેં
નીમ લીધાં છે કે હવે આજીવન બ્રહ્મચારી થઈ
ભજનના ભરોસે જીવતર પૂરું કરવું છે.’
આઈમા કવિ દુલા ભાયા કાગની ઝીણવટભરી,
પૂરી સમજણ
ભરેલી નેક ટેકની વાત જણીને દંગ
રહી ગયાં.માએ
ખમકારો કર્યો કે, ‘કાગ, રંગ ચારણ કવિ… બાપ તને રંગ
હો… ઝાઝા રંગ હો.. તારી સમજણને .બાપ
સૌ મરજાદી ચારણ સમાજ વતી ઝાઝેરા રંગ દઉં છું … તું
તો બાપ, હવે ખરા અરથમાં ભગત બની ગયો… તુને
દુલાકાગ.. તુને તો ભગતબાપુ કે’વો પડે… બાપ… ધન્ય છે
બાપ તારી સમજણને .. ધન્ય છે બાપ તને જનમ
દેનારી મા ધાનબાઈમા
અને તે દિ’થી સૌ લોકો કવિ દુલા ભાયા કાગને આઈમાએ
આપેલ ‘ભગતબાપુ’ના હુલામણા નામે ઓળખતા બોલાવતા થયા..
જય માતાજી

વિસરાતી સંસ્કૃતિ

જીવનનો આવો પણ રાગ હતો
પાંચ છ દાયકા પહેલા નુ ગામડું 
➖➖➖➖➖🕉️➖➖➖➖➖
પાં ચ છ દાયકા પૂર્વે ગામમાં રેડિયો ભાગ્યે જ જોવા મળતો. સાયકલ પણ નહિ, દવાખાના માટે બીજે ગામ ચાલીને જવું પડતું. ઘંટી અને કરિયાણાની દુકાન પણ ના હોય, હટાણું કરવાય બીજે ગામ ચાલતા જતા. શહેરમાં ઘોડાગાડીનો જમાનો હતો- મુંબઇ ઉત્તર ગુજરાતીઓને પરદેશ જેવું લાગતું. મુંબઇમાં મજૂરી કરવા ગયેલા લોકો માળામાં રહે. એ માળામાં ઘણાં કુટુમ્બો સાથે રહેતા. કુટુમ્બમેળો જામે. બૈરાં ચાલીમાં ભેગાં થઇ ગામગપાટા મારે. શાક સમારે. ગાજ-બટન કરે કે ફાટેલાં કપડાં હાથથી સાંધે.

ગામમાંય મજૂરી જ કરવાની. વરસાદી ખેતી. બધો આધાર આકાશ ઉપર. શ્રમનો મહિમા. હાડકાં હલાવવાં પડે. મજૂરી કરવી પડે. નહિ તો રોટલો આઘો રહે. તાવ આવે તો તુલસીના ઉકાળે જતો રહેતો. હાથેપગે શરીરે નાનું મોટું વાગે તો હળદર ચોપડી દેવાતી. ગુવારનું પાન લસોટી ચોપડી દેવાતું. સ્ત્રીઓની સુવાવડો ઘરે જ થતી, સુવાવડ કરાવનારી દાયણને દૈયણ કહેવામાં આવતી.

મોટા ભાગે કેસ સફળ થઇ જતા. શાક પાંદડું દાણાથી ખરીદવાનું રહેતું. સાટે - હાટે મળે એટલે દાણાની તુલનામાં શાક બરાબર વેચાય... વજન શેર - બશેરમાં હતું. અડધી ના વેચાય તો અડધા દાણા કાઢી લે પછી શાક તોલાય.. ખાંડ-મોરસ કહેવાતી એનું ચલણ ઓછું. ગૉળ જ ઘરના કેન્દ્રમાં. ગૉળનું દડબું ચોકલેટ, બિસ્કીટ જે ગણો તે.. ગોળની કાંકરીથી રડતું છોકરું છાનું રહી જતું.

ગૉળની કાંકરીથી સારા સમાચાર સાંભળી મોં મીઠુ કરાવાતું. છોકરો પાસ થાય તો ગોળ વ્હેંચતા.. ધરમી માણસના મૃત્યુ પછી ગામ જમતું. નિશાળ જમાડાતી.. બ્રાહ્મણો જમતા.. નાત જમતી.. કોક જીવતચરાય કરતું... છોકરાને નિશાળે મૂકવા જવાનોય મહિમા. ગૉળધાણા વ્હેંચાય. નિશાળમાંય ગૉળ વ્હેંચાય.. તાર આવે તો ફાળ પડી જતી. ટપાલનુંય કુતૂહલ.

ત્યારે સરેરાશ માણસોની કમાણી ટૂંકી.. રૂપિયો ગાલ્લાના પૈડા જેવો લાગે. લોકો સાદુ જીવે.. સાદુ ખાય. જરૂરિયાતોય ઓછી. બે જોડ કપડાં તો ઘણાં ગણાય. કમાણી નહિવત હોય એટલે ખરચો કરવાની બધાની હિંમત નહિ. દેવું થવાનો ડર લાગે. મોજશોખ મર્યાદિત પણ દિલ મોટાં. રોજ સવાર પડે ને આંગણે અભ્યાગતો આવે. માગનારા હોય જ.

બ્રાહ્મણ આવે. પૂજારી આવે. ડોસાં ડગરાંય આવે.. છોકરાંને કૂખમાં લઇ બાઇઓય આવે. સાધુ બ્રાહ્મણ આવે સંન્યાસી પણ હોય. તિથિ વાર બોલે.. આશિષ આપે.. હાથની રેખાઓ જુએ.. સાચી પડે કે ના પડે બોલે રાખે.. ભાગ્યશાળીને બદલે ભાયગશાળી છે એમ જ કહે.. એકાદશી, પૂનમે ખાસ આવે.. પુણ્ય કમાવાની ટેલ નાખે.. ખભે ઝોળી હોય એ ઝોળીમાં આટો નાખે. બાજરી-ઘઉનો આટો જુદો રાખે. ક્યારેક ભૂલથી ભેગોય થઇ જાય. દાણા આપીએ તો અલગ રાખે. દર બુધવારે કરવા.. 'દીવો આપો' એમ કહે એટલે ઘી આપવાનું રહેતું. ક્યારેક ઘુઘરિયાળો બાવો ટન ટન ટન ટન ઘુઘરો વગાડતો આવે. પગ ઊંચા નીચા કર્યા કરે.. અવાજ ચાલુ ને ચાલુ રહે એમ એના પગ નર્તન કર્યા જ કરે- શરીર ઉપર રાખ ચોળી હોય એક પંચિયું હોય.

બસ ઘુઘરો કમરે બાંધી બે પગ વચ્ચે સરકે - ખખડે - રણકે. તેલિયો બાવો તેલ લઇ જાય. ટોકરિયો બાવો હાથમાં કમંડળ રાખતો. એ કમંડળમાં લોટ લઇ લેતો. કાવડ લઇને પણ કોઇ બાવો આવે.. કાવડ શ્રવણ લઇને ફરતો હતો.. એમાં માબાપને બેસાડી જાતરા કરાવેલી.. એ કાવડનો અર્થ એ બાવાની કાવડમાંથી જાણવા મળતો. કોઇક સાધુ સાકરિયા આપે. છોકરાં સાકરિયાની લાલચે તેની પાછળ પાછળ ગામમાં ફરે.

ઘરે ઘરે રોટલા ચૂલે થાય ત્યારે પ્રથમ ચાનકી તો કૂતરાની થતી. ગાય માટે 'ગૌગ્રાસ' કરવાનો - કાઢવાનો પણ રિવાજ. ખાધા પહેલાં ધૂપ કરવાનો. નાળમાં દેવતા લઇ ઉપર ભાત-ગોળ-ઘી ધરાવવાનાં... અગ્નિદેવને પહોંચાડવાની આવી પ્રથા હતી. ઘરે ઘરે આવા યજ્ઞાો થતા. 

લાજમર્યાદા અને મોભાવભાનો એ વખત હતો. મલાજો જળવાતો.. હદબહાર કોઇ જતું નહિ.. વડીલ સામે અમુક હદથી વધારે ના બોલાય. સાધુ સામે જિદ ના કરાય.. મોટાઓની સામે ના બોલાય. ગુરુને અને મોટાંને પગે લગાય.. સાસુ-સસરાની આગળ મોં ખુલ્લુ ન રખાય. માભામાં રહેવાય. સ્ત્રીથી મરજાદ સચવાય. વડીલોની હાજરીમાં ઘરવાળા સામે જીભાજોડી ના થાય. એની લાજ પણ કાઢવી પડે. પુરુષોની હાજરીમાં મોટે અવાજે ના બોલાય. ઘરમાંય માથેથી સાડીનો છેડો હેઠે ના પડે એ સાચવવું પડતું.

વખતસર રસોઇ કરવી પડે અને ભાયડા ઘરમાં વસ્તુ લાવે ના લાવે તો કોઇને કોઇ રીતે સ્ત્રીઓ ઘર સાચવી લેતી. કૂવેથી પાણી ખેંચવું પડે... ગાળીને પીવાનું.. માટલા માથે ઉપાડી પાણી પાણિયારે લવાતું... આજે તો ઉપર લખેલું કોઇને ખોટુ કે વધારે પડતું ય લાગે, પણ પાંચ દાયકા પૂર્વે આ જ જીવન હતું

મંગળવાર, 2 નવેમ્બર, 2021

"ખોટી ખુશી"

* "ખોટી ખુશી"*
           એક વખત એક હાથીનું શરીર નદીમાં ધોવાઇ રહ્યું હતું. જ્યારે કાગડાએ શબ જોયું, તે ખુશ થયો, તરત જ તેના પર બેસી ગયો. પૂરતું માંસ ખાધું. નદીનું પાણી પીધું. કાગડો, અહીં અને ત્યાં તે શબ પર કૂદકો મારતો, પરમ સંતોષ સાથે દફનાવ્યો.
           તેણે વિચાર્યું, આહા! આ એક ખૂબ જ સુંદર વાહન છે, અહીં ખોરાક અને પાણીની કોઈ અછત નથી. તો પછી હું તેને કેમ છોડીને બીજે ભટકું? નદીના કાંઠે વહેતા શબ ઉપર કાગડો ઘણા દિવસો સુધી ગર્જના કરતો રહ્યો. જ્યારે તેને ભૂખ લાગતી ત્યારે તે શબને ભંગાર કરીને ખાતો, અને જ્યારે તેને તરસ લાગતી ત્યારે તે નદીનું પાણી પીતો. અપાર જળસંચય, તેનો ઝડપી પ્રવાહ, કુદરતના સુંદર દ્રશ્યો દૂર કિનારે ફેલાયેલા - તે જોઈને તે સ્તબ્ધ થઈ ગયો.
           એક દિવસ નદી આખરે સમુદ્રમાં મળી. તેણીને આશીર્વાદ મળ્યો કે તેણીને તેનું લક્ષ્યસ્થાન મળી ગયું. તેમનું અંતિમ લક્ષ્ય સમુદ્રને મળવાનું હતું, પરંતુ તે દિવસે લક્ષ્ય વગરના કાગડાને મોટી કમનસીબી આવી. ચાર દિવસની મસ્તી તેને એવી જગ્યાએ લઈ આવી હતી જ્યાં ખોરાક, પીવાનું પાણી અને આશ્રય ન હતો. દરેક જગ્યાએ અમર્યાદિત, અનંત ખારા પાણી ડૂબતા હતા.
           થોડા દિવસો માટે કાગડો, થાકેલો અને ભૂખ્યો અને તરસ્યો, ચારે દિશામાં તેની પાંખો ફફડાવતો રહ્યો, તેની છીછરી અને કુટિલ ઉડાનથી ખોટો અભિમાન ફેલાવતો રહ્યો, પણ તે સમુદ્રનો છેડો જોઈ શક્યો નહીં. છેવટે, થાકેલા, દુ: ખથી ભરાઈને, તે સમુદ્રની સમાન ગગનચુંબી ઇમારતોમાં પડ્યો. એક વિશાળ મગર તેને ગળી ગયો.
           શારીરિક આનંદમાં વ્યસ્ત મનુષ્ય પણ તે જ કાગડાની જેમ આગળ વધે છે, જે ખોરાક અને આશ્રયને અંતિમ ગતિ માને છે અને અંતે અનંત વિશ્વના સમુદ્રમાં સમાપ્ત થાય છે.
           કોના માટે જીતવું, કોના માટે હારવું,
           જીવનભર આ ઝઘડો કોના માટે છે?
           જે આવ્યો છે તે એક દિવસ જશે,
           તો પછી આટલો ઘમંડ કોના માટે?

બળદ ની કહાની

નમસ્તે બળદ બોલ્યો : (બળદ ની કહાની, બળદ ની જુબાની )

એક રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો,
પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા...
હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો...
અને દબાતે અવાજે પુછ્યું.... કેમ છે ભેરૂબંધ......! ઘરે..બધા કેમ છે....?
 છોકરા શું કરે છે...?

આ વાત સાંભળી ને ખેડુત માલિક મુંજાણો... 
બધા મજામાં છે..
આટલું તો માંડ માંડ બોલી શક્યો...
બળદે કહ્યું કે મિત્ર.
 મુંજાતો નહિ...
ચાલ્યા રાખે.. 
જેવા મારા નસીબ...  

પણ જે દિવસે તું મને દૌરી ને અહીં અજાણી જગ્યા એ મૂકીને ને હાલતો થયો હતો ત્યારે જ મારે તને કહેવું હતું પણ પછી મને એમ થયું કે મેં તારો ચારો ખાધો હતો એ ચારો હજુ મારા દાંતમાં ચોટયો હતો અને ત્યારે તું મારો માલીક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો પણ આજે તું મારો માલિક નથી...
હવે મારો ખાલી મિત્ર જ છો એટલે મારે તારી સાથે બે વાતું કરવી છે.

મિત્ર ..સાંજે તારે ઘરે વાત થયી કે હવે બળદ ને ક્યાંક મોકળો મૂકી આવવો છે...
બસ ત્યારે આખી રાત મને નીંદર નહોતી આવી...
મને બહુ દુઃખ થયું કે આ આંગણે મારી આ આખરી રાત ...
હવે આ ઘરે મારા અન્નજળ પુરા થયા છે,
હું સવાર થવાની રાહ જોતો રહ્યો..
અને સવારે તું મને દૌરડે બાંધી ને હાલ્યો ત્યારે મારે એક એક ડગલું ભવના ફેરા જેવુ હતું.

..અરે...ભલા માણસ..15 ધર(ખેડ)નો નાતો તું આમ અચાનક કાં ભૂલી ગયો ?

ખેડુત બોલ્યો..એવું નથી..
પણ દુકાળ છે એટલે...
ચારા ની તંગી જેવું છે એટલે મિત્ર..

બળદે કહ્યું..
અરે મારા મિત્ર ચારા ની તંગી છે કે હું હવે તારા કામનો નથી રહ્યો..? 
તારે ઘરે ભગરી ભેંસો બાંધી છે એની ઓગઠ(એંઠવાડ)ખાઈ અને પાણી પિય ને હું દિવસો કાઢી નાંખત..

મિત્ર તને યાદ છે... તારે નળીયા વાળા મકાન હતા,તારી પરિસ્થિતિ સારી નહોતી,ત્યારે તારી હાલત જોઈને મને એમ થાતું કે ખેતીમાં વધુ મહેનત કરૂ,જેથી કરીને મારા માલીક ને સારી ઉપજ અને વધુ વળતર મળે.

તને પગભર કરવામાં માટે મેં મોટી મહેનત કરી, તારા ખેતરડા ખેડયા,પૃથ્વી પેટાળ પલટાવી નાખ્યા, મેં દિવસ રાત એક કરી દીધા હતા, પછી કાળીયા ઠાકર ની કૃપા થી અને આપણી મહેનત થી તારે મોટા મકાન બની ગયા,મોટરસાઇકલ અને કાર આવી ગયી બધું સારુ થયી ગયું,હું તારા પરિવાર ને સુખી જોય ને હરખાતો હતો પણ જે દિવસે તારે ઘરે મીની ટ્રેકટર આવ્યું....
બસ મને ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે....

મિત્ર...સાચું કહું તો હું બહુ દુઃખી છું...પેટ ભરવા માટે ક્યાંક સિમ કે શેઢે મોં નાખું ત્યાં તો લોકો પરાણાં (લાકડી)લઈને દૌટ મૂકે છે અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે,આ ઠોકરો ખાઈ ખાઈ ને હું થાકી ગયો છું,

મને બહુ અઘરું લાગે છે, અરે...ભલા માણસ હું ક્યાં હવે જાજુ જીવવા નો હતો,મારી કાયા ઘડપણે ઘેરાણી છે,અને હવે મારે જાજુ જીવવના અભરખા પણ નથી...

જેવા મારા ભાગ્ય..પણ મિત્ર હવે મારુ એક કામ કરજે..તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલ્લો છે ને... એ ખીલ્લા ને તું ઉપાડી નાંખજે કારણ કે કો'ક દિવસ એ મારા વાળા ખીલ્લે તું ભેંસો ને બાંધી ને લીલા ચારાના ખોળ કપાસીયાના બત્રીસ ભાતના ભોજન જમાંડિશ ને તો મારા આત્મા ને શાંતિ નહિ મળે..

બીજું ખાસ એ કે તારા છોકરાઓ ને મારી સાથે મજાક મસ્તી કરવના,મને ટીંગાઈ ને વળગી ને રમવાના હેવા(આદત)હતા તો છોકરાવ ને કહેજે કે ભેંસ સાથે એ આવા અખતરા(કોશિષ)ના કરે કારણ કે મારી "માં અને ભેંસ ની માં"ના સંસ્કારોમાં બહુ જ ફેર છે..

ક્યાંક લગાડી ના દયે એનું ધ્યાન રાખજો
ઘરે જઈ ને બધા ને મારી યાદી આપજે કહેજે કે આપણો ઇ બળદ મળ્યો હતો,અને બહુ જ ખુશ હતો અને મજામાં હતો.

મિત્ર...બીજું તો ઠીક પણ"રેઢિયાળ" નું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે,
ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત ને તો ભેરૂબંધ મને..અફસોસ ના થાત...

બળદ ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા..
હું....

આ ખેડુત અને બળદ ની વાતો સાંભળતો હતો.. તો મેં બળદ ને કહ્યું કે અહીં થી 5 કિમી દુર મારા ગામની ગૌશાળા છે ત્યાં ધીમે ધીમે પહોંચી જાવ તો ત્યાં ચારા-પાણી ની સગવડ મળી જશે..

બળદે મારી સામે ત્રાંસી આંખે જોયું અને કહ્યું..
ખોટી ચિંતા ના કરો..
હવે મારો મલક ભર્યો છે..
હું છું અને મારી ઝીંદગી છે.એમ કહી ને બળદ તેના ખેડુત માલીક સામે છેલ્લી નજર કરીને જુનાં સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે હાલી નીકળ્યો...

ઘેલુભાઇ આહીર ની કલમે, આજે રોડ ઉપર આ બળદો ને જોયા અને બસ લખવાનું મન થયું જેનું ખેડેલું ખાધું એના ગુણ ને ભુલી જનારાઓના આત્મા ને પ્રભુ શાંતિ આપે..

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...