બુધવાર, 1 ફેબ્રુઆરી, 2023

કેસૂડો

'દાદ'' ની કવિતા યાદ આવી.. ''લીલા પાનેતર પહેર્યાં ને કોઈ સેંથા સરભરીયા.. જાણે ફાગણ ફુલડે..ગોરલ નિતરીયા..'' આ મહિનામાં ખાખરો ખીલે છે ''કેસુડા'' ખીલે છે ફાગણ તો ફાગ નો છે..ફોરમ નો છે..રંગ નો છે.. વસંત નો છે..કોમળ અને કુણી લાગણીઓ નો છે..આવી સુંદર ઋતુ મા..કેસુડા ખીલ્યા છે..અને કવિ ત્યાં થી પસાર થયા..કવિ એ જોયું તો આ ફુલડા કાંઈક મૂંઝાતા હોય એવું લાગ્યું.. એટલે કવિ એ પૂછ્યું કેમ મુંઝાવ છો..? કેમ કોચવાવ છો..? એટલે કેસુડા ના ફુલ... કવિ ''દાદ'' ને કહે છે.. હે..કવિ તમે અમારા કાઇમ વખાણ જ કર્યા ક્યાંય અમારો ઉપયોગ ખરો..!! અમને ખોટેખોટા રે બિરદાવ્યા.. કોઈ આશ કરી ને પાસ ના'વ્યા..... કેસુડા ના ફુલડા.. નથી પ્રભુ ને પાયે પથરાણા.. કે નથી રાધા ને હાથે ગુંથાણા.. કેસુડા ના ફુલડા.. અમે નાહક ખાખરીયુ મા ખીલ્યા.. કોઈ આશા કરી ને પાસ ના'વ્યા.. કેસુડા ના ફુલડા.. નથી નવલી દિલદારા એ ચૂંટ્યા નથી રસલોભી ભમરે અમને લુટ્યા...... કેસૂડા ના ફુલડા.. અમને હસતા હોઠો એ જડી દીધા.. કોઈ એ કાળા મોઢાના અમને કીધા.. કેસુડા ના ફુલડા.. કવિ કેસુડા ના ફુલ ને જવાબ આપે છે.. તમારી પાસે ગુલાબ,જુઈ,ચમેલી,મોગરો આ બધા ગૌણ છે..તમારી કિંમત થશે.. ક્યારે..? ''ધર જાતા ધર્મ પ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...