રવિવાર, 3 ડિસેમ્બર, 2023

'' ફાનસ''

*ફાનસ*

આ ફાનસ નો પણ એક સમયે વટ હતો.
ઘર મા લગભગ ૩/૪ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, એક ઓસરી lએ, અને એક નવ પરણેતરને ઓરડે. બાકીના ડામચિયો હોય ત્યાં બધાની લાઇનમાં પથારી થઇ જાય. સૌ સુઇ જાય સન્નાટો લાગે એટલે ફુંક મારી ઓલવાય જાય. રસોડે પણ રસોઇ પૂરતું રખાતુ હોય સાંજના સમયે પણ બાકીના ફાનસો..... કેરોસીન અને વાટો બધાની ચેક કરી રખાતા. ફાનસ ના ગોળા રોજ સાંજે ચુલા ની રાખ થી સાફ થતા. ચકચકિત આરપાર ચહેરો દેખાય એવા.
ત્યારે મોંઘા લીકવીડ નોતા. બીગબઝાર પણ કયા હતી? છતા સારી સફાઇ થતી .
સ્ત્રીનુ રુટીન હતું સવારથી રાત સુધીનું .
છતા થાક હતો જ નહી.
ફાનસ ના આછા અજવાસમા ગભાણ મા ગાયો ભેંશો ને નીણ પણ નંખાતું .
ઓસરી એ પંગત પડે ત્યારે બે બાજુ એક એક ફાનસ ગોઠવતા. એ પ્રકાશ મા સરસ ઢીલી ખીચડી ઘી થી લસપસતી. કઢી હોય. રોટલા રોટલી, લોટવાળા મરચાં , કોઇ સરસ તેલ નીતરતું શાક. સ્વાદ વાળુ .
રાતનુ વાળુ થઇ જાય એટલે ફળીએ ફાનસ મુકી વાસણ ઉટકાઇ જાય. ખાટલા પર ઉધા મુકી દે એટલે નીતરી જતા. કાંસા ની થાળી , તાંસળી,લોટો એવા વાસણો હતા. નોનસ્ટીક એટલે શુ? એ કદાચ ડીક્ષનરી મા પણ આવ્યું નહી હોય 😄
કઢી હોય તો સુતી વખતે દુધ નો ગ્લાસ સૌ પોતપોતાના રુમ માં લઈ જાય. દુઘ ફરજીયાત પીવાનું જ એવું વડીલો કે'તા. દુધ પણ ફ્લેવર વગરનુ.
આ ફાનસના આછા પીળા પ્રકાશમા ભણતા એ આજ કયા ના કયા પહોંચી ગયા છે. સારુ ભણી ને....
ફાનસ કેટકેટલી સુંદર યાદો નુ સાક્ષી રહ્યું હશે.
આજ વરસાદ પડે, લાઇટ જાય ત્યારે ચાઇનીસ લાઇટો અંધા કરી દે એવી ઘરમાં આવી ગઇ છે. ઓટોમેટીક ચાલુ થઇ જાય પાછી..... 😄 ભુત ની જેમ આંખ અંજાય જાય તેવી જડુસ.
પણ સાચું કંઊ.... ફાનસ સાથે જીવવાની મજા હતી હો..... એ ફાનસના આછા અજવાળાં લનો પ્રેમ , એમાં રહેલી કુટુંબ ભાવના, ધીમો પ્રકાશ આંખો નું તેજ સાચવી રાખતો. મોતિયો તો લાડુ જ હોય એવી માત્ર ખબર હતી. આંખ મા હોય? એ જડુસ લાઇટો આવ્યા પછી ખબર પડી.😀😀😀👍.
ફાનસમા વાંચનારને શિક્ષક પણ સત્ય સાથે વિદ્યા દાન આપતા. ભણાવવાની રીત પણ ઠાવકી હતી, પીઢતા હતી! વિદ્યાર્થીઓ અને ટીચર વચ્ચે ની એક પૂજનીય વડીલ અને બાળક વચ્ચે ના સંબંધો ની સંસ્કારી રેખા હતી. જ્ઞાન આપનાર ને વંદનીય ગણાતુ. પણ હવેની આજ બદલાઇ છે. જે લખવા જેવુ રહ્યું નથી. 
ફાનસ માત્ર આછું અજવાળું નહી પણ ઠંડીમા હુંફ પણ આપતું . ઢોલિયાની બાજુમાં રાત આખી સળગે અને ઠંડી ઉડાડે. પાતળાં ગોદડાં ટાઢ જીલતાં.
મને ફાનસ ખુબ ગમતા. આજ પણ સાચવી ને રાખ્યા છે. આજ પણ લાઇટ જાય તો દિવા કરુ છુ. મીણબત્તી નહી હવે ફાનસ મળે છે પણ ડીઝાઇનમા આવવા લાગ્યા . અંદર જગમગતી વાટ નહી પણ બલ્બ ખોસી દીધા છે.
લોકો હવે જુની ભાત ઉપસાવવા નવી રીત અજવાળવા લાગ્યા . 
લાગે છે ફાનસ ને ભુલ્યા નથી. 
ભુલાય એવું પણ નથી આ ફાનસ.........

🙏💖🙏
*, આપણા વડવાઓની યાદ તાજી થઈ !*
-🙏🙏🙏

શુક્રવાર, 1 ડિસેમ્બર, 2023

રાંધણ છઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુરી, સક્કરપારા એ ય પાછા ખારા ને મીઠા બે-બે વેરાયટીના, ચેવડો, ચવાણું, તીખા ગાંઠિયા, સેવ આટલું તો હોય જ.  સાથે સાથે ઘરમાં જો બા-બાપા હોય તો મીઠી પુરી ને મીઠા થેપલા પણ બને. દાંત ના હોય એટલે તેમને ખાવામાં સહેલા પડે. આટલા ઉપર મોહનથાળ પાછો લટકા નો. 

મોટો તાવડો અને મોટો જારો ૨ દિવસ પહેલા ઘસી ઘસીને સાફ કરી લીધા હોય. તેલના ડબ્બા, ચણાનો લોટ, મેંદાનો લોટ, ઘી, ગોળ, ખાંડ  વગેરે ઓસરીના ખૂણામાં ગોઠવાઇ ગયું  હોય. તીખા ગાંઠીયા અને સેવનો  સંચો તો પાછો કોઈક પાસે જ હોય એટલે તેનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હોય. જેમની પાસે હોય તે પાછા એક વેંત ઉંચા હાલતાં હોય. એ સંચો હાથમા આપે ત્યારે 2 વાર બતાવે કે જો આ સેવ ને ગાઠીયાની જારી આમા છે એટલે ખોવાઇના જાય એ જોજો.એમની ભલામણ પણ સાચી હોય, કેટલા બધા ઘર વચ્ચે એક સંચો હોય ને જો કોઇ ખોઇ નાખે તો બધા રખડી પડે. 

બા, ભાભુ, કાકી અને મમ્મી તો સવાર પડતાની સાથે એક પછી એક લોટ બાંધવા લાગે. લોટ એ ય કિલોના હીસાબે. મોટો મોટા કુટુંબ હોય, દીકરી ને જમાઇને સાતમ આઠમ કરવા આવ્યા હોય એટલે quantity તો જોઈએ ને.
   
આટલી વેરાયટી અને જથ્થો બનાવતા હોય એટલે વચ્ચે કંઈક ઘટે પણ ખરી. કાઇ ઘટે એટલે છોકરાવને દોડાવે.. જા.. દુકાનેથી આ લેતો આવ અને એને કેજે ખાતે લખી લે. ૮-૧૦ વરસનો છોકરો હુકમ મળતાં જ થેલી ઉડાડતો જાય દીધે. જતા જતા પૂછતો ય જાય દુકાનેથી હું એક પીપર લવ? પુરીના અત્યાર સુધીના ઘાણવા સારા ઉતરયા હોય તો એના બા હા પડે અને જો કાઇક રસોઇમા ગડબડ થઇ હોય તો કે આ ઘરે આટલું રાંધીએ છીએ તોય તારે હજી પીપર ખાવી છે. જા કીધું એ લઇ આવ, ને જલ્દી આવજે ચોકમાં રમવા ના માંડતો. 

આ ઘર ઘરની કહાની જેવું હતું. સાતમ આઠમની રાહ તો હોય જ, સાથે સાથે રાંધણ છઠ્ઠની રાહ તો દાંત વાળા ને દાંત વગરના બધા જોતા હોય. ત્યારે વાર તહેવાર જ આવી રસોઈ બનતી. રાંધણ છઠ્ઠના દીવસે એટલું બધુ રાંધે કે આગળ ૧૫- ૨૦ દિવસ ચાલે.

આ બધુ ફકત ઘરના માટે જ બનતુ એવુ પણ નહોતુ. જો કોઈ સગાવહાલા ને થોડું નબળું હોય તો તેને ત્યાં પણ ડબ્બો ભરી ને મોકલી.  જેટલા માંગવા વાળા આવતા હોય તે બધા માટે પણ થોડું થોડું બને. 
સાતમ અને આઠમ વરસના આ બે જ દિવસો હોય જયારે ગામડાની મહિલાઓ રસોઈ કરવાની ના હોય . બાકીના ૩૬૩ એ દિવસ રાંધવાનું. હા , રાંધણ છઠ્ઠના દિવસે ૧૫ દિવસનુ રાંધે એ જુદું...

તમારા બચપણમા રાંધણ છઠ્ઠનો દિવસ કેવો હોતો? 


રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...