પડ્યો હોઈ ચાર પાય પર ત્યારે પ્રભુ પ્રભુ કહે છે.... પાપીનાં.
મોત જ્યારે દરવાજા ઉપર દસ્તક કરે છે
ત્યારે કાયા કાપી ઉઠે છે
ત્યારે એકજ આલાપ કરે છે
પ્રભુ પ્રભુ કહે છે... પાપીના પાપ..
કર્મના કર્યા ભાઈ અહીજ મળે છે
નજર કરી જોઈ લે આંખે
સ્વર્ગ નર્ક અહીજ છે
ઉપર કશું નથી ભાઈ.. પાપીનાં પાપ
સમય છે મોટો કાળ જ્યારે દસ્તક કરે છે
મોટા મોટા ધૂલંધર ધૂળ થઈ ગયા
ત્યારે તેને ખબર પડે છે
ત્યારે જીવતર ડામાડોળ થઈ જાય છે .. પાપીનાં પાપ
બાવળ વાવોતો કેરીની આશા સિદ કરો
હાથ ના કરેલા અહીં હૈયે વાગે છે
પાપનો ઘડો એક દી ફૂટે છે
ત્યારે બજી હાથ માંથી સરિ જાય છે.. પાપીના પાપ
દાસ સુરેશની છે વિનંતી ચેતીજા જીવ જલ્દી
સાચા કર્મ કરી જીતિલે જીવતરની બાજી
ગુરુ ઘર ઘાટ ના પાણી
ગમ પડે તો પીલે પ્યાલા માનવી... પાપીના પાપ
પાપીના પાપ બોલે ત્યારે કાયા બોલી ઉઠે છે
પડ્યો હોઈ ચાર પાય પર ત્યારે પ્રભુ પ્રભુ કહે છે.... પાપીનાં.
#ગીરનારી_કૃપા_કેવલમ્

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો