બુધવાર, 17 ઑગસ્ટ, 2022

બિજા ને ખુશ રાખવા

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં..એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો.
જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ રહેવું પડતું.આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતાં ..
દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાકબીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ સુધી પહોંચતી..
“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવછે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે…
“પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યુજોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા…
એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલએટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે કહેવામાં આવ્યુ.બારી પાસેનો પલંગ ખાલી પડયો!
થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટકરીને, બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક હાથની કોણી કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?
બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો? – જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!
નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમનેપ્રોત્સાહિત કરવા માગતો હતો!”
ઉપસંહાર:
બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ વહેંચવાથી અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!”આજ તો સૌગાદ છે તેથી જ તો તેને”Present” કહેવાય છે.
મિત્રો સાથે શેર કરો… તમે પણ ઓછામાં ઓછું એક જીવન તો બદલી જ શકો છો

શ્રીમદ્ ભગવદ્ગીતા

સત્ય જ્ઞાન ને સમજાવનારા શાસ્ત્રો અનેક છે .જેનો જિંદગીભર અઘ્યયન કરવામાં આવે તો પણ ખૂટે નહી .પ્રશ્ન એ થાય કે એવું કયું શાસ્ત્ર છે કે જેમાં ગુહ્ય છે ?અને આ ગુહ્ય શાસ્ત્ર માં સહુથી વધુ -અત્યંત ગુહ્ય શાસ્ત્ર કયું હશે?એવા અત્યંત ગુહ્ય શાસ્ત્ર માં એવું શું ગુહ્ય હશે?ગીતા અધ્યાય -૧૫ માં કૃષ્ણ કહેછે કે-આ પ્રમાણે અત્યંત ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું .જેને જાણવાથી મનુષ્ય બુદ્ધિમાન અને કૃત કુત્ય થાય છે.......................................................૨૦ આવું ચોખ્ખું લખ્યું છે.---અત્યંત ગુહ્ય શાસ્ત્ર -----અનેક બુદ્ધિજીવીઓ આ વાંચે છે.માત્ર ૨૦ શ્લોક નો આ અધ્યાય જયારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળકડકડાટ વાંચી જનાર માણસો જોવા મળતા હોય છે.દરરોજ નિત્ય પાઠ કરનાર પણ જોવા મળે છે.(માત્ર ૨૦ શ્લોકો જ છે ને?)આ પાઠ કરીને પણ તેને કેટલું સમજ્યા હશે તે બીજો પ્રશ્ન છે.પણ કોઈને એ પાઠ માં શું છે? તેની ઉત્કંઠા પણ ના થાય તેવા માનવી કરતા તોઆ પાઠ કરનાર બહેતર હશે.કમસે કમ કોઈક દિવસે તો તેના અર્થ ની તેમને ખબર પડશે જ ........મને એવું લાગે છે કે જગતની ઉત્પત્તિ વિષે નો સર્ગ સિધ્ધાંત (લીંક) જોથોડોક પણ સમજાયો હોય તો આ ગુહ્ય શાસ્ત્ર સમજવામાં સરળતા રહે .તો હવે એ અત્યંત ગુહ્ય શાસ્ત્ર શું હશે?તે વિષે થોડુંક જોઈએ .......જગત રૂપી પીપળાના વૃક્ષ ના મૂળ --ઉપર-- છે.અનેશાખાઓ ---નીચે --છે. તથા આ વૃક્ષ નો કદી પણ --નાશ -- થતો નથી.(અવિનાશી)એમ કહેવામાં આવે છે.વેદ ના છંદો (જુદી જુદી જાતના યજ્ઞો અને કર્મો)આ વૃક્ષ ના પાંદડા છે.જે માનવી આ વૃક્ષ ને (આ રહસ્યને )તત્વથી (મૂળ સહિત)જાણે છે તે વેદવેતા (જ્ઞાતા) છે........................................................૧ નોધ -અહીં સામાન્ય રીતે જયારે વૃક્ષ શબ્દ આપણે વાંચીએ ત્યારે જમોન પરનુંવૃક્ષ આપણી નજર સમક્ષ થઇ જાય છે.અને આ વૃક્ષ ના મૂળ ઉપર તરફ હોય છે તે કલ્પવાનું આપણે ભૂલી જઈએછીએ.અને શ્લોક ને સાચી રીતે સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ.આ જગત માં ક્ષર (નાશવંત) અને અક્ષર (અવિનાશી)બેજ પુરૂષ (પદાર્થ) છે.સર્વ ભૂતોને (પ્રાણી ઓ શરીરને) ક્ષર કહે છે. અનેકુટસ્થ ને (જીવાત્મા -માયાની ઉપાધી થી યુક્ત જીવ)અક્ષર કહે છે................................................................૧૬ ઉત્તમ પુરૂષ (પુરુષોત્તમ) આ બંનેથી (ક્ષર-અક્ષર) તો કોઈ જુદો જ છે.જે જગત માં પ્રવેશ કરીને (આકાશ ની જેમ)સર્વે નું ધારણ-પોષણ કરે છે.જેને પરમાત્મા-ઈશ્વર -અવિનાશી કહેવામાં આવે છે...............૧૭ અદભૂત આશ્ચર્ય તો એ છે કે કૃષ્ણ -પોતેઈશ્વર ની વ્યાખ્યા આપે છે.ગીતા ના દાખલા આપીને 
#_kk_parmar

મંગળવાર, 16 ઑગસ્ટ, 2022

મૃત્યું

जिस पल आपकी मृत्यु हो जाती है, 
उसी पल से आपकी पहचान एक "बॉडी" बन जाती है।
अरे
"बॉडी" लेकर आइये, 
"बॉडी" को उठाइये,
ऐसे शब्दो से आपको पूकारा जाता है, वे लोग भी आपको आपके नाम से नही पुकारते ,
जिन्हे प्रभावित करने के लिये आपने अपनी पूरी जिंदगी खर्च कर दी।

इसीलिए

जीवन में आने वाली हर चूनौती को स्वीकार  करें।......
अपनी पसंद की चीजों के लिये खर्चा करें।......
इतना हंसिये के पेट दर्द हो जाये।....

आप कितना भी बूरा नाचते हो ,
फिर भी नाचिये।......
उस खूशी को महसूस कीजिये।......
फोटोज् के लिये पागलों वाली पोज् दीजिये।......
बिलकुल छोटे बच्चे बन जाइये ।

क्योंकि मृत्यु जिंदगी का सबसे बड़ा लॉस नहीं है।
लॉस तो वो है 
के जिंदा होकर भी आपके अंदर जिंदगी जीने की आस खत्म हो चुकी है।.....

हर पल को खूशी से जीने को ही जिंदगी कहते है।
"जिंदगी है छोटी,पर" हर पल में खुश हूँ "काम में खुश हूं,"आराम में खुश हूँ ,

"आज पनीर नहीं," दाल में ही खुश हूं,
"आज गाड़ी नहीं," पैदल ही खुश हूं,

"दोस्तों का साथ नहीं," अकेला ही खुश हूं,
"आज कोई नाराज है," उसके इस अंदाज से ही खुश हूं,

"जिस को देख नहीं सकता," उसकी आवाज से ही खुश हूं 
 
धन्यवाद् 🙏🏻

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...