રવિવાર, 31 ઑક્ટોબર, 2021

સાયર કવી મેઘાણી

"ઘટોઘટ મેઘાણી"
ગાજે સમંદર નાં પાણી, ઘટોઘટ એમ મેઘાણી.
કાજળ ઘેરા કાળજમાં તેં તેજની જોઈ લકીર;
જુલમી નર માં માનવતાનાં, હૈડે દીઠાં હીર,
અંતરના લોઢ ઉછાળ્યા, સમંદર માં વિરડા ગાળ્યા.
સત ધરમ ને દીવડે પૂર્યા તેં, તન નીચોવીને તેલ;
ખંભે ખેંચી કાવડયું રાખી, જીવતી નાગરવેલ,
ખાતર થઈ ક્યારીયે ખૂંત્યો, ફોરમ થઈ ફૂલડે ફૂટ્યો.
વિરહઘેલી વાદળી રે ઘડીક, છજેલ ઘરનો ચુવક;
ઘાયલ શૂરની ઝોળી ઘડીક, પ્રીત બળેલી ખાખ,
કલમ તારી વેદના રોતી, જાણે મધરાત નીતરતી.
પ્રીતનાં કોમળ ભાવ દેખાડયા, જેવા ગંગાનાં નીર;
કરડાં મોઢા માલકાવ્યા તેં, તાણીને માર્યા તીર,
અને લેવરાવ્યા વિસામાં, ઊભાં જે કાળ ની સામા.
'દાદ' સતવાદી દીવડો બૂઝ્યો, આ ખાંડ માં દઈ ને પ્રકાશ,
ફૂલ ગયું પણ ફૂલડા કેરી, રહી ગઈ તેલમાં વાશ.
હીરાનો પારખું હૂતો, સાવજ સૌરાષ્ટ્રનો સૂતો.
(રચના કવિ શ્રી દાદ

શનિવાર, 30 ઑક્ટોબર, 2021

तुम किसी को अपनी अच्छाई का सर्टिफिकेट देने के लिए पैदा नहीं हुए हो, कोई व्यक्ति तुम में कमी देखकर अगर तुम्हारी निंदा करता है तो वह कोई विद्वान नहीं, दुनिया का सबसे बड़ा बेवकूफ इंसान है, जो अपना अमूल्य समय दूसरों का निरीक्षण करने में बर्बाद कर रहा है, वह मूर्ख नहीं जानता कि यह अमूल्य समय अपने रास्ते के कांटे हटाने के लिए है ना कि दूसरों के रास्ते के कांटे बीनने के लिए।तुमने सुना होगा हाथी जब चलता है तो कुत्ते अवश्य भोंकते हैं, कुत्तों को भौंकने दो और तुम अपनी मस्ती में बिना रुके अनवरत चलते चलो।आध्यात्मिक दृष्टि से समृद्ध व्यक्ति कभी दूसरों की निंदा नहीं करता दूसरों की थाली में सिर्फ भिखारी ही देखता है, जिसकी खुद की थाली खाली होती है वही दूसरों की थाली पर नजर गड़ाए रखता है।

तुम किसी को अपनी अच्छाई का सर्टिफिकेट देने के लिए पैदा नहीं हुए हो, कोई व्यक्ति तुम में कमी देखकर अगर तुम्हारी निंदा करता है तो वह कोई विद्वान नहीं, दुनिया का सबसे बड़ा बेवकूफ इंसान है, जो अपना अमूल्य समय दूसरों का निरीक्षण करने में बर्बाद कर रहा है, वह मूर्ख नहीं जानता कि यह अमूल्य समय अपने रास्ते के कांटे हटाने के लिए है ना कि दूसरों के रास्ते के कांटे बीनने के लिए।
तुमने सुना होगा हाथी जब चलता है तो कुत्ते अवश्य भोंकते हैं, कुत्तों को भौंकने दो और तुम अपनी मस्ती में बिना रुके अनवरत चलते चलो।
आध्यात्मिक दृष्टि से समृद्ध व्यक्ति कभी दूसरों की निंदा नहीं करता दूसरों की थाली में सिर्फ भिखारी ही देखता है, जिसकी खुद की थाली खाली होती है वही दूसरों की थाली पर नजर गड़ाए रखता है।

મોરાર સાહેબ

*મોરારસાહેબ-કૃત બારમાસી...*

*રાગ સંદેશાનો...*

*કહોને પવનસુત પ્રભુજી ક્યારે આવશે, અંતરજામી અજોધ્યાના રાય જો; જે દીન જાય હરિદર્શન વિના, તે દીન કલ્પ સમાન કહેવાય જો.*

*કારતકે કરૂણા હરિએ નવ કરી, નપટ વીસારી મેલ્યાં નીરાધાર જો; ગિરાને સુણીને ગજને ઉગારીઓ, ક્રમે અમારે કઠણ થયા કીરતાર જો. ||૧||*

*માગસરે મધુસુદન આણે મારગે, શાને નાવ્યા સુંદર વર ઘનશ્યામ જો; વાટલડી જોતા રે કહી દિન વહી ગયા, વાલા વીના નહી મનવિશ્રામ જો. ||૨||*

*પોશે આવો રે પુરવ પ્રીતું પાળવા, મુની સંગે જેમ પધાર્યા મહારાજ જો; પીનાક તોડીને પ્રભુ તમે પરણીયા, એ હેત રાખો અમ ઉપર આજ જો. ||૩||*

*મહામાસે રે મન મળવા કરે, અંગ આલીંગન લેવાને અકલાય જો; નેણાને સોહેરે નિરખવા નાથને, ચિત્ત અમારૂં ચરણકમલને ચહાય જો. ||૪||*

*ફાગણે ફાગ કેની સંગે ખેલીયે, વાલા વિના કાંઈ વાલો ન લાગે વસંત જો; ચોળી ને ચીર રે ચીત્તા જેમ પરજળે, તન આભુષણ તારૂણી તાપ તપંત જો. ||૫||*

*ચૈતરે ચૌદશ જોઉં વાટડી, રેન દીન રોતાં જોતાં જાય જો; માસ ખટ વીત્યા રે ખબરો નાવીયું, સ્થીર મન તે કેણી પેરે થાય જો. ||૬||*

*વૈશાખે વનમાળી કર્યા લઈ વાયદા, વિધાતાએ લખ્યા હશે વિજોગ જો. ||૭||*

*જેઠેને જીવન રે કેણી પેરે જાળવું, પાંજર ગળી ને રીયા છેક જ પ્રાણ જો; અવધની આશાએ અંતર રીયો આતમા, પિયુ વિના કાંઈ પલમાં કરે પ્રયાણ જો. ||૮||*

*અષાઢે ઈંદ્ર ઉમંગે આવીયો, વીધવીધ વરસ્યા વાયા સીતલ વાય જો; પૃથ્વિએ ચીર નીલાંબર પેરીયાં, તોએ નાવ્યા નગણગારા નાથ જો. ||૯||*

*શ્રાવણે સુરતેરે શિવજીને સેવીયા, વાચા પાડીને માગેલાં વરદાન જો; પ્રાણજીવન મળે તો જુગમાં જીવશું. નહિ તો પડજો પાપી પીંજર પ્રાણ જો. ||૧૦||*

*ભાદરવે ભક્તવત્સલ ભે ભાંગજો, અસુર મારીને કરજો અબલાનો ઓધાર જો; સુરનરના સંકટ છેદી પ્રભુજી સુખ કરો, જુગદીશ જુગમાં વરતાવો જેજેકારો જો. ||૧૧||*

*આસોએ આવો રે હરિ અમને તેડવા, અનુજ સહિત કંઈ અંતર આતમરામ જો; અવીચળ રાજ બીબીષણને આપીયે, ધર્મ પાળીને ચાલો અજોધ્યા ધામ જો. ||૧૨||*

*દીવાળીયે દુંદુભી દેવનાં વાગીયાં, સીતા વાળીને પધાર્યા શ્રી રામ જો; #મોરારના સ્વામી રે સહુ જનને મલ્યા, આનંદ વો અંતર હુવો આરામ જો. ||૧૩||*

#ૐતૂહી

શુક્રવાર, 29 ઑક્ટોબર, 2021

ભજન ની તાકાત

શ્રાવણ મહિના નીમીતે.....🙏

આ કોપી પેસ્ટ.

"સત્ય ધટના" - જે વાચીને તમે દંગ રહિ જશો, અત્યંત અદભૂત.......
આ ધટના ગામ ભાતેલ મા જુના જમાનામા બનેલી છે ભાતેલ ગામ આખુ જાડેજા દરબાર નુ છે, બાકિ બે-બે પાચ-પાચ ઘર બ્રાહમણ, લોહાણા, ભરવાડ, ખવાસ, દરજી, સુથાર, વાણંદ, સીદિ બાદશાહ, હરિજન તથા બેક ઘર જાડેજા ના ભાણેજુ નાં.
રેલમાર્ગે જામનગર થી દ્રારકા જતા જામ ખંભાળીયા પછે નુ પહેલુ સ્ટેશન ભાતેલ આવે છે (તે જમાના મા ખંભાળીયા પછે નુ પહેલુ સ્ટેશન વિરમદડ આવતુ જે ૧૯૯૬ બાદ રેલ્વે ડિપાર્ટમેન્ટે તદન રદ કરેલુ છે)
ભાતેલ ગામ તથા આજુબાજુના ગામો ની લોક વાયકા પ્રમાણે તથા ગામના ૯૦-૯૨ ની ઉંમર વટાવી ચુકેલા કે જે આ ધટના ના સાક્ષી છે તેમના મુખેથી સાંભળયા પ્રમાણે, આ વાત ૧૯૪૦ ની આસપાસ ની છે, તે સમયે બ્રોડગેજ રેલ્વેમા છુક છુકયા ( સ્ટીમ ) એંન્જીન ચાલતા, ભાતેલ ના રેલ્વેસ્ટેશન મા કાંન્તીલાલ સ્ટેશન માસ્ટર તરીકે ફરજ નીભાવતા જે હરીયાણા ના બ્રાહમણ હતા.
એકલા રેહતા એટલે નોકરી પુરી થાય અને ફ્રિ હોય એટલે ગામ મા લટાર મારવા નીકળી જતા ને સ્વાભાવના એકદમ સરળ અને શાંત એટલે ગ્રામજનો સાથે હળતામળતા ને વાતોચીતો કરતા, ગામ ની સ્કુલ અને ગૌ શાળા ની બાજુમા એક જુના નાનકડા ઓટલા ઉપર બીરાજમાન શિવ લીંગ, કાંન્તીલાલ શિવભકત પેહલેથીજ હતા, એટલે ત્યાથી નીકળતા ત્યારે દર્શન કરતા, ધીમે ધીમે આગળ વધતા સોમવાર તથા શ્રાવણ મહિના મા જલ તથા પુષ્પ ચડાવા લાગ્યા, ત્યાર પછે તે ઓટલા ને થોડુ કડિયા કામ વગેરે કરાવી થોડો વ્યવસ્થીત કર્યો, ગામલોકો તથા ગામના જુવાનીયા ઓ સાથે કાન્તીલાલ ને સારુ ભળે એટલે કાંન્તીલાલે લોકો ને દર સોમવારે રાત્રે શીવ મંદિરના ઓટલે સાથે મળી શિવ ધુન કરવા વાત કરી, ગામ લોકો ને વાત ગમી તે સહમત થયા એટલે બસ દર અઠવાડિયે શિવ ધુન ચાલુ થય ગય, ગામ ના નાના મોટા, જુવાન વડિલ સૌ શિવ ધુન મા આવે ને તબલા મંજીરા પેટી સાથે શિવ ધુન કરે. કયારેક તો સવારો સવાર ધુન ચાલે, સમય વિતવા લાગયો.
કયારેક એવુ બનતુ કે કાન્તીલાલ ની રાતપાળી હોય અને સોમવાર હોય, પણ એ જમાનામા નાઇટ મા બેક પેસેંન્જર ટ્રેન અને બેક માલગાડિ એમ ચારેક ટ્રેન નીકળે, તોય ધુનમા તો જતા પણ ટ્રેન ના ટાઇમ થાય એટલે વચ્ચે આવી ટ્રેન પાસ કરાવી જાય, આવુ તો પડે જ કારણ કે બંન્ને બાજુના સ્ટેશ નો ના માસ્તરો સાથે ફોન પર વાત કરવી પડે, વાત કરવાના મશીન માથી ટોકનગોળો કાઠવો પડે, ટોકન આપીએ તોજ ટ્રેન આગળ જાય તથા ટ્રેન ના આવા જાવાના ટાઇમીંગ સાથે મુખ્ય રજીસ્ટર મા સહિ વગેરે કરવુ જ પડે તેમા કોઇ બાંધ છોડ ના ચાલે.
એકવખત સોમવાર અને રાતપાળી બંન્ને સાથે, કાંન્તીલાલ તો જે નીયમ હતો એજ રીતે સમય થયો એટલે શિવધુન મા ગયા, તબલા મંજીરા સાથે ગામ ના જુવાનીયા ને વડિલો સાથે કાંન્તીલાલે શિવધુન ચાલુ કરી, પણ કુદરતી એ રાત્રે એવી તે ધુન લાગી અને એવા લીન થય ગયા ભોળાનાથ ની ધુન મા કે સમય નુ કોય જ ભાન ના રહયુ, વચ્ચે પોરો (બ્રેક) ખાવાનુ પણ નામ ના લ્યે, હવે બનયુ એવુ કે રાતપાળી વિશે ગામલોને પણ ખબર નય, પછે તો કાંન્તીલાલ ની સાથે સાથે બીજા પણ અનેક ભકતો ને ધુન લાગવા માંડી, આખી રાત જોરદાર ની શિવ શંકર ભોળાનાથ ની ધુન ચાલી ને સવાર કયારે પડિ કોયને કાય ખબર નય,
સવાર પડિ ને આછુ અંજવાળુ થયુ, ભકતો માથે થી ધુન ઉતરી ને ભકતો ખુબ ખુશ થયા કે આજ તો બવ મજા આવી અજવાળુ થય ગયુ, કાંન્તીલાલ પણ ધુન માથી બહાર આવ્યા, પરંતુ તેમના માટે આ અજવાળુ ખુબ જ ચિંતા જનક હતુ કારણ કે તે ભુલી ગયા હતા કે નોકરી ચાલુ છે,
પછે તો બસ ઈમાનદાર માણસ ને એટલે કાંન્તીલાલ પાણી પણ ના પીધુ ને હાફળા ફાફળા થતા દોટ મુકિ રેલ્વેસ્ટેશન પોહચ્યા ને પાછળ બધા ભકતો, જઇ ને જોયુ તો પોંઇન્ટમેન ને ઇ જેમ દરરોજ હોય તેમજ બેઠેલા ને, કાંન્તીલાલ ને અને ભકતો ને જોઇ પુછયુ કે સાહેબ શુ થયુ કેમ એટલા હાફો છો, તો કાંન્તીલાલે અને ભકતો એ ધુન વિશેની બધી વાત કરી, તો પોઇન્ટમેનો તો સામુ જોતા રહયા ને શુ કેહવુ કાય સમજી ના શકિઆ, તોય હિંમત કરી થોડિવાર પછે કિધુ કે સાહેબ તમારી કાઇક ગેરસમજ થાતી લાગે છે, રાત્રે તમે આવ્યા હતા ને બધુ જ કામ નીયમ પ્રમાણે જ કર્યુ હતુ અને પાકા રજીસ્ટર મા તમારી સહિ પણ છે. પણ ગામલોકો કહે સાહેબ તો આખી રાત અમારી સાથે ધુનમાજ હતા ને પોંઇન્ટમેન કહે સાહેબ આવ્યાતા, ભકતો કે પોઇન્ટમેનો એકબીજા ની વાત કોઇપણ માનવા તૈયાર ન હતા, એક જ માણસ બે જગ્યાએ કઇ રીતે હોય શકે પછે તો સવાર મા ગામ ભેગુ થયુ...
કાંન્તીલાલ બધુ જ સમજી ગયા અને બોલ્યા કે એક માણસ બે જગ્યાએ ના હોય શકે, હુ ધુન મા જ હતો પણ મારી નોકરી ઉપર આચ ના આવે એટલે મારો ભોળોનાથ મારુ રુપ ધારણ કરી મારી નોકરી કરવા આવ્યા હતા મારા શિવ શંકર ભોળાનાથ ને જો મારી નોકરી કરવા આવુ પડતુ હોય તો મારી નોકરી શુ કામની, આજથી અને અત્યારથીજ હુ નોકરી મુકુ છુ ત્યાર બાદ તેમણે નોકરી મુકિ સંન્યાસ લય અને આખુ જીવન ફકત શિવ ભકતિ જ કરી. અને તે શ્રી સ્વામી હરીહર કેહવાયા..
સાથે નોકરી કરતા પોંઇન્ટમેનો અફસોસ કરવા લાગ્યા કે અમારી સાથે દિ ના નાથે નોકરી કરી, અને અોળખી પણ ના શકિયા, એકવાર તો દર્શન આપવા તા પ્રભુ, પછે તેમણે પણ નોકરી સાથે શિવ ભકતિ તથા ધાર્મિક પુસ્તકોનુ અધ્યયન ખુબ જ કરીયુ..
પહેલી તસવીર એ શિવ મંદિર ની અને પાછળ નળીયા વાળો આશ્રમ જે શ્રી સ્વામી હરીહર અને ગામલોકોએ સાથે મળી વિ.સ.૧૯૯૬(1940) મા બંધાવેલ.
બીજી તસવીર મા શ્રી સ્વામી હરીહર ( કાંન્તીલાલ સ્ટેશન માસ્તર) જેમનો દેહવિલય પણ અહિજ થયો વિ.સ.૨૦૨૭(1971), 
દેહવિલય શ્રાવણવદ ૬ ના થયેલ એ જ દિવસે મંદિરે એક નાગા સાધુ આવેલ જે હરીહર બાપુના દેહ ને જયારે દ્રારકા દરીયા મા જળ સમાધી આપવા ગયા ત્યારે ગામ લોકો સાથે ટ્રક મા દ્રારકા આવેલ અને ત્યાર બાદ બોટ મા દરીયા મા પણ પાચેક કિમી અંદર આવેલ પરંતુ સમાધી ની વિધી પુરી થતા જ દરીયા મા જ બોટમાથી કયા અલોપ થય ગયેલ એ કોઇપણ ને ખબર નથી. ( દેહવિલય વખત ના અંતીમ દર્શન તથા જળ સમાધી વખત ના બંને ફોટો છે જે આવશે ત્યારે આ પેજ મા મુકવામા આવશે)
ત્રીજી તસવીર એ રેલ્વેસ્ટેશન ની જયા હરીહર બાપુ નોકરી કરતા. રેલ્વેસ્ટેશન ના દરવાજા ઉપર લગાવેલી શ્રી હરીહર બાપુ ની તસવીર.
ચોથી તસવીર મા રેલ્વેસ્ટેશન સજાવેલુ છે કેમ કે, હરીહર બાપુની યાદિ મા અવિતરત વર્ષો થી દરવરસે શ્રાવણ વદ ૬ ના રેલ્વે સ્ટાફ તથા ગામલોકો મળી સાંજે બટુકભોજન કરાવે છે અને આખી રાત સ્ટેશન પર ભજન ને શિવ ધુન કરવા મા આવે છે, રાજકોટ થી ઓખા સુધીનુ એકજ સ્ટેશન એવુ છે કે જયા દર વર્ષે પ્લેટફોર્મ પર ભજન અને શિવધુન બોલાય છે.
ચોથી તસવીર મા જુન-જુલાઇ૨૦૧૯ મા બાજુમા નવુ નિર્માણ કરવામા આવેલ સ્ટેશન..
પાચમી તસવીર શ્રી હરીહર સ્વામી બાપુની જે નવા બનાવવામાં આવેલ સ્ટેશન ની મેઇન ઓફિસ ના દરવાજા પાસે રાખવામા આવેલ છે જેથી સૌ કોઈ દર્શન કરી બાપુ ને યાદ કરી શકે.
આ ધટના શ્રાવણ મહિના મા દરેક છાપા, અખબાર મા ટુકાણ મા છાપવા મા આવે છે.
ભાતેલ રેલ્વેસ્ટેશને થી નીકળો ત્યારે જરુર થી સ્વામી હરીહર ને યાદ કરશો, કેમ કે તેમની ભકતિ થી પ્રભાવિત થય ભોળાનાથે આ સ્ટેશન ઉપર અમુક ઘળી નોકરી કરી છે,
ભોળાનાથ ની કાંન્તીલાલ ના નામે સહિ ( સીગનેચર) કરેલ રજીસ્ટર જે તે સમયે રાજકોલ રેલ્વેડિવીઝને યાદિ સ્વરુપે સંભારણા રુપે રાખેલ..
વેદ કે વાણી ન વર્ણી શકે,
બુધ્ધી બલિહારીની પાછી ફરે,
કાંન્તી તમ ચરણ નુ ધ્યાન ધરે,
હરીઓમ તણા ગુણ ગાયા કરે.
ૐ શ્રી હરીહર સ્વામી:
ૐ નમ:શિવાય..

હર હર મહાદેવ 🙏

જીવન અમુલ્ય છે

એકવાર હું બહાર ગામ ગયો ત્યાં એક કુતરો જોયો દુકાન નજીક માં હતી મને એમ થયું લાવ ને એક પારલે  બિસ્કિટ ખવડાવું મૈ પારલે બિસ્કિટ ખવડાવ્યું પછી એજ જગ્યાએ હું પાંચ છ મહિના બાદ નિકળ્યો ઘણી ભિડ હતી પણ ખબર નહી એને મારા બાઈક ના હોર્ન કે મને ઓળખી લિધો અને પાસે આવી જાણે કાંઈક પુર્વ જન્મ નો સંજોગ હોય એવું લાગે ક્યારેક કોઈ જીવ ને મળીએ  એક અબોલ જીવ જો એક અન્ન નો રુણ ના ભુલી શકતું હોય જ્યારે આપણે માણસ થય આખી જીંદગી આપણે જેનું અન્ન ખાધું હોય એના એક નાનકડી બાબત માં  ઝગડવું અને એના વિશે અનેકો ખરાબ શબ્દ ઉચ્ચારીયે એ શું યોગ્યતા કહેવાય કોઈપણ માણસ નો  જે દુઃખ માં ભાગ લિધો હોય એનો ઉપકાર ક્યારેય ના. ભુલવો જોઈએ જાનવર એમ ના કહેવું પડે તું જાનવર થા પણ માણસ ને કહેવું પડે ભાય તું માણસ થા માણસ બસ માણસ થય જાય તો ઘણું છે જેવો દેખાય છે એવો અંદર થી થય થાય. તો ઘણું છે. સારી સારી વાતો કરનાર એનું એવું આચરણ બની જાય તો ઘણું છે. ઈશ્વરે આપણા કર્મ અનુશાર આ પૃથ્વી પર મોકલ્યા ક્યાંય આપણે. પુણ્ય નહી પણ આગલા જન્મ નું એના પર રુણ પણ ચુકવતા હોઈએ એવું ના માની લેવું આપણે પુણ્ય કરીએ છીએ ક્યાંક ફરજ પણ નિભાવતા હોય છીએ . લિ _પરમાર ક્રિપાલ સિહ ખોડુભા 

ગુરુવાર, 28 ઑક્ટોબર, 2021

આજ પુછું તને પાળિયા રે....

અમે અમથા નથી ખોડાણા,
ખાંડા તણા ખેલ ખેલાણા
ધર્મ ધીંગાણે માથા મુકાણા,
એટલે અમે સિંદુરે રંગાણા
તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ.. અને ગામ ના પાદર માં આવા પાળિયા જુઓ તો દૂર થી પણ એક વાર એને નમસ્કાર કરજો કારણ એ અમસ્તા ત્યાં નથી ખોડવા મા આવ્યા એની પાછળ ભવ્ય ભૂતકાળ છે.. વતન માટે, પોતાના ગામ ની ગાયો માટે.. અને આ ઘાસ ખાય એ જ ગાયો નહીં ગામની બેન દીકરી (ગવતરી)ની ઇજ્જત માટે, અને સ્વાભિમાન ની રક્ષા માટે શહિદ થયેલા એ યુવાનો ના પ્રતિક રૂપી પાળિયા છે… આવા પાળિયા ને જોઇ ને એક કવિ એને પ્રશ્ન પૂછે .. સૌરાષ્ટ્ર ના ચારણકવિ શ્રી” દાદ” લખે છે..
આજ પૂછુ તને પાળિયા રે…
તારા દલડા કેરી વાત રે…
પાદર માં કેમ ખોડાણાં….?
સિંદૂરે કેમ રંગાણા…?
અને કવિ એ મુક પાળિયા માં વાચા મુકે છે…
પાળિયો જવાબ આપે છે…
વાર ચઢી જે દિ ગામ’મા રે..
અને બુંબીયા વાગ્યા ઢોલ રે..જે દિ બુબીંયા વાગ્યા ઢોલ…
ખાંડા ના ખેલ ખેલાણા…
તેથી અમે આંઈ. ખોડાણાં…
(હે….કવિ, ગામ ઉપર જ્યારે આફત આવી..
ઘરે ઘરે થી રાજપૂતો નિકળ્યા અઢાર વર્ષની મારી ઉંમર મારો બાપ પણ ધીંગાણામાં ખપી ગયેલો ઘર માં હું એક જ મરદ હતો પણ ગામ ઉપર સંકટ આવે અને હું જો ઘર મા બેસી રહુ તો રજપૂતાણી નુ ધાવણ લાજે..એટલે મારી માં એ કીધું બેટા….જાવ…મારા ધાવણ ને ઉજળુ કરજે..અને હું ધીંગાણામાં આવ્યો અને અહીં શહિદ થયો..ત્યાર થી અહીં ખોડાણો છું..
પણ કરૂણતા ની ચરમ સીમા તો ત્યારે આવે છે જ્યારે કવિ બીજો સવાલ કરે છે..
કે સિંદૂરે કેમ રંગાયા…?
યુવાન નો પાળિયો બોલે છે..
હે કવિ..જ્યારે મે રણમેદાન તરફ ડગ દિધા ત્યારે નવી પરણીને આવેલી રજપૂતાણી એ મારા ભાલે કુમકુમ તિલક કર્યું અને કીધુ
”મારજો કે મરજો પિયુ ન દેજો પિઠ લગાર..
નહીંતર સાહેલી. મેણા મારશે તું તો કાયર કેરી નાર…
એ કોડ ભરેલી જેનિ હાથ ની મહેંદી પણ હજી સુકાણી નહોતી એના સેંથા નૂ જે સિંદૂર ભૂંસાયૂ ને એનો આ રંગ છે..
હવે ઝાઝું મને પૂંછમા રે… કવિ કરવા દે વિશ્રામ રે….કરવા દે વિશ્રામ..
સેંથી ના સિંદૂર ભૂંસાયા… તે થી અમે આંઈ રંગાણા…

"રા " રાખણહાર

+ રા'નો રાખણહાર રખેહર ભીમો +

ઐતિહાસિક મહત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામના પાદરમાંથી પસાર થતાં જ દેવાયત ધામના મંદિરની ધજાના દર્શન થતાં આંખો સમક્ષ આશરે ૧૧૦૦ વર્ષ પૂર્વેનો ત્યાગ, બલિદાન અને સમર્પણનો ભવ્ય ઈતિહાસ આળસ મરડીને ખડો થાય છે.દેવાયત બોદર,ઉગા બોદર,આઈ સોનબાઈ મા, વડારણ વાલબાઈ અને રખેહર ભીમાના બલિદાનની કથા હૈયે ચડે છે.

ગુજરાતના સોલંકી વંશના રાજા દુર્લભસેનના રાણી પોતાના રસાલા સાથે કાઠિયાવાડની જાત્રાએ નીકળ્યા હતા. 
દમોકુડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા'ડિયાસના માણસોએ માગતા રાણીને અપમાન લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછા ફર્યા.અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને છળકપટથી જૂનાગઢ ઉપર પોતાનો ધ્વજ ફરકાવ્યો.રા'ડિયાસે પોતાનું માથું ચારણને ઉતારી દીધા પછી દુર્લભસેને ઉપરકોટમાં સેના મોકલી કત્લેઆમ ચલાવી.સોલંકીઓ રા'ના વંશનો નાશ કરવા માટે બાળ કુંવરને શોધે છે.એ સમયે રા'નવઘણ છ માસનો છે.પરમાર રાણી સોમલદે ફૂલ સમા બાળ કુંવરને એક સૂંડલામાં રુના પોલમાં સુવાડી છેલ્લી વખતની બે બચ્ચીઓ લઈ પોતાની વિશ્વાસુ દાસી વાલબાઈ નામની વડારણને નવઘણ સોંપી, પોતાના ધરમના માનેલા ભાઇ આહીર દેવાયત બોદરને ત્યાં બોડીદર ગામ પહોંચાડવાનું કહી જૌહર કર્યું.

વાલબાઈ બાળ કુંવર રા'નવઘણને વાંસના સૂંડલામાં સંતાડી, વેશપલટો કરી લપાતી છુપાતી ગઢની બહાર નીકળી ગઈ. ઉપરકોટ બહાર સોલંકી સેનાના સૈનિકોને ચારેબાજુ જોતાં એનાં પગ ત્યાં જ થંભી ગયા.વાલબાઈ વિચારે છે કે, 'આખા જૂનાગઢ રાજની આંખે ચડીને ઓળખાતી એવી હું નવઘણને લઈને નીકળું તો દુશ્મનોની નજરે ચડ્યા વિના રહું નહીં,અને પકડાઈ જાઉં તો બાળ કુંવરનું શું થાય ? એવું વિચારતા વિચારતા એની નજર ગઢની રાંગે ઝાડુ વાળનાર ભીમા રખેહર પર ગઈ.એને પાસે બોલાવી કહ્યું.:

'ભાઈ,ભીમા ! તારું એક કામ પડ્યું છે'
'અરે ! વાલબાઈ તમે ? બોલો શું સેવા કરું ?'
'ભાઈ ભીમડા ! આ સૂંડલો તારા માથે લઈ લે.' પછી ધીમેથી કહ્યું કે એમાં રા'ડિયાસનો કુંવર છે અને એને બોડીદર દેવાયત આહીરને ઘેર પહોંચાડવાનો છે.

'વાલબાઈ, તમે ચિંતા ન કરો, કુંવરને સલામત રીતે બોડીદર પહોંચાડી દઈશ ! ' એટલું બોલી સૂંડલો પોતાના માથા ઉપર લઇ લીધો.જે પહેલાં બોડીદર પહોંચે એ રાહ જુએ એમ કહી વાલબાઈએ ભીમડાથી સલામત અંતર રાખી ગીરના ગીચ જંગલના માર્ગે બોડીદરના પંથે પડી.

ભીમો સૂંડલામાં સૂતેલાં ફુલ જેવા કોમળ નવઘણને ટાઢ, તાપથી બચાવતો હીરણ કાંઠે આવેલ ભાલકા તીર્થ થઈ કોડીનારનો માર્ગ લેતાં ડોળાસા થઈ, રાતનાં બોડીદર કિલ્લા નજીક પહોંચી મશાલોના આછાં અજવાળામાં કાળા પથ્થરોની ઊંચી દિવાલો સામે જોઈ રહ્યો.ભીમો વાલબાઈની વાટ જોતો કિલ્લાના દરવાજાથી થોડે દૂર કોઈની નજરે ન ચડે એવી રીતે ઝાડની ઓથે ઊભો રહ્યો.થોડીવારમાં વાલબાઈ આવી પહોંચતા સૂંડલા સાથે નવઘણ તેને સોંપે છે.વાલબાઈ સૂંડલો લેતાં ભીમાને કહે,

'ભાઈ, ભીમા ! તેં આજ બહું મોટું કામ કર્યું છે ! તેં આજ જૂનાણાના રા'ને બચાવ્યા છે ! ભાઈ,તારો ઉપકાર હું જીંદગીભર નહીં ભૂલું આજ તેં સોરઠનાં ચિરાગને બુઝાતો બચાવી લીધો' આટલું બોલી વાલબાઈ પોતાની આંગળીએ પહેરેલી હીરાજડિત વીંટી ભીમાને આપતાં કહે, 'આ વટાવીને ખાજે તારી આખી જિંદગી તારે કમાવવું ન પડે એટલા રૂપિયા મળશે.'

'ધીમે બોલ બેન! વાડવેલાનેય કાન હોય,વગડો વાત લઈ જાય ! વાલબાઈ ! કોઈને ખબર ન પડે એમ હાલી જા મારે કાંઈ ન ખપે બોન !'

પણ વાલબાઈ આજ ખૂબ ખુશ હતી એટલે ભીમાને કાંઈક માંગવા કહે છે - 'માગ વીરા ! આજ તું જે માંગીશ એ હું તને આપીશ. ભાઈ ભીમા, તારું આ ઋણ હું કયા ભવે ચૂકવીશ?'

'બેન,પારકો ગણી આવાં આકરાં વેણ કેમ કહો છો? તમે જનમભોમકાની સેવાનો મોકો આપી મારું જીવતર ઉજાળી દીધું.' વાલબાઈ બહુ આગ્રહ કરે એટલે ભીમાએ કહ્યું,

'બેન, મારાં જેવાં એક અછૂત વરણના આદમીને સોરઠનાં ધણીની રક્ષા કરવાનું સદભાગ્ય મળ્યું એનાથી રૂડું બીજું શું હોય? છતાં બેન! તું માગવાનું જ કહે છે તો મને વચન આપ કે હું જે માગીશ એ તું મને આપશે.'

'ભાઈ ભીમડા ! મારા અંગની ચામડી ઉતરાવી એનાં જોડા બનાવડાવી તને પે'રાવુ ને તોય તારાં કામનો બદલો વાળી શકું તેમ નથી, તેથી માગ. તું જે માગીશ એ આપવાનું હું તને વચન આપું છું'

'બેન ! કાંઈક આપવું જ હોય તો તમારી કમરમાં રહેલી કટાર મને આપો.'

'ભીમા,આ કટાર કરતાં હીરાની વીંટી કિંમતી છે'

'બહેન, હીરાની વીંટી કરતાં મારે મન કટાર કિંમતી છે માટે જો કાંઈ આપવું જ હોય તો કટાર મને આપો.'

વાલબાઈ ભીમાને કટાર આપે અને હજી પૂછવા જાય કે,આ કટારનું તું શું કરીશ? એ પહેલાં તો ભીમાએ કટાર પોતાના પેટમાં ઉતારી દીધી, આંતરડાનો ઢગલો થઈ ગયો.બોડીદર ગામના ઝાંપામાં ભીમો ઢળી પડ્યો.

વાલબાઈના મોંમાંથી ચીસ નીકળી ગઈ : 'અરેરે ભાઈ ! આ તેં શું કર્યું? તને શા દઃખ પડ્યા?'

મરતાં મરતાં અંતિમ શ્વાસ લેતાં ભીમો બોલ્યો- 'બેન ! અમે તો ગામના છેવાડે રહેનાર નાનું વરણ કે'વાય ! બેન,અમારા પેટ બહું છીછરાં હોય.આવડી મોટી વાત- હું નવઘણને મૂકી આવ્યો છું એ જીરવી ન શકત, ક્યારેક ક્યાંક મારાથી પોરહમાં આવી બોલાઈ જાત કે મેં રા'ને બચાવ્યા છે...અને એ વાત દુશ્મનોને કાને જાત..તો તો ગજબ જ થઈ જાયને? માટે બહેન, મારો પોરહ અને મારું કર્તવ્ય હું મારી સાથે લેતો જાઉં છું !' મોઢા ઉપર સંતોષ સાથે ભીમાએ આખરી શ્વાસ લીધો.

વાલબાઈ વિસ્ફારિત નેત્રે ભીમાની આ શહાદતને પોતાની બુધ્ધિના કયા ત્રાજવે તોળવી એની વિમાસણે ચડી.કોઈ મારગ ન સૂઝતા એની આંખોમાંથી ટપ-ટપ કરતાં આંસુના બે ચાર ટીપાં ભીમાના દેહ ઉપર ટપક્યા...! વાલબાઈએ ભૂમિ ઉપર લાંબા થઈને સૂતેલાં ભીમાના માથા પર હાથ ફેરવી તેની ઉઘાડી આંખો બંધ કરી.

એક અછૂત વરણના સાવ સામાન્ય માણસે સોરઠનાં ધણીને બચાવવાનો કરેલો પ્રચંડ પુરુષાર્થ કોઈનાં કાને સુદ્ધા ન પડવા દીધો.આ છે નાના માણસનાં સંસ્કાર ! રાજધણીને બચાવવા જતાં જીવ ખોવો એનાથી રૂડું બીજું શું હોય ?

આ બનાવ જો એકલવાયો બનીને જ ઈતિહાસના પાનાંમાં પડ્યો રહ્યો હોત, તો એનો મહિમા બહુ ન ગણાત પણ સોરઠી સંસ્કારે અને લોકજીવને તો એ બનાવને ઝીલ્યો, ઝીલીને અંતરમાં ઉતાર્યો છે.કવિ રાજભા ગઢવી 'દેવાયત બોદરને સપને આવી,એની રાજપૂતાણી બેન.' આ રાસડામાં ભીમાને યાદ કરે છે-

" આયરાણી તું થાઈશમાં દુઃખી,તારો ઉગો અમાણે સાથ,
સુની નથી સ્વર્ગની સીમો, ભેળાં વાલબાઈ ને ભીમો."
    * * * * * * * * * * * *

બુધવાર, 27 ઑક્ટોબર, 2021

ભજન કરે એ જીતે

બીલી દલ થી તોલ કરો તો બને પવન પરપોટો,
મુકો હીમાલય હેઠો તો થાય મેરૂ થી મોટો,
આવડા હરીવર ને મારે મુલવવો શી રીતે,
અરે વજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે..આધ્યાત્મિક

સંત વખતસિંહ બાપુ

જય મહાદેવ હું પરમાર ક્રિપાલ સિંહ ખોડુભા આજે હું મારા ગામ ના સંત એવા પુજ્ય વખતસંગ બાપુ ની વાત કરવા જઈ રહ્યો છું ખરેખર બાપુ વિશે કાંઈ લખવું મારુ સામર્થ્ય નથી. પણ એક આનંદ નિ અનુભુતી કે હા બાપુ મારા ગામ ના સંત છે ગૌરવ અનુભવીએ સંતો નો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો મારો જન્મ પણ નહોતો પણ જેને બાપુ દશૅન કર્યા એ ભાગ્યશાળી આત્મા હશે. એથી વિશે એ આત્મા હશે જેને બાપુ ના રાહ પર ચાલી આ આત્મા નો ઉધ્ધાર કર્યો. બાપુ નો ઉપદેશ ગ્રહણ કર્યો. સંત ક્યારેય ચમત્કાર ના કરે પણ પરચો જરુર આપે કારણ ભક્તિ પરિપક્વ થાય પછી સંકલ્પ શક્તિ થી બધુંય થાય છે. બાપુ એ મહાદેવ ની ભક્તિ કરી બાપુએ શિવજી નો પંચાક્ષર મંત્ર સિધ્ધ કર્યો અને બાપુ ની પથારી પર નાગ દેવતા ને નિહાળેલા પણ ઘણાય દાખલા છે. અને બાપુ ના સમર્થ ગુરુ પુજ્ય શિવગરજી બાપુ બાંડિયાબેલી વચન પર બાપુ એ ભક્તિ કરી. ગામ માં ઘણા ધનીકો થયા અને સમય એવો છે અત્યારે ચોથી પેઢી ના નામ પણ યાદ નથી રહેતા પણ હજી પણ કોઈ વટેમાર્ગુ આવે અજાણ્યા સાથે ભેટો થાય તો ગામ નું નામ કહેવી તો કહે " વખતસંગ બાપુ "નું ગામ નાના ભુલકાઓના મુખે પણ બાપુ નું નામ ગુંજતું " નામ રહંદા ઠક્કરા નાણા નહી રહંત કિર્તી હુંદા કોટડા પાડ્યા નહી પડંત" નામ રહી જાય છે. જીવ અને શિવ નું મિલન. શ્રધ્ધા અને પ્રેમ લાગણી બાપુ પ્રત્યે હજી પણ ઘણા ભક્તો ચાલી દર્શન આવે છે. લાગણી બાપુ પ્રત્યે અટુટ શ્રધ્ધા. સાચા મન થી બાપુ ને અરજ કરે અને આતો સંત છે. કેમ ના સાંભળે બાપુ નો સ્વભાવ નિખાલસ પ્રેમાળ બાપુ વિશે શું લખવું નિશબ્દ બની જવાય છે. પણ કમનસીબ બાપુ ના માર્ગ પર ચાલતા નથી આવડતું હજી પણ "જનની જણ તો ભગત જણ કા સંત શુરા ને દાતાર નહીતર રહેજે હૈ માં વાંઝણી તારુ મત ગુમાવીશ નૂર" વંદન છે આ ભુમી ને જેમા બાપુ જેવા સંતો નો જન્મ થાય. અને "સંત ના હોત સંસાર મે તો ઝલી જાત બ્રંહાડ જ્ઞાન કેરી લ્હેર છે ઠારે ઠામો ઠામ"

મંગળવાર, 26 ઑક્ટોબર, 2021

नारी का सन्मान करे



इस फोटो को देखकर आप सबके मन मे तरह तरह के विचार आने लगे होंगे। यह लाजमी भी है। किंतु, इस फोटो की सच्चाई को जानकर आपकी आंखो मे आंसू आ जायेंगे…! ये बाप बेटी के प्यार की अद्भुत दास्तान है, नारी का वात्सल्य नारी की करुना और नारी के ममतामयी स्वरूप की आपने कई झांकी देखी होगी लेकिन आज हम वो दास्ताँ लेकर आये है जो आपकी आँखों को नम कर देगा, जब आप जानेंगे की किन हालातों में एक बेटी को अपने बाप को अपने स्तनों का दूध पिलाना पड़ा.
ये फोटो यूरोप के एक पेंटर “मुरीलो” ने बनाया है! यूरोप के एक देश मे एक आदमी को भूखे मरने की सजा मिली, उसे एक जेल में बंद किया गया! सजा ऐसी थी कि जब तक उसकी मौत नही हो जाती तब तक उसे भूखा रखा जाए । उसकी बेटी ने अपने पिता से मिलने के लिए सरकार से अनुरोध किया कि वह हर रोज अपने पिता से मिलेगी। उसे मिलने की इजाजत दे दी गयी। मिलने से पहले उसकी तलाशी ली जाती कि वह कोई खाने का सामान न ले जा सके। उसे अपने पिता की हालत देखी नही गई। वो अपने पिता को जिंदा रखने के लिए अपना दूध पिलाने लगी। जब कई दिन बीत जाने पर भी वो आदमी नही मरा तो पहरेदारों को शक हो गया और उन्होंने उस लड़की को अपने पिता अपना दूध पिलाते पकड़ लिया, उस पर मुकदमा चला ओर सरकार ने कानून से हटकर भावनात्मक फैसला सुनाया ओर उन दोनों को रिहा कर दिया गया! ये पेन्टिंग यूरोप की सबसे महंगी पेन्टिंग है। नारी कोई भी रूप में हो चाहे माँ हो, चाहे पत्नी हो, चाहे बहन हो, चाहे बेटी हर रूप में वात्सल्य त्याग ओर ममता की मूरत है! अतः हर तरह से नारी का सम्मान करें !!

સોમવાર, 25 ઑક્ટોબર, 2021

"શબ્દ"

ઘણા બધા લોકો "શબ્દ" શું છે એના વિષે પરિચિત નથી હોતા, માટે એ "શબ્દ" ને અક્ષર સમજી બેસે છે. લખવા કે બોલવાવાળો શબ્દ સમજી બેસે છે, વાક્ય સમજી બેસે છે. ઘણા સંપ્રદાયોમાં "શબ્દ" લખીને આપે છે, કાગળમાં લખેલો "શબ્દ" એ તો અક્ષર છે, "શબ્દ" નથી. માટે સદગુરૂદેવ કહે છે કે,
"गुप्त सुमिरन जो लखे, सोइ हंस हमार"
"ગુપ્ત શબ્દ" નો અર્થ કાગળમાં લખેલો અક્ષર જેને તમારે ચોરીછુપીથી અન્ય કોઈ જોવે નહિ એ રીતે વાંચવો... એવો નથી. અરે! "શબ્દ" ની શું ગુપ્તતા રાખશો? આ તો એવો મંત્ર છે, એને તમે ના બોલી શકશો, ના વાંચી શકશો કે ના આ મનુષ્ય કાનથી સાંભળી શકશો. એ સ્વયં જ ગુપ્ત છે. જેને "શબ્દ" પ્રાપ્ત થયો છે, એ શિષ્ય "શબ્દ"માં લીન રહી શકે છે, "શબ્દ" સાંભળી શકે છે, જયારે એની બાજુમાં બેઠેલ વ્યક્તિને "શબ્દ" નહિ સંભળાય. આશ્ચર્ય થશે પણ સત્ય છે, એક વ્યક્તિ "શબ્દ" ને સાંભળી શકે છે, જયારે એની બાજુમાં બેઠેલ બીજા વ્યક્તિને એ નહિ સંભળાય. "શબ્દ" અદ્રશ્ય છે, એ દેખાતો નથી, તો તમે એને કેવી રીતે લખશો? "શબ્દ" સમજી ન શકાય એવો છે

જુના જમાનાની જાન

🍀 જુના જમાનાની જાન 🍀

આજથી પચાસેક વર્ષ પહેલાની જાનું કઈ રીતે જતી એની યશોગાથા ગાઈએ.......

એ સમય કાચાં અને ધૂળિયા રસ્તા પાકા રોડ તો ક્યાંય જોવા ના મળે અને બીજે ગામ અવરજવર માટે ઘોડા ઉંટ નો ઉપયોગ થતો, અને માલસામાન લઈ જવા લાવવા બળદનો ઉપયોગ થતો, સામાન્ય રીતે બળદ ગામડાના જીવન સાથે વણાઈ ગયેલું એક અંગ બની ગયેલું.

કેમ કે ખેતી કરવા જેહોં(શાંતિળું) બળદથી હાલતું અને જ્યારે મોલ ઉગીને વઢાય પછી માલ ખળામાં લઈ જવા માટે પણ એ જ બળદનું ગાડું ઉપયોગમાં લેવાતું, અને માલ તૈયાર થઈ ગયા બાદ શાહુકારને ત્યાં પહોંચાડવા માટે પણ એજ બળદનું ગાડું ઉપયોગમાં લેવાતું.

ખાસ જ્યારે કોઈની જાન જોડવાની હોય ત્યારે તો ગાડા વાળાના ઘીકેળા થઈ જતાં, બે દિવસ અગાઉથી ગ્રીસ લાવીને એના ભારે પયડામાં પુરી દેવાતું અને બળદ નો સજાવવાનો સામાન તો બધો ઘરમાજ પડ્યો હોય, જાનમાં જવાની આગલી રાત્રે બળદને કિલો જેવો ગોળ ખવડાવી દેવાતો અને ચાર પુળો કરીને ગાડું રાત્રેજ સજાવી દેવાતું,

મળસ્કે વરરાજાની ફોઈ દેકારો મચાવી દે કે હેય બારા નેકરો નકે અહીંજ બપોર પાડશો અને હમચુડાની શરૂઆત થાય, અને સૌથી વધુ સુંદર સજાવેલું ગાડું હોય એમાં વરરાજો બેસે, ગમે તેમ તોય એક દિવસનોતો રાજા ખરોને ભાઈ.
જાનમાં લઈ જવાની પરવાનગી મળી હોય એટલા માણસોની એકમાં સાત જણના હિસાબે ગણતરી કરીને ગાડા મંગાવવામાં આવતાં.

એના ચલાવનારો તો સિગરેટ પીતો હોય અને ડચકારો બોલેને પરોણાની આર નો ઘોદો પૂંઠમાં વાગે એટલે બળદ લાંબા થાય અને ગાડું પાછળ ઢસેડાતું જાય.

ગામ બારા નીકળીને મારગ મોકળો આવે એટલે થોડી હરીફાઈ થઈ જાય, મોટી ઉંમરના લોકો ઉલળી ઉલળી ને પડતા થાય અને કકળાટ વધી જાય પછી હરીફાઈ રોકાય.
બળદના પૂછડાના નજીક ડામચો(ગાડાની કારપેટ) કટ મારેલો હોય ત્યા ગાડાના ભંડારિયાના સપોર્ટ માટે એક આડુ લાકડુ મુકેલ હોય તે તે વખતના વરરાજાનુ ફૂટરેસ્ટ, પગ મૂકીને બેસી શકાય.

વરરાજા સાથે એક અણવર હોય અને બાકી બીજી બધી જાનડીઓ લગ્ન ગીતો ગાતી હોય.
અણવર વરરાજાને બળદ પોદળો કરીને વરરાજાનુ પાટલૂન ના બગાડે તેનુ ધ્યાન રાખવા અવાર નવાર સુચના આપતો જાય.
વરરાજાને પરણવા કરતા પોદળાથી પાટલુન સાચવવાનુ ભારે ટેન્સન રાખવું પડતું પડતુ,
માથે તેલ નાખવાનો નવો નવો રિવાજ અંગ્રેજો ઘાલીને ગયેલા, વરની મા દીકરાનો વટ પડે તેવા છૂપા હેતુસર વધારે પડતુ તેલ નાખી દેતી.

ઉનાળાના લગ્ન હોય ધોમ ધખતો તાપ હોય માથામાથી નીકળતા પરસેવામાં તેલ ભેળું થાય અને એ મિશ્રિત રેલા નીતરીને ગરદને ઉતરતા હોય તેમા કાચા રસ્તાની બળદના પગ વડે ઉડેલી ધૂળ ભળતી હોય મસ્ત મજાના મેલના પોપડા જામતા જાય.

વરરાજા નો બુશર્ટનો કોલર તો કાળા રંગે રંગાઈ જાય.
મોડે મોડે અણવરને કંઈ અણસાર આવતા તેને એક ખેસ જેવુ કપડુ ઓઢાડી દે, આ ખેસીયું ગરમીમા અકળામણ ઉભી કરે વરરાજો ઘડી ઘડી ફગાવી દે.પણ અણવર ખૂબ તકેદારી રાખે.
વેવાઈના ગામની બહાર વરરાજાની વહેલ
ઉભી રહે એની પાછળ બધા ગાડાની લેન ઉભી રહે.
જાણે જંગના મેદાનેથી સીધા વેવાઈને ઘેર લગનમાં આવી ગયા હોય એવા ધૂળધાણી જાનૈયાના ડોળ હોય.
વરરાજાને નીચે ઉતારીને ધણા સમયથી બંધ ઘરના સામાનને જેમ બહાર કાઢીને ઝાપટીને ઘૂળ ઉડાડે એમ અણવર અને વરરાજાની ભાભી તૈયાર કરતા હોય.
પણ તેલના અને પરસેવાના મિશ્ર ડાઘાનો તો શું ઈલાજ હોય, સાથે પાણી લીધા હોય તો રાજાને મુખે થોડું પ્રક્ષાલન થાય,(પખાળવું)

બે ચાર દોઢ ડાહ્યા પોતાનો વગર માંગ્યો મત આપી પ્રયાણનો સિગ્નલ આપતા હોય..
એ સમયે વરરાજાને ટોપી પહેરવાનો ધારો હતો પણ ટોપી મેલી ના થાય એ બીકે સાસરે પહોંચીનેજ પહેરાવાતી.
ટોપી પણ પોતાનો વટ પાડતી હોય એમ અન્ય કપડાથી અલગ પડીને ટોપી ચોખ્ખી દેખાતી હોય.
આમ જાન વેવાઈને ગામ પહોચતી વેવાઈના ગામને પાદર પહોચો એટલે જાન આવ્યાની ખબર ગામના છોકરા વેવાઈને ઘેર ખબર આપતા હોય.

વાળંદ એક મોટુ પાથરણુ(મોદ)લાવીને પાથરતા હોય, વરરાજા માટે એક ગાદલુ પણ આવી જાય.
ભાગોળે કોઈ ધરમશાળાની પરશાળ કે ઝાડના છાયે કે નિશાળના ચોગાનમાં પાથરણા પથરાય.
વેવાઈ સહ કુટુંબ સહૂ જાનૈયાને સત્કારવા આવે.
થોડીવાર થાય એટલે પીત્તળના ઘડા ભરી ખાંડના પાણી આવી જાય વાળંદ નાના પીત્તળના ગ્લાસમા ભરી સહુ જાનૈયાને પીવડાવતા હોય.

પાછળને પાછળ વરરાજાના સામૈયા થતા હોય,માડવા પક્ષની બાઈઓ ગાતી હોય.

"ક્યાંથી આયવો ઓલો વિલાયતી વાદરો ક્યાંથી આયવો
કાઢી મૂકો રે કાઢી મૂકો,વિલાયતી
વાદરો ક્યાંથી આયવો" જેવા ફટાણા ચાલુ થઈ જાય.
જાન હવે ગાજતે વાજતે ઉતારે જતી હોય, રસ્તામાં ઢોલી જેટલા બને એટલા પરાણે રોકીને એવા ઢોલ ધબકાવે કે ના છૂટકે વરરાજા પર ઘોર કરવી પડે.

ઉતારે આખા ગામના માંગેલા ખાટલા હારબંધ પાથર્યા હોય.
મેલાઘેલા વરરાજા હાથમાં ફૂલોનો ગુચ્છો લઈને આગળ આગળ ચાલ્યા જતા હોય.
કોક ઉતાવળીયાને અડવીતરા આગળ જઈ સારા ખાટલા બોટતા હોય.

રાતના પરણેતર પહેલા પંગતે જમણવાર હોય,અજવાળે અજવાળે જમણવાર પતાવવાની ઉતાવળ હોય.
પેટ્રોમેક્ષના અજવાળા થતા હોય,વિજળી તો ભાગ્યે જ દેખાય મોટા ગામડામા જ જોવા મળતી હોય.
જમણવાર માડ પત્યો ન પત્યો હોયને વાળંદ ઢોલી સાથે છાબ દેવા જવાનો કોલ દેવા આવતા હોય.
અંધારી શેરીઓમાં પેટ્રોમેક્ષના અજવાળે
વેવાઈ વહુના દરદાગીના અને સાડીઓ ભરી સભાએ દેતા હોય તેના ય વધામણા થતા હોય.
થોડીવારે ઉતારે પરણવાની વર્ધી દેવા વાળંદ ઢોલી સાથે પધારતા હોયને હરખપદુડા વરરાજા ચોખ્ખી ટોપીને મેંલા કપડે લગ્નમંડપ તરફ પ્રયાણ કરે.

વેવાઇને ઘરને નાકે વરરાજા પોંખાય, અણવર વરરાજાના કાનમાં સાસુ નાક ના ખેચે એ બાબતે ચેતવતો હોય તોય સાસુ નાક ખેચી નાખતા હોયને કન્યા પક્ષ તરફથી વિજયઘોષ થતો હોય.

દોઢ ડાહ્યા વરના જોડા(બુટ)સાચવવા અણવરને સુચન કરતા હોય છતા ય સાળીઓ યેનકેન પ્રકારે અણવરને વાતે ચઢાવી જોડા છુપાવી દેતી હોય.
એના તોડ થતા હોય, વરરાજા ભારે શરમાતા હોય, હસ્તમેળાપ વખતે બેઉના હાથ ધ્રુજતા હોય.
ફેરા ફરતા છેલ્લે ફેરે પહેલા બેસવાની હોડે કન્યા જીતી જતી હોય.

કેમ કે તેની બેનપણીઓ વરરાજાને આડે પડતી હોય,શરમાળ વરરાજા ધક્કા ખાઈને હારી જતો હોય.
માડ માડ લગ્ન પુરા થતા હોય, સવારે વહેલા વરરાજા પાછા એ જ બળદના પુંછડા
પાછળ ગાડે ચડીને એવી રીતે બેસતા હોય જાણે ઈડરીયો ગઢ જીત્યા હોય.

હવે પાટલૂન બગડવાની કોઈ બીક નથી કેમ કે બગડવામા કંઈજ બાકીયે રહ્યું નથી ને?
રંગે ચંગે ધૂળને ગોટે ગોટા હરખે હરખે,વરરાજાની મનની મલકાઈએ, જાન પાછી ઘેર તરફ આવતી મંડાય,
"નાની સી કોયલ શીદને સોહામણી,
આવો જી આવો અમારા દેશ રે..."
"ચઢ ચઢ લાડી ચઢ રે દેખાડુ તારા સાસરા"
વર વધૂ મનમા મલકાતા હોય, ફળિયાના નાકે વરવધૂ પોખાતા હોય.

ગામની ડોસીઓ,વહૂઓને દીકરીઓ નવવધૂ નિહાળવા પડાપડી કરતા હોય,ધોળી છે,કાળી છે,ઉચી છે,નીચી છે,આમ વાતો થતી હોય.
આમ જાન આવ્યે વરવધૂ કંકુના પાણીની તાસમા રૂપિયો શોધવાની રમત રમતા હોયને જે જીતશે તેનુ ઘરમા ચાલશે તેવુ ગોરબાપા પોરો ચઢાવતા હોય.
વર જીતે વહૂનો હૂરિયો બોલાતોહોય.
વહૂ જીતે વરની હત્તારી બોલાતી હોય,
અવસર પત્યાની નિશાનીએ ઉકરડી ઉઠાડાતી
હોય,ફાનસના પાખા અજવાળે મધુરજની માણાતી હોય.
વગર સગવડને વગર આડંબરે,હળવા દિલે,હરખની હેલીએ પાર પડતા હોય..

નામ સ્મરણ ની તાકાત

- નામ સમરણ ની તાકાત
 ખવાસ રજપૂત સમાજના દેવ સમાન સંત દેશળભગત

ઈશ્વરના નામ સમરણમા કેટલી તાકાત હોય છે. તેમનો એક પ્રસંગ આજે કહેવો છે. 80 વર્ષ પહેલાંની વાત છે. ધ્રાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમનું રાજ તિલક ધ્રાંગધ્રાના રાજા તરીકે થયું. અજીતસિંહજી રાજા બન્યા છતાં પણ એમને રાજા નો પોશાક પેહરયો ના હતો. અજીતસિંહ માત્ર મીલેટ્રી ના જ કપડાં પેહરતા હતા. સૌરાષ્ટ્ર મા ઘણા બધા રાજા રજવાડા થઈ ગયા પણ એમા અજીતસિંહ મોખરે ગણાય. સૌરાષ્ટ્રના નામધારી રાજાઓ માં રાજા તરીકે અજીતસિંહની હાક પડતી. અજીતસિંહના દરેક વેણ રાજાઓ માથું હલાવી સ્વીકાર કરતા.

હવે આવું જેનું નામ હોય તો એ રાજાની જેલ કેવી હોય ? જેલનો કાયદો કેવો હોય ? આવી જેની ધાક હોવા છતા પણ,... ઈશ્વરના નામ સમરણમા કેટલી તાકાત કેવી હોય એનો આ જીવતો દાખલો છે.

આવી અજીતસિંહની હાક અને આવીજ એની જેલ અને જેલ માં પોલિસ ની નોકરી કરતો એક માણસ જેમનું નામ દેશળ હતું. દેશળ અજીતસિંહજીની જેલમા ત્રણ રૂપિયાના પગારે નોકરી કરતા હતા. હવે એ ત્રણ રૂપિયા માં ઘરનો વ્યવહાર અને ઘર ચલાવવાનું એમાં ઈમાનદારી થી નોકરી કરવી. નોકરી કરતાં કરતાં સમય મળે તો હરી ભજન કરવા માટે ચાલ્યુ જવું. ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેશળ ભજનમાં ના હોય એવું બને નહી. જેલ પર રાત્રિના નોકરી હોય અને ગામમાં ભજન હોય અટલે દેશળ ને સખ નો વડે ગમે તેમ કરીને ભજનમાં જાય.

એવામાં એક દિવસ દેશળને જેલ પર રાત્રિનો પેહરા માટે જવાનું થયું. દેશળ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા. રસ્તા પર તેમને ગામનો એક માણસ મળે છે અને દેશળ ને કહે છે....

દેશળ જય માતાજી

દેશળ પણ જય માતાજી કર્યા

માણસે કહ્યું દેશળ આજે ગામના કુંભારવાડાના નાકે ભજન છે.

દેશળ કહે છે મારાથી અવાશે તો જરૂર આવીશ મારે જેલ પર પહેરો આપવા જવાનું છે. એટલું કહી દેશળ જેલ પર પહોંચ્યા પણ જેલ પર તેમને સખ વળતું નથી તેમનો જીવ તો પેલા માણસે આપેલા ભજન ના આમંત્રણમા હતો. ભજનમા આરતી શરૂ થતાની સાથે દેશળને હૈયામા શાંતિ નથી થતી આમ તેમ ચાલવા લાગે છે. દેશળ સાથે નોકરી કરતા બીજા પાંચ પેહરેદારો સમજી ગયા દેશળ ને કહે છે

કા,... દેશળ ગામમાં ભજન લાગે છે ?

દેશળ કહે " હા "

સાથીઓ કહે દેશળ તારે ભજનમા જવું નથી. ?

દેશળ કહે - હું કેવી રીતે જઈ શકું ? મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે. ભજનમા જવાની ઈચ્છા તો થાય છે પણ પેહરો છોડીને ન જવાય.

રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેશળના સાથી માંથી એક માણસ કહે છે....

દેશળ ભજનમા જવાની ઈચ્છા હોય તો લાઉં બધી ચાવીઓ તારે જવું હોય તો જઈ આવ. પણ પછી વહેલો આવી જા જે.

દેશળ કહે - મારા ગયા પછી તમે સંભાળી.. ?

અરે... દેશળ વિશ્વાસ નથી અમારા પર...

દેશળ કહે - વિશ્વાસ તો છે. તમે કહો છો તો હું ભજનમા જઈ આવું ત્યા સુધી ધ્યાન આપો તો એક ચોહર કરીને આવી જઈશ. આ ચાવીઓ રાખો.

એક સાથી કહે - જવું હોય તો જા પણ એક ચોહર કરીને આવતો રહેજે. મોડું કરતો નહી. આ સર અજીતસિંહની જેલ છે તને ખબર છે ને બે ભજન ગાઈને આવતો રહેજે.

દેશળ સાથી ઓને બે ભજન નું કહી જેલ પરથી નીકળી ગયા રાત્રે અગિયાર વાગ્યે સીધા ભજનમા જઈ રામસાગર હાથમા લીધો. આંખો માંથી આંસુઓ વહે છે. રામસાગર હાથમા રાખી દેશળ ભજનમા લીંન બની જાય છે. દેશળ ભજનમા એવા ખોવાયા કે સમયની ખબર રહી નહી અને ક્યારે અગિયાર ના બાર અને બારના બે ક્યારે થઈ ગયા તે દેશળને ખબર રહી નહી.

જેલ પર રાત્રિના બે વાગ્યાના ડંકા પડતાની સાથે બાંગડદા... બાંગડદા ધુમાં... બાંગડદા કરતાં ઘોડાના ડાબલા સંભળાયા વીસેક સાથીદાર સાથે સર અજીતસિંહ જેલ પર આવ્યા. સર અજીતસિંહ જેલ પર આવતાની સાથે હાકલ કરી.... જમાદાર

અંદરથી અવાજ આવ્યો : જી સરકાર

અજીતસિંહ કહે : ખેરિયત

દેશળ : હા બાપુ

અજીતસિંહ કહે : બહાર આવ.

દેશળ બહાર આવ્યા અને પેહરા ચોપડી આપી સર,

અજીતસિંહ એ સહી કરી ( નાઈટ ડ્યુટીની ) દેશળને પુછ્યું બધુ બરાબર છે. દેશળ તને ભજનમા જવાનો બહુ શોખ છે એવું મે સાંભળ્યુ છે.

દેશળ કહે - હા બાપુ

એટલું કહી અજીતસિંહ ઘોડાને પાછા વાળ્યા ઘોડાને લઈ હજુ થોડા આગળ પહોંચ્યા ત્યા ભજન નો અવાજ સંભળાય છે. અજીતસિંહ સાથે રહેલા એક ઘોડેસવારે અજીતસિંહ ને કહ્યું...

ઘોડેસવાર - બાપુ અવાજ ભગત નો છે. આ ભજન દેશળ ગાય છે.

અજીતસિંહ કહે - ભલા માણસ હજી આપણે જેલ પરથી નિકળ્યા. દેશળ સાથે વાત કરી એટલી વારમાં દેશળ ભજનમા કેવી રીતે પહોંચી જાય ?

ઘોડેસવાર - બાપુ અમે તમને ઘણી વખત કહ્યું પણ, આપ માનતા નથી. આ અવાજ ભગત નો છે, ભજન દેશળ ગાય છે. તમારે ખાત્રી કરવી હોય તો ભજનમા જઈને જોઈ આવો.

અજીતસિંહ અને સાથે રહેલા ઘોડેસવારો કુભારવાડા તરફ જઈને જુએ છે કે દેશળ તો હાથમા રામસાગર લઈ ભજન ગાય રહ્યાં હતા. અજીતસિંહને ભજનમા આવેલા જોઈ દેશળ રાજ સાહેબને ભજનમા બેસવાનું કહે છે. અજીતસિંહ બેસવાની ના કહી ત્યાંથી નીકળી મહેલ પર જાય છે. આ બાજુ પરોઢિયે ભગત ઉતાવળા ચાલતા ચાલતા જેલ પર આવી ભગત માણસો પુછે છે.

ભાઈ, કોઈ આવ્યું તો ના હતું ને ? ભજન માંથી આવતા મોડું થઇ ગયું.

જેલ પર પહેરો આપતા સાથીઓ માંથી એક માણસ બોલ્યો... દેશળ આવી તો શીદ ને મજાક કરશ ? બે વાગ્યે રાજ સાહેબ આવ્યા હતા તે ચોપડી આપી ચોપડી સહી કરાવી.

દેશળ કહે : મેં સહી કરાવી ? ક્યા મે સહી કરાવી ?

સાથી કહે : લઈ લે ફાનસ, ચોપડી ખોલી ભગતને કહે જો આ રહી ધ્રાંગધ્રા રાજ સાહેબની સહી અને આ બાજું રાજ સાહેબના ઘોડાના અને આ રહ્યા તારા પગલાં ના સગડ.

દેશળ કહે : સારુ કહેવાય સગડ તો રહ્યા.

ભગત જ્યા સગડ હતા ત્યા બેસીને તે ધરતીની ધુળ હાથમા લીધી અને પોતાના આખા શરીર પર ચોપડી. ઉભેલા સાથીઓ માંથી કોઇ એક ભગતને કહે આ શું તે કરે છે ?

ભગત કહે : ભલા માણસ આ મારા સગડ ના હોય આ સગડ તો મારા દ્વારકાધીસના છે. આ સગડ તો અખિલ બ્રહ્માનંડ અધીપતીના છે. હુ તો તમને પહેરાની ચાવીઓ આપી ભજનમા ગયો ત્યારથી અત્યારે જેલ પર આવું છું. મે રાજ સાહેબને ચોપડી આપી નથી અને મે સહી કરાવી નથી.

સવાર પડ્યા ભગત સીધા ધ્રાંગધ્રા રાજ સાહેબ અજીતસિંહના મહેલ પર જાય છે. ભગતની આંખો માંથી આંસુઓ વહે છે. દરબારના પહેરેદારને કહે અંદર જઈને રાજ સાહેબને કહો કે દેસળ મળવા આવ્યો છે.

અજીતસિંહ આવ્યા ને કહે : " કા દેસળ કઈ કામકાજ "

દેસળ : "ના બાપુ કઈ નહીં"

અજીતસિંહ : "તો પછી અટાણે"

દેસળ : "હા બાપુ મારે નૌકરી નથી કરવી"

અજીતસિંહ : "અરે ગાંડા બીજા ભલે ને ગમે તે બોલે મે તને ક્યારેય કશું કહ્યું ? આ તો મારે જેલ પર આવવું પડે બાકી મને બધી ખબર છે "

દેસળ કહે : " બાપુ તમારે મારો ખટકો રાખવો પડે. તમારે મારા માટે જેલ પર આવવું પડે એના કરતા હું જ આ નોકરી છોડી દઉં તો ?

અજીતસિંહ કહે : પણ દેશળ તારી નોકરી તારૂ નામ થોડો તો વિચાર કર.

દેશળ કહે : બાપુ, તમારે તો મારા માટે ખાલી મેહલે થી જેલ સુધીનો ધક્કો ખાવો પડે છે. પણ,... મારા પ્રભુને તો ઠેઠ દ્વારકાથી ધક્કો ખાવો પડે છે. અખિલ બ્રહ્માનંડ ના માલીકને વૈકુંઠ માંથી આવવું પડે આ એક પાપી પેટ માટે મારા ઠાકર ને મારે શા માટે હેરાન કરવા જોઈએ. એટલું કહીને દેસળ ખાંડવી ધાર ઉપર રમસાગર લઈ બેસી ગયા હતા.

આજ ની તારીખ માં ધ્રાંગધ્રા માં દેસળ ભગત ની વાવ છે. આ વાત કહેવાનો મતલબ કે નામ સમરણમા કેટલી તાકાત છે.

આભાર મિત્રો.


આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.

શનિવાર, 23 ઑક્ટોબર, 2021

વિસરાતી સંસ્કૃતિ

જીવનનો આવો પણ રાગ હતો
પાંચ છ દાયકા પહેલા નુ ગામડું 
➖➖➖➖➖🕉️➖➖➖➖➖
પાં ચ છ દાયકા પૂર્વે ગામમાં રેડિયો ભાગ્યે જ જોવા મળતો. સાયકલ પણ નહિ, દવાખાના માટે બીજે ગામ ચાલીને જવું પડતું. ઘંટી અને કરિયાણાની દુકાન પણ ના હોય, હટાણું કરવાય બીજે ગામ ચાલતા જતા. શહેરમાં ઘોડાગાડીનો જમાનો હતો- મુંબઇ ઉત્તર ગુજરાતીઓને પરદેશ જેવું લાગતું. મુંબઇમાં મજૂરી કરવા ગયેલા લોકો માળામાં રહે. એ માળામાં ઘણાં કુટુમ્બો સાથે રહેતા. કુટુમ્બમેળો જામે. બૈરાં ચાલીમાં ભેગાં થઇ ગામગપાટા મારે. શાક સમારે. ગાજ-બટન કરે કે ફાટેલાં કપડાં હાથથી સાંધે.

ગામમાંય મજૂરી જ કરવાની. વરસાદી ખેતી. બધો આધાર આકાશ ઉપર. શ્રમનો મહિમા. હાડકાં હલાવવાં પડે. મજૂરી કરવી પડે. નહિ તો રોટલો આઘો રહે. તાવ આવે તો તુલસીના ઉકાળે જતો રહેતો. હાથેપગે શરીરે નાનું મોટું વાગે તો હળદર ચોપડી દેવાતી. ગુવારનું પાન લસોટી ચોપડી દેવાતું. સ્ત્રીઓની સુવાવડો ઘરે જ થતી, સુવાવડ કરાવનારી દાયણને દૈયણ કહેવામાં આવતી.

મોટા ભાગે કેસ સફળ થઇ જતા. શાક પાંદડું દાણાથી ખરીદવાનું રહેતું. સાટે - હાટે મળે એટલે દાણાની તુલનામાં શાક બરાબર વેચાય... વજન શેર - બશેરમાં હતું. અડધી ના વેચાય તો અડધા દાણા કાઢી લે પછી શાક તોલાય.. ખાંડ-મોરસ કહેવાતી એનું ચલણ ઓછું. ગૉળ જ ઘરના કેન્દ્રમાં. ગૉળનું દડબું ચોકલેટ, બિસ્કીટ જે ગણો તે.. ગોળની કાંકરીથી રડતું છોકરું છાનું રહી જતું.

ગૉળની કાંકરીથી સારા સમાચાર સાંભળી મોં મીઠુ કરાવાતું. છોકરો પાસ થાય તો ગોળ વ્હેંચતા.. ધરમી માણસના મૃત્યુ પછી ગામ જમતું. નિશાળ જમાડાતી.. બ્રાહ્મણો જમતા.. નાત જમતી.. કોક જીવતચરાય કરતું... છોકરાને નિશાળે મૂકવા જવાનોય મહિમા. ગૉળધાણા વ્હેંચાય. નિશાળમાંય ગૉળ વ્હેંચાય.. તાર આવે તો ફાળ પડી જતી. ટપાલનુંય કુતૂહલ.

ત્યારે સરેરાશ માણસોની કમાણી ટૂંકી.. રૂપિયો ગાલ્લાના પૈડા જેવો લાગે. લોકો સાદુ જીવે.. સાદુ ખાય. જરૂરિયાતોય ઓછી. બે જોડ કપડાં તો ઘણાં ગણાય. કમાણી નહિવત હોય એટલે ખરચો કરવાની બધાની હિંમત નહિ. દેવું થવાનો ડર લાગે. મોજશોખ મર્યાદિત પણ દિલ મોટાં. રોજ સવાર પડે ને આંગણે અભ્યાગતો આવે. માગનારા હોય જ.

બ્રાહ્મણ આવે. પૂજારી આવે. ડોસાં ડગરાંય આવે.. છોકરાંને કૂખમાં લઇ બાઇઓય આવે. સાધુ બ્રાહ્મણ આવે સંન્યાસી પણ હોય. તિથિ વાર બોલે.. આશિષ આપે.. હાથની રેખાઓ જુએ.. સાચી પડે કે ના પડે બોલે રાખે.. ભાગ્યશાળીને બદલે ભાયગશાળી છે એમ જ કહે.. એકાદશી, પૂનમે ખાસ આવે.. પુણ્ય કમાવાની ટેલ નાખે.. ખભે ઝોળી હોય એ ઝોળીમાં આટો નાખે. બાજરી-ઘઉનો આટો જુદો રાખે. ક્યારેક ભૂલથી ભેગોય થઇ જાય. દાણા આપીએ તો અલગ રાખે. દર બુધવારે કરવા.. 'દીવો આપો' એમ કહે એટલે ઘી આપવાનું રહેતું. ક્યારેક ઘુઘરિયાળો બાવો ટન ટન ટન ટન ઘુઘરો વગાડતો આવે. પગ ઊંચા નીચા કર્યા કરે.. અવાજ ચાલુ ને ચાલુ રહે એમ એના પગ નર્તન કર્યા જ કરે- શરીર ઉપર રાખ ચોળી હોય એક પંચિયું હોય.

બસ ઘુઘરો કમરે બાંધી બે પગ વચ્ચે સરકે - ખખડે - રણકે. તેલિયો બાવો તેલ લઇ જાય. ટોકરિયો બાવો હાથમાં કમંડળ રાખતો. એ કમંડળમાં લોટ લઇ લેતો. કાવડ લઇને પણ કોઇ બાવો આવે.. કાવડ શ્રવણ લઇને ફરતો હતો.. એમાં માબાપને બેસાડી જાતરા કરાવેલી.. એ કાવડનો અર્થ એ બાવાની કાવડમાંથી જાણવા મળતો. કોઇક સાધુ સાકરિયા આપે. છોકરાં સાકરિયાની લાલચે તેની પાછળ પાછળ ગામમાં ફરે.

ઘરે ઘરે રોટલા ચૂલે થાય ત્યારે પ્રથમ ચાનકી તો કૂતરાની થતી. ગાય માટે 'ગૌગ્રાસ' કરવાનો - કાઢવાનો પણ રિવાજ. ખાધા પહેલાં ધૂપ કરવાનો. નાળમાં દેવતા લઇ ઉપર ભાત-ગોળ-ઘી ધરાવવાનાં... અગ્નિદેવને પહોંચાડવાની આવી પ્રથા હતી. ઘરે ઘરે આવા યજ્ઞાો થતા. 

લાજમર્યાદા અને મોભાવભાનો એ વખત હતો. મલાજો જળવાતો.. હદબહાર કોઇ જતું નહિ.. વડીલ સામે અમુક હદથી વધારે ના બોલાય. સાધુ સામે જિદ ના કરાય.. મોટાઓની સામે ના બોલાય. ગુરુને અને મોટાંને પગે લગાય.. સાસુ-સસરાની આગળ મોં ખુલ્લુ ન રખાય. માભામાં રહેવાય. સ્ત્રીથી મરજાદ સચવાય. વડીલોની હાજરીમાં ઘરવાળા સામે જીભાજોડી ના થાય. એની લાજ પણ કાઢવી પડે. પુરુષોની હાજરીમાં મોટે અવાજે ના બોલાય. ઘરમાંય માથેથી સાડીનો છેડો હેઠે ના પડે એ સાચવવું પડતું.

વખતસર રસોઇ કરવી પડે અને ભાયડા ઘરમાં વસ્તુ લાવે ના લાવે તો કોઇને કોઇ રીતે સ્ત્રીઓ ઘર સાચવી લેતી. કૂવેથી પાણી ખેંચવું પડે... ગાળીને પીવાનું.. માટલા માથે ઉપાડી પાણી પાણિયારે લવાતું... આજે તો ઉપર લખેલું કોઇને ખોટુ કે વધારે પડતું ય લાગે, પણ પાંચ દાયકા પૂર્વે આ જ જીવન હતું

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...