જય માતાજી મહાનુભાવો વડીલો સ્વજનો "માં" માં વિશે શું લખવું લખીએ તો તેનો કોઈ પાર ના આવે અસિમિત છે. પછી એ આપણી જન્મ દેનારી જન્મ દાત્રી માં હોય કે જગત જનની. માં એક મહામંત્ર છે મારા આ જીવન અનુભવ અનુશાર . કાગબાપુએ કહ્યું એમ "મોઢે બોલું માં મને સાચે નાનપણ સાંભરે પછી આ મલક આખાયની મઝા મને કડવી લાગે કાગડા" આજે મારે વાત કરવી છે. મારુ સામર્થ્ય નથી પણ આ લખું છું તેમા પણ ઈચ્છા હશે! કારણ એ સર્વજ્ઞ છે. એ ભુતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ ને જાણનાર છે. માં બોલું ત્યારે આત્મજ્ઞાન ઉપજે અને આ મલક આખાય ની કામ ક્રોધ મદ લોભ અભિમાન અહંકાર આજે એનું સ્મરણ કર્તા કડવા લાગે છે. માંનો પ્રેમ અપાર છે. અનંત બ્રંહાડ ની રચના સંચાલન કરનારી માં કેવી હશે! આપણી જન્મ દેનારી માં આટલી શક્તિ આટલો પ્રેમ વરસાવનાર લાગણીશીલ હશે તો બ્રંહાડ નું સંચાલન કરનારી માં કેવી હશે! કલ્પના તો કરી જુઓ? એક કહેવત કહ્યા વિન માં પણ ના પિરસે તો એ કહેવત ની હું નિંદા કરું છું મારી જન્મદાત્રી માં એટલી પ્રેમાળ છે. અને મારા અનુભવો સાથે સિધ્ધ કરી કહું છું કે મને ભુખ લાગે મારા મનનું રમણ કરનાર મારા મનની વાત જાણનારી છે. એમા મને કોઈ શંકા નથી. તો ભલા જગતજનની માંની શું વાત કરીએ પણ માં પાસે બાળક બનવું જોઈએ બાળક બનતા શિખવું જોઈએ માં સર્વેશ્વરી સર્વોપરી સર્વજ્ઞ છે. સર્વ શક્તિમાન છે. આપણે તેને સ્ત્રી પુરુષ ના ભેદ માં જોઈએ છીએ પણ માં નથી સ્ત્રી કે નથી પુરુષ માંનો કોઈ આકાર નથી. માં નિરાકાર નિગુણ નિરવિકાર છે. આપણે આપણી શક્તિ મુજબ એનું અનુકરણ કરતા હોઈએ પણ માં વિશે લખવું એ મારી કલ્પના ની બહાર છે. ઘણાબધા કવીઓ વિદ્વાન મહાનુભાવો લખી લખી ઠાકી ગયા છે. પણ પવિત્ર નવરાત્રિના પરમ પવિત્ર દિવસ અને માંની સમીપ નવ દિવસ એના સાનિધ્યમાં એક બે લિટી લખવાનો અવસર પ્રદાન કર્યો છે આ અજ્ઞાની ને. આજે પાંચમાં દિવસે તા7_10_24ના થોડો સમય આજે મન માં કલ્પના ના ઘોડા દોડ્યા કરતાં એટલે આજે બે લિટી લખવાનું મન થયું આમ હું કોઈ લેખક કવી નથી પણ એની શક્તિ એની રહસ્યમય આ પ્રકૃતિ એની કૃપા એ મહામાયા ના શરણે હું વારંવાર નતમસ્તક થઈને પ્રણામ કરું છું અને મારા અગણિત પાપો ભુલો ને માફ કરનારી મારી જન્મદાત્રી ની પણ માં એવી અખીલ બ્રંહાડ મહામાયા ને મારા વંદન વારંવાર આ અજ્ઞાની ક્યાં હતો અને ક્યાં મને લઈને બેસાડી દીધો એની કૃપા વિન અશક્ય છે. હું આપનો બાળક છું અને બાળક બની રહેવા દેજે. આપની આ સૃષ્ટિ આપની આ રહસ્યમય મહામાયા ને સમજી શકાય એમ નથી. બ્રંહ સુધી પહોંચી શકવાની સમતા ધરાવનાર મહાપુરુષો પણ નથી પહોંચી શક્યા. તારી શક્તિ તુંજ જાણનારી છું અન્ય નું સામર્થ્ય નથી.ઘણીબધી આરજકતા ઘણાબધા પ્રશ્નો ના જવાબ તારા શરણ સ્વીકારી લીધા પછી તારા શરણ આવ્યા પછી મળ્યા છે.. માં આપણા ઘરમાં દરેક સ્ત્રી ના પાત્ર માં એક ઉંડા ખુણે માં નું તત્વ રહેલું છે પછી એ પત્ની બહેન જન્મ દાત્રી દિકરી. એનામાં કોમળ માં રહેલી છે તેના વિના પુરુષ નું અસ્તિત્વ નથી. એનું પહેલા સન્માન આપવું જોઈએ પ્રકૃતિ ના ગુણો ને લઈને સાંસારીક દરેક ની એ નૈતિક જવાબદારી છે એવું મારું ચોક્કસ માનવું છે. નવ દિવસ અનુષ્ઠાન પુજા પાઠ કરવા જોઈએ પણ સવાર માં ઉઠીને આપણી જન્મ દેનારી માંને પણ ચરણ વંદન કરવા જોઈએ એનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે મારુ સર્જન કરનારી માં હું માણસ બનું અને મારા આ જીવન નું લક્ષ્ય પરમાત્મા સર્વ શક્તિમાન શક્તિ ના શરણે જાઉ. અને અને શરણ સ્વીકાર કરું બાળક બનીને રહું.
જય માતાજી
લઇ. પરમાર ક્રિપાલસિંહ ખોડુભા
અસ્તું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો