વાતો વિહોણા વાવડે માં તલખતા છોરુ તને
ઉભી ન રહેજે એક ઘડીએ ધાબળી લઇ દોડજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે
ભુલા પડયા ભવસાગરે અમ ગળા લગ ડુબી ગયા
છેટા થયા તુજથી જનેતા તારી આંખથી અળગા રહ્યા
હવે કર વધારી કર લોબળીયાળી કાંઠે બધાને કાઢજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે
જે આંગણા જોવા નહોતા ત્યાં યાચવા જાવુ પડયુ
જે કરમ નહોતું પૂર્વજો નું તેજ આ કરવુ પડયુ
હવે અકરમ ને અવિચાર માંથી માવડી મુકાવજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે
મોહ સોડ તાણી સુઈ ગઇ કે તુ ઘેન માં ઘેરાઈ ગઇ
પાંપણે ચડયા પડોળે હવે ઘડપણે લેવાઇ ગઈ
તોય લાકડી ટેકો લઇ ઉતાવળી ઝટ આવજે
રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે
સાગર ભલે શોષાય માં પણ અમી ઝરણાં ખુટશો નહી
હવે બાંય ઝાલી બાવડી મઝધાર માં મુકશો નહી
કહે ' દાદ ' છોરુ માત ના સબંધ ને સંભાળજે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો