"गुप्त सुमिरन जो लखे, सोइ हंस हमार"
"ગુપ્ત શબ્દ" નો અર્થ કાગળમાં લખેલો અક્ષર જેને તમારે ચોરીછુપીથી અન્ય કોઈ જોવે નહિ એ રીતે વાંચવો... એવો નથી. અરે! "શબ્દ" ની શું ગુપ્તતા રાખશો? આ તો એવો મંત્ર છે, એને તમે ના બોલી શકશો, ના વાંચી શકશો કે ના આ મનુષ્ય કાનથી સાંભળી શકશો. એ સ્વયં જ ગુપ્ત છે. જેને "શબ્દ" પ્રાપ્ત થયો છે, એ શિષ્ય "શબ્દ"માં લીન રહી શકે છે, "શબ્દ" સાંભળી શકે છે, જયારે એની બાજુમાં બેઠેલ વ્યક્તિને "શબ્દ" નહિ સંભળાય. આશ્ચર્ય થશે પણ સત્ય છે, એક વ્યક્તિ "શબ્દ" ને સાંભળી શકે છે, જયારે એની બાજુમાં બેઠેલ બીજા વ્યક્તિને એ નહિ સંભળાય. "શબ્દ" અદ્રશ્ય છે, એ દેખાતો નથી, તો તમે એને કેવી રીતે લખશો? "શબ્દ" સમજી ન શકાય એવો છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો