માં હીંગળાજ સ્તુતિ(Maa Hinglaj Stuti)
છંદ નારાચ :
વિડારણી દઈત વંશ,સેવકા સુધારણી,નિવારણી વિઘન અનેક,ત્રિભુવન તારણી,
ઉતારણી અઘોર કુંડ,અર્ગલા એ અર્ગલા,કરન્ત દેવી હિંગળા,કલ્યાણ મત મંગળા ,
રમે વિલાસ મંગળા,જરોલ ડોલ રમીયા,સજ સહાસ સબ પ્રહાસ,આપ રુપ ઉમીયા,
હોવંત હાસ્ય વેદ ભાષ્ય,વાર વાર વિમળા, કરન્ત દેવી હિંગળા ......
રણાં ઝણા છણા છણા,વિલોક છંડ વાજણા,અસંભ દેવી આગલી,પડંત પાય પેખણા,
પ્રચંડ મુખે પ્રામણા,તણા વિલંત ત્રાવળા,કરન્ત દેવી હિંગળા ......
રમાં ડમાં છમાં છમાં,ગમે ગમે ખમા ખમા,વાજિંત્ર પે રમન્તીએ,ડગમ્બ મગમ્બ તવેશ માં,
ડમાં ડમાં શબદ ડાક,વાણે વીર પ્રઘળા,કરન્ત દેવી હિંગળા ........
સોહે શ્રીંગાર સબ સાર,કંઠમાળ કોમળા,ઝળાં મળા ઝળા ઝળા,કરન્ત કાન કુંડળા,
સોળે કળા સંપૂર્ણા,ભાલે મયંક નિર્મળા,કરન્ત દેવી હિંગળા .........
છપ્પન ક્રોડ શામળા,કરન્ત રુપ કંઠળા,પૃથ્વી પ્રમાણ પ્રઘલા,ઢળન્ત નીર ધમળા,
વલ્લ વિલાસ વિજળા,ઝીમા ઝળોળે મઘઝળા,કરન્ત દેવી હિંગળા ........
નાગેશરા જોગેશરા,મન્ન્ખ્રા રૂખેશરા,દિન્નંકરા ધરન્તરા,દશે દિશા દિગંતરા,
જપે ‘ જીવો ‘ કે અર્ગલા,માં અર્ગલા,કરન્ત દેવી હિંગળા,કલ્યાણ મત મંગળા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો