શુક્રવાર, 4 ઑક્ટોબર, 2024

અનુષ્ઠાન 2024

આસોસુદ એકમ વિક્રમ સંવત ૨૦૨૮ ગુરુવાર તારિખ ૩-૧૦-૨૦૨૪ના  શારદીય નવરાત્રી પારંભ  નવરાત્રિ એટલે પવિત્ર પર્વ માતાજીની ઉપાસના આરાધના ગુણગાણ ગાવાનો અવસર એટલે નવરાત્રિ આમ તો હું કોઈ સંત નથી કે એવો વિદ્વાન માણસ નથી કે અનુષ્ઠાન મંત્ર વેદ ને જાણનાર પણ જે યથા શક્તિથી આવો સરસ માણસ નો દેહ મળ્યો છે તો. આખા વર્ષ માં નવ દિવસ માતાજી ની નજીક પવિત્રતાથી એના ખોળા માં ખેલવાનો અવસર મારા પારબ્ધ કર્મ અનૂશાર મને મળ્યો છે. પહેલા અનુષ્ઠાન ની શરુઆત ૨૦૧૬ થઈ કરી હતી આજે નવમું અનુષ્ઠાન કરવાનો અવસર પ્રદાન કર્યો છે માતાજી એ મને. પહેલા  શરુઆત માં  માંગો હતી આમ કરીએ તો માતાજી આમ સારુ કરી દેહે ઘણીબધી વિવિધ માંગો ઉભી હતી પણ  પવિત્રતાથી નવ દિવસ સવાલાખ ગાયત્રી મંત્ર નું અનુષ્ઠાન નવ દિવસ કરતો અને હું કરુ છું એવો પોરહ લેતો પણ આજે અહેસાસ થાય. કર્તા હું નથી  કર્તા એ છે. અને એને બહાર શોધતો પણ આજે એમ થાય શક્તિ વગર મારું અસ્તિત્વ જ નથી. ભલા બે દિવસ શક્તિ ઘટે તો ચાલવાનું પણ સામર્થ્ય નથી રહેતું. એટલે શક્તિ વિના મારું અસ્તિત્વ જ ક્યાં? અને હું કરું છું અનુષ્ઠાન એ પણ એક મારો અહંમ હતો પણ વારંવાર અભ્યાસ દ્રારા આજે  માતાજી એ મને એક માણસ બનવાનો અવસર પ્રદાન કર્યો છે.  પરમાત્મા માણસ બનાવે તો પણ ઘણું છે. હું માણસ થાવ તો પણ ઘણું છે. ઘણીવાર ઘણી ભુલો અપરાધ આપણાથી થઈ ચુક્યા હોય છે જાણ્યે અજાણ માં ઘણાબધા જીવો નો આત્મ દુભાવ્યો હોય છે. અને પુર્વ જન્મ ના આ જન્મ ના કર્મ અનુસાર  સારુ નરહું પરિણામ ભોગવવી રહ્યાં છીએ. અને સુખ માં છલકાઈ જવાય ત્યારે દુખ માં આપણા કર્મ ની ભુલો નું પરિણામ ભોગવવા માં  પરમાત્મા ને દોષ આપીએ છીએ અને માત્ર ફરિયાદો કરતા હોઈએ છીએ અને એ પરમ તત્વ ને નથી ઓળખી શકતાં. મારા કર્મ અનુસાર જે પણ સ્થિત સમય નિશ્ચિત છે એ થવાનું છે. એમા માત્ર હું જવાબદાર છું. ઈશ્વર પરમાત્મા આદ્યશક્તિ વિશ્વનું સંચાલન કરનાર શક્તિ ને આપણે શું આપવાના આપણે શું કરવાના એના માટે. એના ખોળા માં રમવાનું છે. એટલે ઘણા બધા ચડાવ ઉતાર આવે જીવન માં એ પરમ તત્વ ની નજીક પવિત્રતાથી રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ દરેક વ્યક્તિએ. એટલે મારાથકી આપને  નવ દિવસ સુધી એકાંત મારા ઘરની અંદર મારા પરિવાર સાથે હું નવ દિવસ નાનકડી માતાજી ની સ્થાપન કરી નવ દિવસ સુધી કોઈ પારાવારિક વ્યવહારીક જવાબદારી થઈ મુક્ત નવ દિવસ અન્ય કોઈ પ્રક્રિયા વિના માત્ર એના સાનિધ્યમાં એની સન્મુખ નવ દિવસ રહી  કાલાવાલા કરું છું. નવ દિવસ મંદિરે પણ નથી જતો ઘણા વિવિધ મહાનુભાવો ના પ્રશ્ન હોય પણ નવ દિવસ તો મારા ઘર માં મારા મન માં મંદિર માં એની સ્થાપન કરી એના ગુણગાણ ગાવ છું એટલે. માફ કરશો મારો કોન્ટ્રેક્ટ નવ દિવસ સુધી નહી થઈ શકે. મારા લાયક આપને કોઈ કામ માં મદદરૂપ નહી બની શકું આપના ફોન નો જવાબ નહી આપી શકું. જય માતાજી લિ. પરમાર ક્રિપાલસિંહ ખોડુભા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...