મોટો તાવડો અને મોટો જારો ૨ દિવસ પહેલા ઘસી ઘસીને સાફ કરી લીધા હોય. તેલના ડબ્બા, ચણાનો લોટ, મેંદાનો લોટ, ઘી, ગોળ, ખાંડ વગેરે ઓસરીના ખૂણામાં ગોઠવાઇ ગયું હોય. તીખા ગાંઠીયા અને સેવનો સંચો તો પાછો કોઈક પાસે જ હોય એટલે તેનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હોય. જેમની પાસે હોય તે પાછા એક વેંત ઉંચા હાલતાં હોય. એ સંચો હાથમા આપે ત્યારે 2 વાર બતાવે કે જો આ સેવ ને ગાઠીયાની જારી આમા છે એટલે ખોવાઇના જાય એ જોજો.એમની ભલામણ પણ સાચી હોય, કેટલા બધા ઘર વચ્ચે એક સંચો હોય ને જો કોઇ ખોઇ નાખે તો બધા રખડી પડે.
બા, ભાભુ, કાકી અને મમ્મી તો સવાર પડતાની સાથે એક પછી એક લોટ બાંધવા લાગે. લોટ એ ય કિલોના હીસાબે. મોટો મોટા કુટુંબ હોય, દીકરી ને જમાઇને સાતમ આઠમ કરવા આવ્યા હોય એટલે quantity તો જોઈએ ને.
આટલી વેરાયટી અને જથ્થો બનાવતા હોય એટલે વચ્ચે કંઈક ઘટે પણ ખરી. કાઇ ઘટે એટલે છોકરાવને દોડાવે.. જા.. દુકાનેથી આ લેતો આવ અને એને કેજે ખાતે લખી લે. ૮-૧૦ વરસનો છોકરો હુકમ મળતાં જ થેલી ઉડાડતો જાય દીધે. જતા જતા પૂછતો ય જાય દુકાનેથી હું એક પીપર લવ? પુરીના અત્યાર સુધીના ઘાણવા સારા ઉતરયા હોય તો એના બા હા પડે અને જો કાઇક રસોઇમા ગડબડ થઇ હોય તો કે આ ઘરે આટલું રાંધીએ છીએ તોય તારે હજી પીપર ખાવી છે. જા કીધું એ લઇ આવ, ને જલ્દી આવજે ચોકમાં રમવા ના માંડતો.
આ ઘર ઘરની કહાની જેવું હતું. સાતમ આઠમની રાહ તો હોય જ, સાથે સાથે રાંધણ છઠ્ઠની રાહ તો દાંત વાળા ને દાંત વગરના બધા જોતા હોય. ત્યારે વાર તહેવાર જ આવી રસોઈ બનતી. રાંધણ છઠ્ઠના દીવસે એટલું બધુ રાંધે કે આગળ ૧૫- ૨૦ દિવસ ચાલે.
આ બધુ ફકત ઘરના માટે જ બનતુ એવુ પણ નહોતુ. જો કોઈ સગાવહાલા ને થોડું નબળું હોય તો તેને ત્યાં પણ ડબ્બો ભરી ને મોકલી. જેટલા માંગવા વાળા આવતા હોય તે બધા માટે પણ થોડું થોડું બને.
સાતમ અને આઠમ વરસના આ બે જ દિવસો હોય જયારે ગામડાની મહિલાઓ રસોઈ કરવાની ના હોય . બાકીના ૩૬૩ એ દિવસ રાંધવાનું. હા , રાંધણ છઠ્ઠના દિવસે ૧૫ દિવસનુ રાંધે એ જુદું...એક આનંદ થાય કે અમે એ પેઢી છેલ્લી એ આનંદમય યુગ માં જીવ અને બાળપણ વ્યતીત કર્યું છે. આજના આ ફાસ્ટ ટેક્નોલોજી ઝડપી યુગ માં આપણે એક લાગણીસભર જીવન આનંદમય તહેવાર એક બિજા ને સુખ દુઃખ માં સાથે મળી ને તહેવાર ને એક યાદગાર પ્રસંગ બનાવતા આજે દેખાવ પાછળ એનો આનંદ નથી લઈ શકતાં માત્ર અન્યથી કંઈક અલગ દેખાવ કરવો અને મનોરંજન માધ્યમ બનાવવું એ આપણો તહેવાર બની ગયો બાકી ઈ ઉદારતા લાગણીસભર જીવન આપણાથી વિસરાય ગયું અન્ય પ્રત્યે ભાવના નથી રહી. મદદ કરી એ તો સેલ્ફી લઈ જાણે ઘણું બધું આપણા થી પુણ્ય નું કામ થયું હોય એવી રીતે હરખાય પણ સામેના વ્યક્તિ ના સ્વમાન ને ઠેસ પહોચાડી આપણે શું મળશે! મદદ તેવી રીતે કરો તેનું હતું અને તેને આપીને આનંદ વ્યતીત કરવો જોઈએ. પણ ઠેર હરી ઇચ્છા
તમારા બચપણમા રાંધણ છઠ્ઠનો દિવસ કેવો હોતો? _પરમાર ક્રિપાલ સિહ ખોડુભા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો