જાગતી જ્યોતું મઢડા ટીંબે, આઈ ઊગી પ્રભાત
લાખ હર લોબડિયાળી, ભજું તુંને ભેડિયાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી
ચારણોનાં સત છૂટવા લાગ્યા, ને પાપે કર્યો પેસાર;
કારવાં સામા કળિયુગ સામે, સિંહ સમો એ હુંકાર
ઊભી આખા જુગ ને ખાળી, પોતાવટ પાળવાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી
મઢડા ટીંબે નોતર્યા માડી, ચારણો શાખ પ્રશાખ;
રજ ઊડી અને આભ ઢંકાણું, એની સૂરજ પૂરે છે શાખ
ઉગમણા ઓરડાવાળી, ભજું તુંને ભેડિયાવાળી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો