રવિવાર, 6 ઑક્ટોબર, 2024
ઈશ્વરીય શક્તિ _5
જય માતાજી મહાનુભાવો. વડીલો. મિત્રો સ્નેહીજનો. ઘણીવાર શાંત ચિત્તે અનેક પ્રશ્ન આપણો અંતરાત્મા આપણને પુછતો હોય કે આ જીવન નો ઉદ્શ્ય શું? આ ઝડપી ક્રાંતિ ના યુગ માં માણસ પાસે ઘણીબધી ટેક્નોલોજી છે. પણ શાંતી અને સમય નથી અને જે સમય ને નથી પાસ કરતો એને સમય પછી પાસ કરી જાય છે. આપણું અમુલ્ય આ માણસ દેહ આપણ ને મળ્યો આ જીવન મળ્યું તો એનો ઉદ્દેશ્ય શું હશે? શું આ ભાગદોડ ભરી જીંદગીમાં સારા કપડા. મકાન. સારી ગાડી સારુ એવું બેન્ક બેલેન્સ હાઈફાય ફેસેલીટી વાળું જીવન બ્રાન્ડ સારી વસ્તું ખરીદવા નો શોખ એક બે સંતાનો અંતે છેલ્લા શ્વાસ સુધી એક સવાલ ઉભો રહે અને આવીને કહે ભાય આ જીવન નો ઉદ્શ્ય શું પોતાના માટે પોતાના સંતાનો માટે પેટ તો જાનવર પણ સારી રીતે જીવતા જ હોય છે ભલા તો પછી આ જીવન ના છેલ્લી ઘડીએ એક સવાલ મન માં ઉપસ્થિત થતો નહી હોય કે આ સરસ જીવન નો ઉદ્શ્ય શું? તમે જેવું વાવ્યું પોતાના માટે પોતાના માતા પિતા માટે એ વિસ વર્ષ પછી વ્યાજ સાથે તમારા સંતાન તમને આપશે. પોતાના પરીવાર નું ભરણપોષણ સારુ દેખાવ કરવા સારી જીંદગી જીવવા ના જાણે કેટ કેટલાય પાપ કર્યા. કેટલાય જીવાત્મા ને દુખ પહોચાડી કેટકેટલાય ને છેતરી ધન ભેગું કયરું શા માટે? ક્યારેય એ વિચાર આવ્યો આ બધું ધન અનિતીથી ભેગું કયરું એનો જવાબ એનું ફળ મારે વ્યાજ સાથે આપવું પડશે. પણ અંત આત્મા કહે ત્યારે એને કહી દઈએ છીએ છેલ્લે જોયું જાશે છેલ્લે ભોગવી લેશું અત્યારે મોજ થી છળકપટથી ઘણા જીવોને કષ્ટ આપી અનિતીથી ધન ભેગું કરી મોજ કરી લેવાય અને એજ વ્યક્તિ છેલ્લા શ્વાસ છેલ્લી ઘડીએ આપણે તેને આશ્વાસન આપતા હોઈએ ભલા સત્ય ને કસોટી હોય. તો શું આ સત્ય હતો? ભોગવવાનું થયું ત્યારે સત્ય થયો! અને ભોગવવાનું તો જેને કયરું એને જ હોય છે. પણ આપણે આ ભાગદોડ ભરી જીંદગીમાં થોડીવાર માટે આ વિચાર આવતો પણ હોય તો એને ટાળી ને મોજ કરીએ છીએ. પણ હજી પ્રશ્ન તો ઉભો જ જીવન નો ઉદ્શ્ય શું!!! શું પરમાત્મા ની પ્રાપ્તિ કરવી એ જીવન નો ઉદ્શ્ય છે! સત સેવા કરવી જીવન નિર્વાહ કરવો એ જીવન નો ઉદ્શ્ય છે! કે નિતી ધર્મ માં રહી જીવન નિર્વાહ કરવો એ! લક્ષ્ય વગર નું જીવન નથી લાગતું આપણું જીવન. કંઈક તો લક્ષ્ય હોવું જોઈએ જીવન માં પછી અંતિમ પડાવ માં વિચાર આવે પણ મોડું થઈ ચૂક્યું હોય છે. કારણ આખું જીવન તમને સમય આપ્યો પછી સમય પાસે પણ સમય નથી રહેતો. એટલે જીવન માં કામ ક્રોધ માદક પદાર્થ સેવન નિચવૃતી જીવન જાનવર વૃતીથી પણ નિચવૃતી નું જીવન આપણું બની ગયું હોય એવું નથી લાગતું માણસ ને હવે માણસ થવાની જરુર છે! દેવતત્વ આધ્યાત્મિકતા ધર્મ નિતી નિયમો હોવા જોઈએ અને જીવન શું છે એની ખોજ કરવી જોઈએ આ એક સાધારણ સવાલ નથી આ સવાલ નો જવાબ અત્યારે મારી પાસે પણ નથી પણ સત્ય ચિત અને આનંદ આ ત્રણ માર્ગ જીવન માં ગ્રહણ કરવા જોઈએ આનંદ અને મોજ માં ઘણો તફાવત મોજ ક્ષણીકવાર ની હોય જ્યારે આનંદ અનહદ હોય એટલે જીવન માં સત્ય ચિત અને સતત મનન કરવું જોઈએ આ જીવન નો ઉદ્દેશ્ય શુ? શું કરવું જોઈએ આ જીવન માં અંતિમ પડાવ માં અફસોસ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
રાંધણ છઠ્ઠ
રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...
-
રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...
-
તુ હાલ ને ઝટ હોય ત્યાંથી કોઇ વહાલું નહિ કરે. વાતો વિહોણા વાવડે માં તલખતા છોરુ તને ઉભી ન રહેજે એક ઘડીએ ધાબળી લઇ દોડજે રવરાય લાજુ રાખવા અણવખત ...
-
શ્રી મકરંદસાહેબ ને વાંચુ ત્યારે એમ થાય કે આપણાં ધર્મ ને સાચી રીતે સમજવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. આપણે સંપૂર્ણ કર્મકાંડી ધર્મ માં માનતા થયા ...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો