સત્ય જ્ઞાન ને સમજાવનારા શાસ્ત્રો અનેક છે .જેનો જિંદગીભર અઘ્યયન કરવામાં આવે તો પણ ખૂટે નહી .પ્રશ્ન એ થાય કે એવું કયું શાસ્ત્ર છે કે જેમાં ગુહ્ય છે ?અને આ ગુહ્ય શાસ્ત્ર માં સહુથી વધુ -અત્યંત ગુહ્ય શાસ્ત્ર કયું હશે?એવા અત્યંત ગુહ્ય શાસ્ત્ર માં એવું શું ગુહ્ય હશે?ગીતા અધ્યાય -૧૫ માં કૃષ્ણ કહેછે કે-આ પ્રમાણે અત્યંત ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું .જેને જાણવાથી મનુષ્ય બુદ્ધિમાન અને કૃત કુત્ય થાય છે.......................................................૨૦ આવું ચોખ્ખું લખ્યું છે.---અત્યંત ગુહ્ય શાસ્ત્ર -----અનેક બુદ્ધિજીવીઓ આ વાંચે છે.માત્ર ૨૦ શ્લોક નો આ અધ્યાય જયારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળકડકડાટ વાંચી જનાર માણસો જોવા મળતા હોય છે.દરરોજ નિત્ય પાઠ કરનાર પણ જોવા મળે છે.(માત્ર ૨૦ શ્લોકો જ છે ને?)આ પાઠ કરીને પણ તેને કેટલું સમજ્યા હશે તે બીજો પ્રશ્ન છે.પણ કોઈને એ પાઠ માં શું છે? તેની ઉત્કંઠા પણ ના થાય તેવા માનવી કરતા તોઆ પાઠ કરનાર બહેતર હશે.કમસે કમ કોઈક દિવસે તો તેના અર્થ ની તેમને ખબર પડશે જ ........મને એવું લાગે છે કે જગતની ઉત્પત્તિ વિષે નો સર્ગ સિધ્ધાંત (લીંક) જોથોડોક પણ સમજાયો હોય તો આ ગુહ્ય શાસ્ત્ર સમજવામાં સરળતા રહે .તો હવે એ અત્યંત ગુહ્ય શાસ્ત્ર શું હશે?તે વિષે થોડુંક જોઈએ .......જગત રૂપી પીપળાના વૃક્ષ ના મૂળ --ઉપર-- છે.અનેશાખાઓ ---નીચે --છે. તથા આ વૃક્ષ નો કદી પણ --નાશ -- થતો નથી.(અવિનાશી)એમ કહેવામાં આવે છે.વેદ ના છંદો (જુદી જુદી જાતના યજ્ઞો અને કર્મો)આ વૃક્ષ ના પાંદડા છે.જે માનવી આ વૃક્ષ ને (આ રહસ્યને )તત્વથી (મૂળ સહિત)જાણે છે તે વેદવેતા (જ્ઞાતા) છે........................................................૧ નોધ -અહીં સામાન્ય રીતે જયારે વૃક્ષ શબ્દ આપણે વાંચીએ ત્યારે જમોન પરનુંવૃક્ષ આપણી નજર સમક્ષ થઇ જાય છે.અને આ વૃક્ષ ના મૂળ ઉપર તરફ હોય છે તે કલ્પવાનું આપણે ભૂલી જઈએછીએ.અને શ્લોક ને સાચી રીતે સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ.આ જગત માં ક્ષર (નાશવંત) અને અક્ષર (અવિનાશી)બેજ પુરૂષ (પદાર્થ) છે.સર્વ ભૂતોને (પ્રાણી ઓ શરીરને) ક્ષર કહે છે. અનેકુટસ્થ ને (જીવાત્મા -માયાની ઉપાધી થી યુક્ત જીવ)અક્ષર કહે છે................................................................૧૬ ઉત્તમ પુરૂષ (પુરુષોત્તમ) આ બંનેથી (ક્ષર-અક્ષર) તો કોઈ જુદો જ છે.જે જગત માં પ્રવેશ કરીને (આકાશ ની જેમ)સર્વે નું ધારણ-પોષણ કરે છે.જેને પરમાત્મા-ઈશ્વર -અવિનાશી કહેવામાં આવે છે...............૧૭ અદભૂત આશ્ચર્ય તો એ છે કે કૃષ્ણ -પોતેઈશ્વર ની વ્યાખ્યા આપે છે.ગીતા ના દાખલા આપીને
ॐ
#_kk_parmar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો