રવિવાર, 6 ઑક્ટોબર, 2024

ઈશ્વરીય શક્તિ ભાગ_4

પરમાત્મા સુધી પહોંચવાના ત્રણ માર્ગ છે - સત, ચિત્ત અને આનંદ. આ ત્રણેય રસ્તેથી તમે પરમાત્મા સુધી પહોંચી શકો છો. આપણને પરમાત્માનું ખરું સ્વરુપ જોવાની ઈચ્છા થાય તો પરમાત્મા કોઈ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ નહીં થાય. પરમાત્માનું પહેલું રૂપ છે સત્ય. જે દિવસે આપણી જિંદગીમાં સત્ય આવવા લાગશે, સત્યમાં વધારો થવા લાગશે, ત્યારે સમજજો કે ભગવાન આપણી નજદીક છે.

સત્ય ભગવાનનું પહેલું સ્વરુપ છે. ચિત્તની વાત કરીએ તો ચિત્ત એટલે આપણી અંદરનો પ્રકાશ. આત્મપ્રબોધને પ્રાપ્ત કરો પછી આનંદ જુઓ. સત અને ચિત્ત તો બધામાં હોય છે, પરંતુ આપણામાં જે છે તેને આપણે પ્રગટ કરવાનો છે, તે આનંદ છે. આનંદ આપણો મૂળભૂત સ્વભાવ છે, છતાંય તેના માટે પ્રયાસ કરવો પડે છે. તેવીજ રીતે પરમાત્મા ને પામવા માટે આપણે કશું ત્યાગવાની જરુર નથી.

ઘરબાર છોડવાથી, પહાડ ઉપર જવાથી, તીર્થ સ્થાનો ઉપર જવાથી, એકાન્તમાં ચાલ્યા જવાથી કશું થવાનું નથી. પ્રવૃત્તિ જો ભીતર હશે તો સંસારની ભીતર રહો કે જંગલમાં રહો એક સરખું જ પરિણામ મળશે. યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તે જ આનંદ ગૄહસ્થોને ઘરમાં બેસીને ભક્તિ કરવાથી મળે છે.

ઘરમાં રહો, સંસારમાં રહો એ કોઈ ખોટું નથી. આપણે સંસારમાં રહીએ તેનો વાંધો નથી પણ જ્યારે સંસાર આપણામાં ઘૂસી જાય છે તેનો વાંધો છે. સંસારમાં રહેવાનું અને આપણાંમા સંસાર રહે તેનો ફરક છે. સ્વર્ગમાં રહેવું કે નર્કમાં રહેવું તે આપણા જ હાથની વાત છે.

ઘરમાં રહો, તમારા સ્વભાવમાં રહો અને સંસારમાં રહો, અને પછી પરમાત્માને પ્રાપ્ત કરો. મુખ્ય લક્ષ નિષ્કામ ભક્તિ છે. નિશ્કામ ભક્તિ એટલે તમે કાર્ય કરી રહ્યા છો છતાં પણ તમે નથી કરતા. કર્મ થઈ રહ્યું છે પણ તમે તેના કર્તા નથી એ જ નિષ્કામ ભક્તિ છે. નિષ્કામતા ત્યારે જ ઘટે છે જ્યારે તમારામાંથી "હું" ચાલ્યું જાય છે, કાર્યમાંથી કર્તા બોધ હટી જાય છે.સત્ ચિત્ આનંદ 
ભાગવત માહાત્મ્ય (ચાલુ)સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I

તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II

(જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ નો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવાળા છે,એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ ને અમે વંદન કરીએ છીએ)

પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ .

સત્- પ્રગટ -રૂપે સર્વત્ર છે. ચિત્(જ્ઞાન) અને આનંદ –અપ્રગટ છે.

જડ વસ્તુ ઓ માં સત્ છે પણ આનંદ નથી,

જીવ માં સત્ પ્રગટ છે,પણ–આનંદ અપ્રગટ (અવ્યક્ત) છે.

આમ આનંદ પોતાના માં જ છે ,પણ મનુષ્ય આનંદ બહાર શોધે છે.સ્ત્રીમાં-પુરુષમાં-ધન માં કે જડ પદાર્થો માં આનંદ નથી.

જીવ માં આનંદ ગુપ્ત છે.જીવ પરમાત્મા નો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે.

દૂધ માં જેમ માખણ ગુપ્ત રીતે રહેલું છે,તેમ જીવ માં આનંદ ગુપ્ત રૂપે છે.

દૂધ માં માખણ રહેલું છે પણ દેખાતું નથી,પણ દહીં બનાવી ,છાસ કરી મંથન કરવાથી માખણ દેખાય છે,તેવી રીતે,

માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો હોય છે.

દૂધ માં જેમ માખણ નો અનુભવ થતો નથી,તેમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી.

જીવ ઈશ્વર નો છે,પણ તે ઈશ્વર ને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી,તેથી તેને આનંદ મળતો નથી.

આનંદ એ પરમાત્મા નું સ્વરૂપ છે,આનંદ એ તમારું પણ સ્વરૂપ છે. આનંદ અંદર જ છે.

એ આનંદ ને જીવન માં કેવી રીતે પ્રગટ કરવો તે ભાગવત શાસ્ત્ર બતાવશે.

આનંદ નાં ઘણા પ્રકાર તૈતરીય ઉપનિષદ માં બતાવ્યા છે.પરંતુ તેમાં બે મુખ્ય છે.—સાધન જન્ય આનંદ –સ્વયં સિદ્ધ આનંદ.

સાધનજન્ય—વિષયજન્ય આનંદ –એ સાધન અને વિષય નો નાશ થતા તે આનંદ નો પણ નાશ થશે.

સ્વયં સિદ્ધ આનંદ અંદર નો ખોળેલો(પ્રગટ થયેલો) આનંદ છે.

યોગીઓ પાસે કશું કઈ હોતું નથી તેમ છતાં તેઓ ને આનંદ છે.યોગીઓ નો આનંદ- કોઈ- વસ્તુ પર આધારિત નથી.

પરમાત્મા પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે.ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે.ઈશ્વરનો અંશ –જીવાત્મા –અપૂર્ણ છે.

જીવ માં ચિત્ –અંશ છે પણ પરિપૂર્ણ નથી.મનુષ્ય માં જ્ઞાન આવે છે-પરંતુ તે જ્ઞાન ટકતું નથી.

પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે.શ્રી કૃષ્ણ ને સોળ હાજર રાણીઓ સાથે વાત કરતાં પણ એ જ જ્ઞાન અને દ્વારિકા નો વિનાશ થાય છે—

ત્યારે પણ એ જ જ્ઞાન.--શ્રી કૃષ્ણ નો આનંદ રાણી માં કે દ્વારિકા માં નથી.સર્વનો વિનાશ થાય પણ શ્રી કૃષ્ણ નાં આનંદ નો વિનાશ થતો નથી.

સત્-નિત્ય છે,ચિત્ એ જ્ઞાન છે,ચિત્ શક્તિ એટલે જ્ઞાન શક્તિ.

(નોધ-આ ચિત્ત -શબ્દ ને ઊંડાણ થી સમજવા જેવો છે.યોગની વ્યાખ્યા-છે-કે -ચિત્ત વૃત્તિ નિરોધ)મનુષ્ય પોતાના સ્વ-રૂપ માં સ્થિત નથી-એટલે તેને આનંદ મળતો નથી.મનુષ્ય બહાર વિવેક રાખે છે તેવો ઘરમાં રાખતો નથી.

મનુષ્ય એકાંત માં પોતાના સ્વ-રૂપ માં સ્થિત રહેતો નથી.

ઉત્પત્તિ,સ્થિતિ અને સંહાર ની લીલા માં ઠાકોરજી નાં સ્વરૂપ માં ફેરફાર થતો નથી.

પરમાત્મા ત્રણે માં આનંદ માને છે અને પોતાના સ્વરૂપ માં સ્થિત રહે છે.

જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે,તે આનંદ રૂપ થાય.

જીવ ને આનંદરૂપ થવું હોય, તો તે સચ્ચિદાનંદ નો આશ્રય લે.

આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી,ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી,આનંદ મળતો નથી.

મનુષ્ય રાજા થાય,સ્વર્ગ નો દેવ થાય,તો પણ તે અપૂર્ણ છે.જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી અશાંતિ છે.

સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામ માં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઇ શકતો નથી.

પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે.આ નારાયણ ને જે ઓળખે,અને તેની સાથે મન ને જે તદાકાર બનાવે  

તેનું મન નારાયણ સાથે એક બને છે.તે જીવાત્મા- નારાયણ રૂપ- બની પરિપૂર્ણ થાય છે.

ત્યારે જીવનું જીવન સફળ થાય છે.

જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી થતી નથી.

જીવ જયારે ઈશ્વરને મળે છે-અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે,ત્યારે તે પૂર્ણ થાય છે.

જ્ઞાનીઓ –જ્ઞાન-થી પરમાત્મા નો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે,ત્યારે ભક્તો(વૈષ્ણવો) –પ્રેમ-થી પરમાત્મા નો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે.

ઈશ્વર જયારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે,ત્યારે જીવ પૂર્ણ થાય છે.

ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે,નારાયણ એ પરિપૂર્ણ છે.સાચી શાંતિ નારાયણ માં છે.

નર એ નારાયણ નો અંશ છે,એટલે નર તે નારાયણ માં શમી જવા માગે છે.

નારાયણ ને ઓળખવાનું અને નારાયણ માં લીન થવાનું સાધન તે-- ભાગવત શાસ્ત્ર. 

      #_kk_parmar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...