ચંદ્રકાંત બક્ષી એવું કહેતા કે ગુજરાતી માં બાપ પોતાના બાળકો નું ૮૦% જીવન પોતે જીવી દેય છે તે એકદમ સાચી વાત છે.દીકરા દીકરીનાં જીવનમાં ગુજરાતી માબાપ જેટલું ઇન્ટરફીયર બીજુ કોઇ કરતું નહિ હોય.
કઇ છોકરી પસંદ કરવી, કઇ લાઈન લેવી, કેટલા છોકરા પેદા કરવા,શું ખાવું, કઇ નોકરી કરવી એવી દરેક બાબતમાં માથું મારતા જોવા મળતા હોય છે. એટલે જ ગુજરાતી છોકરાઓ બીજા રાજ્યમાં જઇને નોકરી કરતા હોય તેવું બહુ ઓછું જોવા મળે છે.
વધુમાં દીકરાની વહુઓમાં તેણે શું પહેરવું, કોની સાથે ભળવું એ નક્કી કરી દેતા હોય છે. સારું છે કે ગુજરાતની સંસ્કારી દીકરીઓ લગ્ન પછી સાસરે અનુકૂળ થવાની મનોવૃત્તિ ધરાવે છે એટલે સંપ રહે છે.
80 ટકા મા-બાપ આવી વૃત્તિ ધરાવે છે. જો તમને આ ખોટું લાગતું હોય તો તમારે એમ સમજવું કે બાકીનાં 20 ટકા સમજદાર મા-બાપમાં તમારો સમાવેશ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો