રવિવાર, 31 ઑક્ટોબર, 2021

સાયર કવી મેઘાણી

"ઘટોઘટ મેઘાણી"
ગાજે સમંદર નાં પાણી, ઘટોઘટ એમ મેઘાણી.
કાજળ ઘેરા કાળજમાં તેં તેજની જોઈ લકીર;
જુલમી નર માં માનવતાનાં, હૈડે દીઠાં હીર,
અંતરના લોઢ ઉછાળ્યા, સમંદર માં વિરડા ગાળ્યા.
સત ધરમ ને દીવડે પૂર્યા તેં, તન નીચોવીને તેલ;
ખંભે ખેંચી કાવડયું રાખી, જીવતી નાગરવેલ,
ખાતર થઈ ક્યારીયે ખૂંત્યો, ફોરમ થઈ ફૂલડે ફૂટ્યો.
વિરહઘેલી વાદળી રે ઘડીક, છજેલ ઘરનો ચુવક;
ઘાયલ શૂરની ઝોળી ઘડીક, પ્રીત બળેલી ખાખ,
કલમ તારી વેદના રોતી, જાણે મધરાત નીતરતી.
પ્રીતનાં કોમળ ભાવ દેખાડયા, જેવા ગંગાનાં નીર;
કરડાં મોઢા માલકાવ્યા તેં, તાણીને માર્યા તીર,
અને લેવરાવ્યા વિસામાં, ઊભાં જે કાળ ની સામા.
'દાદ' સતવાદી દીવડો બૂઝ્યો, આ ખાંડ માં દઈ ને પ્રકાશ,
ફૂલ ગયું પણ ફૂલડા કેરી, રહી ગઈ તેલમાં વાશ.
હીરાનો પારખું હૂતો, સાવજ સૌરાષ્ટ્રનો સૂતો.
(રચના કવિ શ્રી દાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...